ઘણા બધા લોકોના ઘરમાં ઈંડા નથી બનતા છતાં પણ તે બહાર જઈને ખાય છે, કેમ કે તે ઈંડા માંથી મળતા પ્રોટીનની વાતો કરે છે. પરંતુ ખરેખરમાં જો તમે ઈંડા નથી ખાવા માંગતા અને પ્રોટીનને કારણે ખાવા પડે છે તો હવે તેને ભૂલી જાવ. ખાસ કરીને ઈંડા ઉપરાંત પણ ઘણી એવી વસ્તુ છે જે ખાવાથી તમને ઈંડાથી વધુ પ્રોટીન મળશે, અને તમને એમાંથી પ્રોટીન ઉપરાંત ઘણા પ્રકારના બીજા તત્વ મળે છે જે તમારા આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થશે.
જેને ઈંડા ખાવા હોય છે તે સ્વાદ માટે તે ખાતા હોય છે, કેમ કે જો આરોગ્યની વાત કરવામાં આવે તો ઈંડાની સરખામણીએ ઘણા એવા ખાદ્ય પદાર્થ હોય છે જે સારા લાભ આપે છે, અને એક વખત આ વસ્તુનો ઉપયોગ તો કરો. પછી ખબર પડશે કે પ્રોટીન અને વિટામિન્સ માટે ઈંડા કે નોનવેજ ખાવાને બદલે જો તમે આનો ઉપયોગ કરો તો ઘણો ફાયદો મળશે.
ઈંડાથી વધુ પ્રોટીનથી ભરેલુ હોય છે શાકાહારીમાં આ ૫ વસ્તુ :
જો તમે શરીરમાં પ્રોટીનની ઉણપને ઈંડાથી પૂરી કરો છો, અને બીજી બાબતમાં તમે શાકાહારી છો, તો ઈંડાને છોડી દો અને પ્રોટીન યુક્ત આ ૫ શાકાહારી વસ્તુનો ઉપયોગ કરો. આ શાકાહારી ખાદ્ય પદાર્થો વિષે જાણીને જો તમે તેને ખાવા લાગશો તો તમને તમારી અંદર ઘણો ફરક જોવા મળશે.
દાળ :
દાળમાં ઘણા પ્રકારના પ્રોટીન અને વિટામીન મળી આવે છે. જો તમે દરરોજ એક પ્રકારની દાળ ખાશો તો તમને સ્વાદ અને આરોગ્ય બન્નેમાં ફાયદો મળશે. તમે દાળને પોષ્ટિક તત્વોનો ખજાનો પણ કહી શકો છો. જે ઘણા પ્રકારની બીમારીઓથી તમને દુર રાખી શકો છે.
લીલા વટાણા :
શીયાળામાં લીલા વટાણા ખાવાની વાત જ અલગ હોય છે જેમાં ટેસ્ટ પણ હોય છે અને હેલ્થ પણ બને છે. વટાણામાં પ્રોટીન અને વિટામિન્સ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
સામાન્ય રીતે એ તો બધા જાણે છે કે ડેરી પ્રોડક્ટ એટલે દૂધ, દઈ, ઘી અને પનીરમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જો તમે તેનો દરરોજ ઉપયોગ કરો છો તો તમને ઘણા પ્રકારના પોષક તત્વોની પુરતી થાય છે.
લીલા પાંદડા વાળા શાકભાજી :
શીયાળામાં લીલા શાકભાજીની સીઝન આવી જાય છે, પરંતુ જો તમે તેને ૧૨ મહિના ખાવ તો તમને હંમેશા પ્રોટીન મળતું રહેશે. લીલા શાકભાજીને ન્યુટ્રીશન્સનો પાવર હાઉસ માનવામાં આવે છે. ખાસ કરીને પલકમાં સૌથી વધુ ન્યુટ્રીશિયન મળી આવે છે અને તેમાં પ્રોટીન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે.
એક મુઠ્ઠી મેવો :
ડ્રાયફ્રુટ્સ ખાવા સામાન્ય રીતે ઘણું ફાયદાકારક હોય છે તે વાત તો બધા જાણે છે. પરંતુ કદાચ નહિ ખબર હોય કે મારામાં ઘણા પ્રકારના ન્યુટ્રીશન્સ મળે છે. ખાસ કરીને બદામમાં રહેલા પ્રોટીન સરળતાથી શરીરમાં પચી જાય છે અને તેના ફાયદા પણ તમને જલ્દી મળવા લાગશે. તેના માટે તમારે ઈંડા કે નોનવેજ લેવાની જરાપણ જરૂર નથી.