”મોરલો ટહુકા કરતો જાય રે” જોરદાર એક દાંડિયા થી રમાતો નવો રાસ જોજો વાગી નાં જાય

સહી થી નીચે વિડીયો માં સરસ નવા સ્ટેપ નાં રાસ સાથે ગવાયેલો વિડીયો જોવા મળશે. ગીત નાં શબ્દો પણ ખુબ સરસ છે. આ બીજું ગીત છે ”ટહુકા કરતો જાય મોરલીયો ટહુકા કરતો જાય” એ નથી

ગુજરાતી ગીતો માં દેશ નાં રાષ્ટ્રીય પક્ષી મોર ને ને જોડી ને બહુ બધા લોકગીતો બન્યા છે.

મોર હિંદુ ધર્મમાં એક અનેરું મહત્વ ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે. ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે.

એક રીતે જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને આરતી સમયે મોરનાં પીંછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.

મોર ઉડવાનુ ઓછું પસંદ કરે છે કરે છે કારણ કે તેનું શરીર ભરાવદાર હોય છે તેથી તેને ઉડવામાં મુશ્કેલી પડે છે.માટે તે ખૂબ જ ઓછુ ઉડી શકે છે.પણ તેની પર બનેલા ગીતો લોકો ને ખુબ ગરબા ગવડાવે છે.મોર તેના ભરાવદાર શરીર રચના ને કારણે હંમેશા પોતાના પગ પર આધાર રાખે છે. ભયગ્રસ્ત પરિસ્થિતિ મા પણ તે ઝડપથી દોડ લગાવે છે.

મોર માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે, જે ખાસ કરીને નર મોર ની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષા ઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર આ પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને “કળા કરી” કહેવાય છે.

આ છે ”મોરલો ટહુકા કરતો જાય રે” આનું સંગીત પણ એકદમ અલગ અને મસ્ત છે ટહુકા પછી મોરલો આવે એવું સુપરહિટ ગરબા નું ગીત છે પણ આ એનાથી અલગ દાંડિયા ગીત દાંડિયા રમવા ની પણ અલગ રીત છે.

આ વિડીયો માં જે પ્રમાણે દાંડિયા રમે છે એ વગર પ્રેક્ટિસે કરસો તો કોક નાં હાથ ભાંગી નાખસો એટલે જરા સાવધાની થી પેલા બરોબર પ્રેક્ટીસ કરી ને કુદજો

એ હાલો હાલો કરી ને દયા ભાભી ની જેમ નાં કરતા ને કરો તો હાથ ભાંગતો વિડીયો જરૂર બનાવજો સોસીયલ મીડિયા પર મૂકી ને બતાવજો લોકો ને ખુબ ગમશે.

મોરલો ટહુકા કરતો જાય રે…

માના ગુણલા ગાતો જાય રે …

માના ગુણલા ગાતો જાય રે…

મોરલો મનોમન બહુ હરખાય રે ….

મોરલો ટહુકા કરતો જાય રે…

નીચે વિડીયો માં જુયો મોરલો ટહુકા કરતો જાય રે મોરલો …..

વિડીયો