બજારમાં પણ ઘણા પ્રકારની વસ્તુઓ અને સાધનો સરળતાથી મળી રહે છે, જે મચ્છરોને મારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, આ વસ્તુઓ ન માત્ર આરોગ્ય માટે નુકશાનકારક છે, પરંતુ તેનો ઉપયોગ તમારા ઘરના બજેટને પણ બગાડી શકે છે. એટલા માટે અમે તમને મચ્છર મારવાનું સાધન જણાવવા જઈ રહ્યા છીએ જે અલગ છે અને સંપૂર્ણ રીતે દેશી બનાવટ છે.
આ છે મચ્છર મારવાનું સાધન :
જો તમે દર મહીને તમારા ઘરમાં મચ્છર મારવાના સાધનો ઉપર ખર્ચ થતા પૈસાનો હિસાબ કરો તો તે ઘણો વધુ થશે. કોઈ કોઈ ઘરમાં લોકો હજારો રૂપિયા સુધી મચ્છરો મારવા અને તેનાથી બચવા માટે ખર્ચ કરી નાખે છે. પરંતુ આજે અમે તમને મચ્છર મારવાના એવા સાધન વિષે જણાવીશું, જેના માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નહિ પડે. આ સાધનની ખાસ વાત એ છે કે તે તમે તમારા ઘરે જ નકામી વસ્તુમાંથી બનાવી શકો છો.
તેના માટે તમારે માત્ર ખાલી કોલ્ડડ્રીંકની બોટલની જરૂર પડે છે. તેના માટે જો તમારા ઘરમાં ખાલી કોલ્ડડ્રીંકની બોટલ રહેલી છે તો તેને ફેંકી દેશો નહિ. તમે ખાલી કોલ્ડડ્રીંકની બોટલથી મચ્છર મારવાનું સાધન તૈયાર કરી શકો છો. જે ઘણું અસરકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને મચ્છર મારવાનું સાધન જણાવીશું જેની મદદથી તમે આખા ઘરના મચ્છરને સાફ કરી શકો છો. સાથે જ આ સાધન ઘણું સસ્તું છે. તેના માટે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂર પણ નહિ રહે. તો આવો જોઈએ કે કેવી રીતે બને છે મચ્છર મારવાનું સાધન?
આવી રીતે બનાવીશકાય છે મચ્છર મારવાનું સાચું સાધન :
કીલ્ડડ્રીંકની ખાલી બોટલ માંથી મચ્છર મારવાનું સાચું સાધન બનાવી શકાય છે. કોલ્ડડ્રીંકની ખાલી બોટલથી તમે ઘરે જ ‘મોસ્કીટો ટ્રેપ’ બનાવી શકો છો. આ રીત જાણ્યા પછી તમે ઘરે બેઠા જ મચ્છર મારવાનું દેશી સાધન બનાવી શકો છો, અને તમારા ઘરના મચ્છરો માંથી છુટકારો મેળવી શકો છો. જો તમે મચ્છર મારવા માટે મોસ્કીટો ફોઈલથી લઈને શરીર ઉપર લગાવવામાં આવતા ઓડોમોસ, ઓલઆઉટ, મોર્ટીન અને બીજી ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરો છો, તો આ દેશી સાધન તમારા માટે સૌથી ઉત્તમ રહેશે.
ઘરોમાં મળી આવતી કોલ્ડડ્રીંકની ખાલી બોટલથી મચ્છર મારવાનું સાધન બનાવવા માટે તમારે જે વસ્તુની જરૂરીયાત રહે છે તે છે, ૨.૫ લીટર વાળી કોલ્ડડ્રીંકની ખાલી બોટલ, ૫૦૦ml પાણી, અડધી ચમચી મધ, પેકિંગ ટેપ પહોળી સાઈઝ વાળી, બ્રાઉન શુગર અને કાતર કે પેપર નાઈક. આ દેશી સાધન તૈયાર કરવા માટે તે બોટલની અંદર એક એવું લીક્વીડ નાખવામાં આવે છે, જેનાથી મચ્છર પોતાની જાતે તેની અંદર આવીને ફસાઈ જાય છે. પછી તેની અંદર ફસાઈને મરી જાય છે. તમારે આ દેશી સાધનનો એક વખત જરૂર ઉપયોગ કરવું જોઈએ.
કીલ્ડડ્રીંકની ખાલી બોટલ માંથી ‘મોસ્કીટો ટ્રેપ’ બનાવવા માટે જુઓ આ વિડીયો.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)