કમાણી વધારે છે પણ બચત ઝીરો છે, તો તેના માટે જવાબદાર છે તમારી આ 5 આદતો, આજે જ બદલી દો.

જો તમારામાં છે આ 5 આદતો તો તેને દૂર કરી દો, નહિ તો ગમે એટલું કમાવા છતાં ક્યારેય આર્થિક સ્થિતિ સુધરશે નહિ.

આમ તો ખરાબ ટેવો / આદતો જેટલી જલ્દી છોડી દેવામાં આવે તેટલું સારું હોય. ખરાબ આદતો ઘણા પ્રકારની હોય છે. અને લોકોમાં ફાઇનાન્સ સંબંધિત ઘણી ખરાબ આદતો પણ હોય છે. ઘણીવાર લોકો તહેવારોની સિઝનમાં બજેટ કરતાં વધુ ખર્ચ કરે છે, જેના કારણે તેમના ખિસ્સા ખાલી થઈ જાય છે અને પછી બીજા આગળ ‘મારી પાસે પૈસા નથી’ એવું કહીને રડતા રહે છે. પણ જો કેટલીક આદતો પર ધ્યાન આપવામાં આવે તો તેવી પરિસ્થિતિથી દૂર રહી શકાય છે. આજે અમે તમને ફાયનાન્સ સંબંધિત 5 એવી આદતો વિષે જણાવીશું જેને બદલવા પર જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવશે.

આયોજન વગરના ખર્ચ : મોટાભાગના લોકોને આ સમસ્યા હોય છે કે તેમનો ખર્ચ વધારે હોય છે, તેથી બચત નથી કરી શકતા. તેમની પાસે તે આંકડાઓ નથી હોતા કે તેઓ ખર્ચ ક્યાં કરે છે. એટલે કે તેઓ પ્લાનિંગ વગર ખર્ચ કરે છે. એટલા માટે સૌથી પહેલા આદતમાં સુધારો કરીને સૌથી પહેલા દર મહિને આવક અને ખર્ચની યાદી તૈયાર કરો. પછી તે ખર્ચાઓ પર લગામ લગાવવાનો પ્રયાસ કરો જે જરૂરી નથી. માસિક બજેટ તૈયાર કરતા સમયે આવકમાંથી તેનો 20 ટકા ભાગ રોકાણ માટે ફાળવવો જોઈએ.

જાણકારી વગર રોકાણ : દરેક વ્યક્તિનું એક ધ્યેય હોય છે, પરંતુ યોગ્ય ધ્યેય શું છે તે મોટો પ્રશ્ન છે. અંગત જીવન હોય કે રોકાણનો માર્ગ, સાચા ધ્યેયથી જ મંઝિલ મળે છે. કોઈ બીજા કે સંબંધીના કહેવા પર રોકાણ ન કરો. કારણ કે દરેક રોકાણકારનું લક્ષ્ય અલગ હોય છે. બીજાના કહેવા પર રોકાણ કરવું શાણપણ નથી. તેથી જો તમે કોઈપણ જાણકારી વગર ક્યાંક રોકાણ કરી રહ્યા છો, તો આ દિવાળી પર સૌથી પહેલા કોઈ નાણાકીય સલાહકારની સલાહ લો. જેથી તમે તે જાણી શકો કે જે ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમે રોકાણ કરી રહ્યા છો તે પ્રાપ્ત થશે કે નહીં?

લોન લેવામાં અચકાવું નહીં : કેટલાક લોકો એવા હોય છે જેમને લોનની બહુ જરૂર હોતી નથી, છતાં પણ તેઓ લોન લે છે. ખાસ કરીને લોકો પર્સનલ લોનના ચક્કરમાં આવી જાય છે. પર્સનલ લોનને નાણાકીય સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ પગલું માનવામાં આવે છે. તેથી હંમેશા પર્સનલ લોન લેવાનું ટાળો. તેના પર ગ્રાહકો વ્યાજ ચૂકવતી વખતે પરેશાન થઈ જાય છે.

ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ : સામાન્ય રીતે લોકો ક્રેડિટ કાર્ડનો આડેધડ ઉપયોગ કરે છે. ઑફર્સ અને તરત ચૂકવણી ન કરવાની હોવાથી લોકો એવી વસ્તુઓ પણ ખરીદે છે જે જરૂરી નથી. તેથી આ દિવાળીએ પ્રતિજ્ઞા લો કે તમે ક્રેડિટ કાર્ડનો બિનજરૂરી ઉપયોગ કરશો નહીં. જો તમે તેનો ઉપયોગ કરશો તો પણ હંમેશા ખિસ્સાને ધ્યાનમાં રાખીને જ કરશો.

ચુકવણીમાં બેદરકારી : ઘણીવાર લોકો બેદરકારીને કારણે EMI અથવા ક્રેડિટ કાર્ડ બીલની ચુકવણી યોગ્ય સમયે કરતા નથી અને તે બેંકો માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત બની જાય છે. તેથી જો તમે ક્રેડિટનો ઉપયોગ કરો છો, તો છેલ્લી તારીખના એક દિવસ પહેલા ચુકવણી કરવાનો પ્રયાસ કરો. તેના માટે ડાયરી કે મોબાઈલમાં એલાર્મ મુકો કે આ તારીખે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવાનું છે. છેલ્લી તારીખની ક્યારેય રાહ ન જુઓ. સમયસર ચુકવણી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર સારો રહે છે.

ક્રેડિટ કાર્ડ પર લોન લેવાનું ટાળો : આ સિવાય કેટલાક લોકો ક્રેડિટ કાર્ડ પર લોન પણ લે છે. હકીકતમાં ક્રેડિટ કાર્ડ કંપનીઓ હંમેશા તેમના ગ્રાહકોને રોકડ લોન આપે છે. પરંતુ આ ઓફરને શક્ય તેટલી ટાળવી જોઈએ. ક્રેડિટ કાર્ડ પર લોન ત્યારે જ લેવી જોઈએ જ્યારે તે એકદમ જરૂરી હોય. ક્રેડિટ કાર્ડ પર લીધેલી લોનની ચુકવણીમાં વિલંબના કિસ્સામાં કંપનીઓ ભારે દંડ વસૂલે છે, એક રીતે તેના પર ડબલ ચાર્જ વસૂલવામાં આવે છે.

ક્રેડિટનો ઉપયોગ ઘટાડો : તમને જણાવી દઈએ કે, વ્યક્તિનું બજેટ બગાડવામાં ક્રેડિટ કાર્ડની મોટી ભૂમિકા હોય છે. માસિક આવકનો મોટો હિસ્સો ક્રેડિટ કાર્ડની ચૂકવણી કરવામાં જાય છે. પછી આવા લોકો ન તો બચત કરી શકે છે કે ન તો રોકાણ કરી શકે છે. તેથી જો તમે તમારા ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ રાખો છો, તો તેનો સંયમથી ઉપયોગ કરો. તમે ક્રેડિટ કાર્ડનો જેટલો ઓછો ઉપયોગ કરશો તેટલું જ તમે તમારા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આ સિવાય હંમેશા ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટનો ઉપયોગ કરવાનું ટાળો. આમ કરવાથી ક્રેડિટ પ્રોફાઇલ લાંબા ગાળે નેગેટિવ થઈ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.