૧૪ વર્ષના દીકરાને જેલ મોકલવા માટે માં એ બોલાવી પોલીસ, જાણો કઈ હતી દીકરાની ભૂલ

ઉંમરના કોઈ પણ સ્ટેજ ઉપર એક માં માટે તેના દીકરા બાળકો જ હોય છે, અને પછી ૧૪ વર્ષના છોકરા તો બાળક જ હોય છે. ૧૪ વર્ષની ઉંમરના એક એવા જ બાળકની માં એ એક રાત્રે કઈક એવું જોઈ લીધું, જેથી તેને વિશ્વાસ ન થયો કે તેનો દીકરો કોઈ માસુમ નથી પરંતુ એક જંગલી છે. તેનું જગલીપણું જોઈને તે થોડી પળ માટે તો આઘાતમાં ચાલી જાય છે, પરંતુ પછી એક જવાબદાર નાગરિકની જેમ પોલીસને પોતાના ઘેર બોલાવે છે, અને પોતાના જ બાળકને જેલ મોકલવા માટે પોલીસને ભલામણ કરે છે. તમારા મનમાં પણ પ્રશ્ન ઉભા થઇ રહ્યા હશે કે એક ૧૪ વર્ષના બાળકએ એવો કયો ગુનો કર્યો હશે, જે તેની માં એ આટલું મોટું ગંભીર પગલું ભરી લીધું.

ખાસ કરીને આ પરિવાર મેરીલેન્ડમાં રહેતું હતું, જ્યાં એક મહિલા બે બાળકો સાથે રહેતી હતી. તેનો મોટો દીકરો ૧૪ વર્ષનો સોલોમન પ્યુલ હતો, અને બીજુ બાળક બે વર્ષનું હતું. એક વખત તે પોતાના નાના દીકરાને સુવરાવવા માટે નીચે રૂમમાં હતી. ઉપરથી તેનો દીકરો અને કઝીનના રમવા કુદવાનો અજાબ આવી રહ્યો હતો. જે બાળકી પ્યુલ સાથે રમી રહી હતી તે માત્ર ૮ વર્ષની હતી. રમવાના અવાજ સાથે જયારે અવાજ અચાનક જ બંધ થઇ જાય છે, તો માં ને વિચિત્ર લાગે છે અને તે ઉપર જાય છે.

પ્યુલની માં જયારે ધીમા પગલે રૂમમાં પહોંચે છે તો અંદરનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેની જમીન ખસી જાય છે. તેનો માસુમ એવો દેખાતો દીકરો પોતાના કઝીન સાથે કોઈ રમત નહોતો રમી રહ્યો, પરંતુ તેની સાથે દુરાચાર કરી રહ્યો હતો. તેના શરીર ઉપર એક પણ કપડું ન હતું અને પાસે જ એક ચાકુ રાખ્યું હતું. એક પળ માટે તો તે આધાતમાં જતી રહે છે અને પછી તરત ગુસ્સામાં નીચે જાય છે અને જરા પણ મોડું કર્યા વગર પોલસને ફોન કરી દે છે.

સોલોમનના ઘરે પોલીસ આવી જાય છે તો તે પોતાના દીકરાના ખરાબ કામ વિષે પોલીસને જણાવે છે. તેની ૮ વર્ષની કઝીન ત્યાં હતી, પોલીસ તેની પુછપરછ કરે છે તો બાળકી કહે છે કે સોલોમને ચાકુ દેખાડીને તેને કહ્યું હતું કે જો તેણે બુમ પાડી તો તે ચાકુ મારીને તેનો જીવ લઈ લેશે. તે ધમકીથી ડરી જાય છે અને સોલોમન તેની સાથે ખરાબ કામ કરે છે.

સોલોમનની માં પણ સાક્ષી હતી અને તે જણાવે છે, કે જયારે તેણે બારણું ખોલ્યું તો ત્યાંનો નજારો જોઈને તે હલી ગઈ હતી. પોલીસએ તપાસ કરી તો સોલોમનને રેપનો ગુનેગાર ગણ્યો. તેની ઉંમર આશરે ૧૪ વર્ષ છે, પરંતુ એક કીશોરની જેમ તેની ઉપર પણ કેસ ચલાવીને તેને ન્યાયધીશ સાહેબે ઉંમરકેદની સજા સંભળાવી. જણાવી દઈએ કે ૧૬ ની ઉંમરના વ્યક્તિને વયસ્ક એટલે કિશોર સમજવામાં આવે છે. તેની ઉંમર ભલે ૧૪ વર્ષ જ હોય પરંતુ તેનો ગુનો ઘણો જ ધિક્કાર પાત્ર અને ગંભીર હતો. ઘણા લોકોનું માનવું હતું કે તેનું કામ ધ્રુણા પાત્ર જરૂર હતું, પરંતુ તેને બાળ સુધાર ગૃહમાં મોકલવો જોઈતો હતો. તેના મનમાં કોઈ શેતાન નહિ રહ્યો હોય, પરંતુ પોર્ન કે એડલ્ટ ફિલ્મ જોઈને તેણે આ બધું શીખી લીધું હશે.