માણસ પોતાના જીવનની સમસ્યાઓથી પીછો છોડાવવા અથાગ પ્રયાતો કરે છે, પરંતુ તે સમસ્યાઓ માણસને ઘેરી જ લે છે. દરેક વ્યક્તિ પોતાની તમામ તકલીફો માંથી છુટકારો મેળવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્ન કરે છે, અને જાત જાતના ઉપાય કરે છે, જેથી તેના જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહી છે, તે બધી દુર થઇ જાય અને તેના ઘર પરિવારમાં ખુશીઓ જળવાઈ રહે. પરંતુ ઘણી વખત જોવામાં આવે છે કે થોડી તકલીફો એવી હોય છે જે પીછો છોડવાનું નામ નથી લેતી. એ કારણે જ વ્યક્તિએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યાં સુધી કે તેણે આર્થિક તંગી સામે પણ ઝઝૂમવું પડે છે. જો તમારા જીવનમાં પણ સમસ્યાઓ ચાલી રહી છે, તો તમે મોરના પીંછાંનો ઉપયોગ કરીને તમે તમારી તમામ સમસ્યાઓને દુર કરી શકો છો.
મોરપીંછ દેખાવમાં જેટલું સુંદર હોય છે, એટલું જ તે કામનું પણ માનવામાં આવે છે. મોરનું પીછું તમારી ઘણા પ્રકારની સમસ્યાઓને દુર કરી શકે છે. આજે અમે તમને આ લેખ દ્વારા મોરના પીંછાંના ૭ ટોટકા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમે તમારા બાળકને ખરાબ નજરથી બચાવવા માંગો છો, તો તેના માટે નવજાત બાળકને મોરપીંછનું ચાંદીનું તાવીજ પહેરાવી દો.
જો તમે આર્થિક રીતે દુ:ખી થઇ રહ્યા છો, અને તમે આર્થિક લાભ મેળવવા માંગો છો. તો તેના માટે કોઈ મંદિરમાં જઈને મોરપીંછને રાધા કૃષ્ણના મુકુટમાં લગાવી દો, અને ૪૦ દિવસ પછી તેને લઇને તિજોરીમાં મૂકી દો. તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દુર થશે.
જો કોઈ ગ્રહ તમને અશુભ અસર કરી રહ્યો છે, તો તેના માટે તમે મોરપીંછ ઉપર ૨૧ વખત ગ્રહના મંત્ર બોલીને પાણીના છાંટા નાખો, અને તેને શ્રેષ્ઠ સ્થાન ઉપર સ્થાપિત કરી દો જ્યાંથી તે વ્યવસ્થિત દેખાય. તેનાથી ગ્રહોની ખરાબ અસર દુર થશે.
જો તમે તમારા ઘરના કોઈ મુખ્ય દરવાજા ઉપર મોરનું પીછું લગાવો છો, તો તે ઘણું શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા અને જીવ જંતુ ઘરમાં પ્રવેશ નથી કરતા. તેના માટે તમે ૩ મોરપીછા લગાવીને ‘ૐ દ્વારપાલાય નમઃ જાયગ્ર સ્થાપત્યે સ્વાહા’ મંત્ર લખો અને નીચે ગણેશજીની મૂર્તિ જરૂર મુકો.
જો તમે આગ્નેય ખૂણા(અગ્નિકોણ) માં મોરનું પીછું લગાવો છો, તો તેનાથી ઘરનું વાસ્તુ વ્યવસ્થિત થઇ જાય છે, તે ઉપરાંત ઇશાન ખૂણામાં કૃષ્ણ ભગવાનના ફોટા સાથે મોરનું પીછું લગાવો. તેનાથી તમારા ઘર પરિવારમાં ખુશાલી જળવાયેલી રહેશે.
જો તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવવા માંગો છો, તો તેના માટે મોરના પીંછાં ઉપર હનુમાનજીનું સિંદુર મંગળવાર અને શનિવારે તેમનું નામ લઇને લગાવો, અને સવારે મોઢું ધોયા વગર તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. તેનાથી તમારા દુશ્મનોથી છુટકારો મળશે.
જો તમારા ઘરનું બાળક ચીડિયું થઇ ગયું છે, કે રડતું રહે છે, કે પછી તેનો સ્વભાવ જીદ્દી છે. તો ધાબાના પંખા ઉપર મોરનું પીછું લગાવી દો. તેનાથી થોડા જ દિવસોમાં તેનું જીદ્દીપણું દુર થઇ જશે.
ઉપર અમે જે અમે તમને મોરના પીંછાંના ટોટકા જણાવ્યા છે, જો તમે આ ટોટકાને અપનાવો છો તો તેનાથી તમે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ માંથી છુટકારો મેળવી શકો છો. આ ટોટકા જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા અસરકારક માનવામાં આવે છે.