શું તમે કોઈ વાંદરાને વાળંદની દુકાને દાઢી કરાવતા જોયો છે, આ વિડીયોમાં જુઓ એવા જ એક વાંદરાને.

અરે બાપરે, આ શું! પુરુષોની જેમ પોતાની દાઢી સેટ કરાવવા વાળંદ પાસે આવ્યો વાંદરો, જુઓ વિડીયો.

સોશિયલ મીડિયા પર દરરોજ કંઇકને કંઇક ફેમસ થઈ જાય છે. અને કેટલીકવાર તો કંઈક એવું ફેમસ થઈ જાય છે, કે જેને જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે આવું પણ થઈ શકે છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો ઘણો ફેમસ થયો છે. આ વિડીયોમાં એક વાંદરો વાળંદની દુકાનમાં આરામથી બેઠો દેખાય રહ્યો છે, અને તે ત્યાં ટાઈમપાસ કરવા નથી બેઠો પણ પોતાની દાઢી સેટ કરાવી રહ્યો છે. (monkey funny video)

સલૂનમાં ખુરશી પર બેસેલો વાંદરો : અત્યાર સુધી તમે વાળંદની દુકાનમાં પુરુષોને દાઢી-મૂછ અને વાળ કપાવતા જોયા હશે, પણ તમે ભાગ્યે જ કોઈ વાંદરાને દાઢી કરાવતા જોયા હશે. જોકે સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા આ વિડીયોમાં આ વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું છે. જી હા, આ વિડીયોમાં જોવા મળે છે કે, સલૂનમાં એક વાંદરો ખુરશી પર બેસીને મસ્તી કર્યા વગર પોતાની દાઢી સેટ કરાવી રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાળંદ વાળ કાપવાના ટ્રીમરની મદદથી તે વાંદરાની દાદી સેટ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા છે ફેમસ : વાંદરાની આ વિડીયો ક્લિપ 45 સેકન્ડની છે. તેને IPS ઓફિસર રુપિન શર્મા (ips rupin sharma) એ ટ્વિટર પર શેર કર્યો હતો. વિડીયો શેર કરતા તેણે કહ્યું કે, હવે ‘બ્યુટી પાર્લર’માં ગયા પછી વાંદરો ‘સ્માર્ટ’ દેખાશે. આ વિડીયોને 1 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે.

જુઓ વિડીયો :

ટ્રીમરથી વાંદરાની શેવિંગ : વિડીયોમાં વાંદરો સલૂનમાં ખુરશી પર આરામથી બેઠો છે. વાંદરાના કોલરની નીચે કપડું વીંટાળવામાં આવ્યું છે. વિડીયોમાં જોવા મળે છે કે વાળંદ પહેલા વાંદરાના ચહેરાના વાળમાં કાંસકો ફેરવે છે અને તેને ઇલેક્ટ્રિક ટ્રીમરથી ટ્રિમ કરે છે. વાંદરો શાંતિથી પોતાની હજામત કરાવી રહ્યો છે, અને વાળંદના આદેશનું પાલન પણ કરી રહ્યો છે. લોકો આ વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે વાંદરો ટ્રીમરથી ડરતો નથી, પણ તેની મજા લઈ રહ્યો છે.

આ પહેલા પણ વાંદરાઓના અલગ અલગ વિડીયો ફેમસ થઇ ચુક્યા છે. એક વિડીયોમાં વાંદરો એક મહિલા સાથે શાકભાજી સમારતો જોવા મળ્યો હતો. તેના પર પણ લોકોએ ઘણી કોમેન્ટ કરી હતી. તો એક વિડીયોમાં વાંદરો રેસ્ટોરેન્ટમાં ખાવાનું પીરસતા પણ જોવા મળ્યો હતો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.