માસિક રાશિફળ : 1 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી બની રહ્યો છે રાજયોગ, આ 8 રાશિઓની નસીબના તાળા ખુલશે

મેષ રાશિ :

આ મહિને કેટલાક નાના મોટા વિવાદ થઇ શકે છે. જમીન – મકાનના દસ્તાવેજોને સાંભળીને રાખો. પરિવારની સાથે પિકનિકમાં જવાથી લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજણ દૂર થશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. કોઈની જમાનત ન કરો અથવા પૈસાની લેવડ-દેવડ ન કરવાની સલાહ છે. ઘરમાં સજાવટનું કાર્ય થઇ શકે છે. પૈસાની બાબતમાં જોખીમ લેવો નહિ.

પ્રેમના વિષયમાં : આ મહિને તમને એક સુંદર અને એક સાચા પ્રેમ કરવાવાળા જીવનસાથી મળવાની પુરી સંભાવના છે.

કરિયરના વિષયમાં : બિઝનેસમાં ફાયદો થઇ શકે છે. મોટા લોકો સાથે મુલાકાતનો યોગ બની રહ્યો છે. તેમનાથી પણ ફાયદો થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યમાં સુધાર થશે અને ઘણા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે.

વૃષભ રાશિ :

આ મહિનાની શરૂઆતમાં તમારા ખર્ચ વધતા દેખાશે. પુરસ્કાર, સમ્માન, પ્રમોશન અને હરીફાઈમાં જીત મળી શકે છે. પોતાના ખાસ કામ માટે કોઈ વ્યક્તિની મદદ લેવી પડશે અને તમારા કામ પુરા પણ થઇ જશે. આ મહિને તમારો મૂડ ખુબ સારો રહેશે. તમે ખુબ ઉર્જાવાન અનુભવ કરશો, આ ઉર્જાને યોગ્ય દિશામાં લઇ જવાનો પ્રયાસ કરો.

પ્રેમના વિષયમાં : તમારો સાહસ તમને પ્રેમ આપવામાં સફળ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત થશે.

કરિયરના વિષયમાં : વેપાર માલિકો અને નોકરી કરનારા બંને માટે ધન લાભનો સમય છે. પ્રતિસ્પર્ધીઓ પર હાવી થશો.

સ્વાસ્થ્યના વિષયમાં : આ મહિને સ્વાસ્થ્ય ઉત્તમ રહેવાથી કામમાં મન લાગી રહેશે.

મિથુન રાશિ :

આ મહિને આવકના નવા સ્ત્રોત ખુલશે, તમારો શાંત સ્વભાવ તમને ઘણી સમસ્યાઓથી બચાવશે. યશ, માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પ્રોપર્ટી સંબંધી બાબતો માટે આ મહિનો ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. પોતાના આકર્ષક વ્યક્તિત્વને કારણે પરિવારમાં કોઈ સમારોહમાં બધાને પોતાની તરફ આકર્ષિત કરશો. આ દિવસોમાં દુશ્મનો સામે જીત મળશે. આ સમય તમારા કરિયર માટે ખાસ થઇ શકે છે.

પ્રેમના વિષયમાં : દામ્પત્ય જીવનમાં પોતાની લાઈફપાર્ટનર સાથે એક અંગત સમય વિતાવી શકશો.

કરિયરના વિષયમાં : નોકરી કરી રહેલા જાતકોને પ્રમોશનની સંભાવના વધી રહી છે.

સ્વાસ્થ્યના વિષયમાં : માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. જુના રોગ ઉભરી શકે છે.

કર્ક રાશિ :

નવેમ્બરમાં ભાગ્ય વૃદ્ધિની સાથે આકસ્મિક ધન લાભ થશે. વિદેશથી સારા સમાચાર આવશે. તમારા સંબંધીઓ તમારા ખાનગી જીવનને લઈને મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. ધાર્મિક કામો કે યાત્રાથી ધન ખર્ચ થશે. આ મહિનો ઉતાર-ચઢાવ વાળો રહેશે. આ દિવસે ધીરે ધીરે વિચારેલા કામ પુરા થશે. બિઝનેસમાં અચાનક ફાયદો થવાના યોગ બની રહ્યા છે. નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં તમાર માટે લાભદાયી સાબિત થશે.

પ્રેમના વિષયમાં : પ્રેમ સંબંધોથી જોડાયેલા નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહિ.

કરિયરના વિષયમાં : આર્થિક લાભની તક મળશે. વેપાર-વ્યવસાયમાં સફળતાનાં સંકેત છે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારે સ્વાસ્થ્યનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય બીમારી તમને ચિંતામાં નાખી શકે છે.

સિંહ રાશિ :

આ મહિને તમારું રોકાયેલું ધન પાછું આવી શકે છે. પણ સંતાન પક્ષ તરફથી કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. યાત્રા કરવાના યોગ બની રહ્યા છે, યાત્રા કરવાથી વિદેશમાં વેપારની તક મળશે. આ મહિને તમારી ભેટ એક એવા વ્યક્તિ સાથે થવા જઈ રહી છે, જેમની સાથે તમારું ભવિષ્યમાં પણ અર્થપૂર્ણ સંબંધોની કામના રહેશે. કલાકાર અને ખિલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પરફોમર્સ અને પ્રતિભા દેખાડી શકે છે.

પ્રેમના વિષયમાં : પ્રેમ સંબંધમાં નવેમ્બર મહિનો તમારી માટે ખુશીઓથી ભરેલો છે.

કરિયરના વિષયમાં : બિઝનેસમાં રોકાયેલા પૈસા મળવાની સંભાવના ખુબ ઓછી છે. પ્રતિયોગિતામાં સફળતા મેળવવા માટે પૂરો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું નહિ રહે. ડોક્ટર પાસેથી દવા લેવાની ના પાડી શકાય એવું નથી.

કન્યા રાશિ :

આ મહિને કાર્યમાં સફળતા અને યશ મળવાથી ઉત્સાહ વધશે. ધન સંબંધિત બાબતો માટે આ મહિનો સારો રહેવાનો છે. આવકના નવા સાધન ખુલવાથી આર્થિક સ્થિતિ મજબૂત થસે. નોકરીમાં લાભકારક સમાચાર મળશે અને સહકર્મીઓનો સાથ મળશે. તમે જોખમ ઉઠાવના મૂડમાં રહેશો. મહિનાના મધ્યના દિવસોમાં ભાગીદારીથી અણબનાવ થવાના યોગ બની રહ્યા છે. તમારા કાર્ય યોજના અનુસાર પુરા થવાથી આર્થિક લાભ મળશે.

પ્રેમના વિષયમાં : આ મહિને પાર્ટનર સાથે મળીને કોઈ નવું કામ કરી શકો છો. પ્રેમ સંબંધ ઘણો મજબૂત બનશે.

કરિયરના વિષયમાં : બેરોજગાર લોકોને આ મહિને રોજગાર મળવાની સંભાવના છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સારા સ્વાસ્થ્ય માટે યોગ કરવો ફાયદાકારક રહેશે.

તુલા રાશિ :

નાણાકીય આયોજકો માટે આ મહિનો સારો રહેશે. શેર-સટ્ટાના કામોમાં નુકશાન થઈ શકે છે. કાર્યક્ષેત્રની સાથે સાથે યોજનાઓમાં પણ મહત્વપૂર્ણ બદલાવ આવી શકે છે. વિચાર્યા વિના કાંઈ પણ ખરીદી શકો છો. જરૂરી બાબતોમાં મૂંઝવણ બની રહેશે. કોઈ ભરોસાપાત્ર મિત્રની સલાહ કામ આવી શકે છે. તમને થોડું ટેન્શન પણ રહેશે. કામકાજ ધીમી ગતિથી થઇ શકે છે.

પ્રેમના વિષયમાં : લવ લાઈફમાં સમસ્યાઓ ખતમ થવાથી તમે ખુશ રહેશો.

કરિયરના વિષયમાં : વિધાર્થીઓ સાવધાન રહે. મહત્વપૂર્ણ દસ્તાવેજ અને કાગળને લઈને તમારે સાવધાન રહેવું પડશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ રહેવા માટે દરરોજ વ્યાયામ કરતા રહો.

વૃશ્ચિક રાશિ :

આ મહિને તમે પૈસા સાથે જોડાયેલા કોઈ જોખમ ન લો. પોતાની જવાબદારીઓ પ્રત્યે ઈમાનદાર નહિ રહ્યા તો મૂંઝવણમાં મુકાઈ શકો છો. આ મહિનો સખત પરિશ્રમ પછી ફળ આપનારો સાબિત થશે. હિતકારી ગ્રહને કારણે તમે ખુશીનો અનુભવ કરશો. નવા કામ શરુ કરવામાં સાવધાની રાખવી પડશે. આ મહિનાના અમુક દિવસ તમારા માટે થોડી મુશ્કેલીવાળા હોઈ શકે છે. પોતાના મનની વાત કોઈ સાથે શેયર ન કરો.

પ્રેમના વિષયમાં : પ્રેમી પ્રેમિકા વચ્ચે થયેલી તકરાર સંબંધોમાં પ્રેમનું મધ ફેલાવશે.

કરિયરના વિષયમાં : નોકરી અને બિઝનેસમાં અમુક જરૂરી કામ અધૂરા રહી શકે છે. જૂની મુશ્કેલીઓ સામે આવી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : ઘૂંટણ અને સાંધાના દુઃખાવામાં રાહત મળી શકે છે.

ધનુ રાશિ :

વ્યવસાયના ક્ષેત્રમાં આ મહિને કોઈ પણ પ્રકારના નવા પ્રયોગ ન કરો. નવેમ્બરમાં મહેનત વધારે થઈ શકે છે. બીજા સાથે મળીને કામ કરવાની દ્રષ્ટિએ સમય ઠીકઠાક છે. ઓફિસ, ફિલ્ડ અને બિઝનેસમાં પણ અમુક અડચણોનો સામનો કર્યા પછી તમને મહેનતથી સફળતા મળી શકે છે. પરિવારમાં પત્ની અને સંતાન સાથે સંબંધ મધુર રહેશે. મિત્રોને મળવું આનંદદાયક રહેશે.

પ્રેમના વિષયમાં : આ મહિને તમને અમુક લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. પાર્ટનર તમારી ભાવનાઓની કદર કરશે.

કરિયરના વિષયમાં : પ્રતિયોગી પરીક્ષાઓમાં લાગેલા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળવાના સંકેત છે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારે તમારા પરિવારના સ્વાસ્થ્ય, બીમારી અથવા અન્ય કોઈ નુકશાન પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

મકર રાશિ :

નવેમ્બરમાં તમારા કોઈ જરૂરી કામ સમયપર પુરા ન થઈ શકે. સારું પરિણામ મેળવવા માટે પોતાને પ્રોત્સાહિત કરો. પોતાના ખર્ચને ઘણા વધારે વધારવાથી બચો. પોતાના રહસ્ય કોઈ સાથે શેયર ન કરો. મહિનાની શરૂઆતના દિવસો ભાગદોડ અને મુશ્કેલીઓ વાળા હોઈ શકે છે. પોતાના વિચાર અને ઉર્જાને એ કામોમાં લગાવો, જેનાથી તમારા સપના હકીકતનું રૂપ લઈ શકે.

પ્રેમના વિષયમાં : આ મહિને પ્રેમ સંબંધો પ્રત્યે તમે વધારે નમેલા રહેશો.

કરિયરના વિષયમાં : બિઝનેસમાં સારી રીતે સમજી વિચારીને કરેલા સોદા ફાયદો આપશે. બીજા પર તમારો સકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : લાંબી બીમારી સામે લડી રહેલા રોગી શારીરિક સમસ્યાથી થોડી હદ સુધી છુટકારો મેળવી શકશે.

કુંભ રાશિ :

રાજકારક સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે. રોકાણ કરતા સમયે ઉતાવળમાં નિર્ણય ન લેવો. મહિનાના છેલ્લા દિવસોમાં તણાવ વધી શકે છે. નસીબના ભરોસે તમે કોઈ પણ કામ ન કરો તો સારું રહેશે. કામને લઈને દબાણ અનુભવી રહ્યા છો તો સકારાત્મક વલણ અપનાવો, એનાથી તમે તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો.

પ્રેમના વિષયમાં : પ્રેમ તમારા જીવનમાં પ્રવેશ કરવાથી તમારા જીવનની ખુશીઓ બમણી થઈ જશે.

કરિયરના વિષયમાં : નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમારા કામની પ્રશંસા થશે. કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠાનો લાભ મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. કમરના દુઃખાવાની ફરિયાદ રહી શકે છે.

મીન રાશિ :

આ મહિને તમે સાચી દિશામાં પગલું ભરશો. બધાની મુશ્કેલીઓ પર ધ્યાન આપો, જેથી સમસ્યાઓ પર સમય રહેતા નિયંત્રણ મેળવી શકાય. મહિનાનો વચ્ચેનો સમય તમારા માટે સારો રહેશે. આ દિવસોમાં વાતચીત, વિચારોની અભિવ્યક્તિ અને લોકો સાથે સંપર્કોમાં તેજી આવી શકે છે. તમારી વાતચીત અથવા વર્તનથી કોઈ સાથે તમારા સંબંધ ખરાબ થવાની શક્યતા રહેશે.

પ્રેમના વિષયમાં : આ મહિને પ્રેમી અથવા જીવનસાથી કોઈ માંગણી કરી શકે છે, જે તમારે પુરી કરવી પડશે.

કરિયરના વિષયમાં : નવા કારોબારની રૂપરેખા બની શકે છે. ભણવામાં મહેનત કરવી પડશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યને લઈને જાગૃત થવાની જરૂર છે. સ્વસ્થ રહેવા માટે વ્યાયામ જરૂર કરો.

નોંધ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં નવેમ્બર મહિનાના માસિક રાશિફળથી થોડી ભિન્નતા હોઈ શકે છે. સંપૂર્ણ જાણકારી માટે કોઈ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.