નાના છોકરા સાથે ગલી ક્રિકેટ રમી રહેલી આ માં નો વિડીયો તમારું દિલ જીતી લેશે, જુઓ

માં અને દીકરાનો સંબંધ દુનિયામાં સૌથી મજબુત સંબંધ ગણવામાં આવે છે. એક માં કોઈ પણ હાલમાં પોતાના દીકરાને ખુશ રાખવા માંગે છે. ખાસ કરીને જયારે તેનો દીકરો નાનો હોય છે તો માં પણ તેની સાથે ક્યારે ક્યારે બાળક બની જાય છે. બાળકોને રમવાનું ખુબ ગમે છે. તેવામાં માં તેની પહેલી પસંદ હોય છે. જયારે પણ મસ્તી કરવી હોય કે કોઈ રમત રમવી હોય, કે પછી વાર્તા સાંભળવી હોય બાળક માં પાસે જ જાય છે. તે વાતનું એક તાજું અને સુંદર દ્રશ્ય હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બનેલું છે.

આપણે બધા બાળપણમાં બેટ દડાથી શેરી ક્રિકેટ રમ્યા છીએ. જયારે બાળક થોડો મોટો થાય છે તો તે આ ગેમ પોતાના મિત્રો સાથે રમે છે. પરંતુ જયારે ઘણો નાનો હોય છે તો તેની માં જ તેની દોસ્ત પણ હોય છે. તેવામાં તે બધી રમત પોતાની માં સાથે જ રમે છે. બસ આ વાયરલ વિડીયોમાં પણ એક બાળક પોતાની માં સાથે રોડ ઉપર શેરી ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે. આ સુંદર વિડીયો પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કેફે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર શેયર કર્યો છે.

આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, એક નાનો એવો બાળક બેટિંગ કરી રહ્યો છે જયારે તેની માં બોલિંગ કરી રહી છે. તે દરમિયાન માં સાથે ક્રિકેટ રમતું બાળક ઘણું જ ખુશ અને ઉત્સાહિત જોવા મળે છે. અને સાડી પહેરી તેની માં પણ આ રમતમાં પોતાના લાડકાનું પૂરું ધ્યાન રાખી રહી છે. આ વિડીયોને શેયર કરતા મોહમ્મદ કેફે કેપ્શનમાં લખ્યું, માં બોલિંગ કરી રહી છે, દીકરો બેટિંગ કરી રહ્યો છે. તે જોઈને માત્ર એક જ શબ્દ કહીશ ‘સુંદર.’

મોહમ્મદ કેફ દ્વારા આ વિડીયોને ટ્વીટ કર્યા પછી તે ઘણી ઝડપથી વાયરલ થઇ ગયો. જેણે પણ આ વિડીયો જોયો તેના ચહેરા ઉપર હાસ્ય આવી ગયું. લોકો આ વિડીયો જોયા પછી જાત જાતની કમેન્ટ્સ કરવા લાગ્યા. એક વ્યક્તિએ કહ્યું કે, આ સુંદર દ્રશ્ય વિષે કાંઈ પણ કહેવા માટે મારી પાસે શબ્દ નથી. અને કોઈને બાળકની રમવાની સ્ટાઈલ જોઈ કહ્યું કે, આ મોહમ્મદ કેફની જેમ રમી રહ્યો છે.

ત્યાર પછી એક કમેન્ટ આવી છે કે, યાર આ વિડીયો જોઈ બાળપણ યાદ આવી ગયું. અમે પણ માં સાથે આવી જ રીતે રમતા હતા. બસ આવી રીતે બીજા પણ ઘણા રીએક્શન લોકો આપવા લાગ્યા. આવો હવે તમે પણ આ સુંદર વિડીયો અહિયાં જોઈ લો.

તો મિત્રો, માં દીકરાને આ રીતે ગલી ક્રિકેટ રમતા જોઈ તમને કેવું લાગ્યું? તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો. સાથે સાથે તમને એ જણાવવાનું કે, માં ને માત્ર કામ પડવા ઉપર જ યાદ ન કરો પરંતુ ક્યારે ક્યારે તેની સાથે આવા પ્રકારની કોઈ ફન એક્ટીવીટી પણ કરો. આ રીતે તમારી માં ના ચહેરા ઉપર પણ હાસ્ય હંમેશા જળવાઈ રહેશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.