મોતીના દાણા જેવા અક્ષર છે આ છોકરીના, જોઈને તમે મિથુનની જેમ કહેશો ક્યા બાત…. ક્યા બાત….

આ છોકરીના હાથનું લખાણ જોઈને કમ્પ્યુટર પણ શરમાઈ જશે, તમારા મોઢા માંથી નીકળશે “વાહ….”

કહેવામાં આવે છે કે પ્રતિભાને કેટલી પણ છુપાવી લો પણ તે પોતાનો રસ્તો શોધીને જાતે જ ખુલીને સામે આવી જ જાય છે. સ્કુલમાં બાળકોને જો સૌથી પહેલા કાંઈક શીખવવામાં આવે છે, તો તે છે સુંદર અક્ષર. જે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીના અક્ષર સારા હોય છે તેમને એટલી જ પ્રશંસા મળે છે. અને સારું લખાણ વાંચવા વાળા ઉપર પણ તેની સારી અસર થાય છે.

એવી જ એક વિદ્યાર્થીનીનું લખાણ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર સેંસેશન બનેલું છે, જેણે સુંદર લખાણના બધા જુના રેકોર્ડ તોડી નાખ્યા છે. તે છોકરીનું લખાણ જોઈને લોકોના મોઢા માંથી માત્ર “WOW” નીકળી રહ્યું છે. લોકો તેને જોઈને વિશ્વાસ નથી કરી શકતા.

દુનિયાનું સૌથી સુંદર લખાણ : આ સુંદર અક્ષરો લખવા વાળી છોકરીનું નામ છે પ્રકૃતિ મલ્લા. તે નેપાળની રહેવાસી છે. પ્રકૃતિએ નેપાળમાં લેવલ હેંડરાઈટીંગ સ્પર્ધા પેનમેમશીપ જીતી હતી. નેપાળ સરકારે તેના હસ્તાક્ષરને દેશના સૌથી સુંદર હસ્તાક્ષર તરીકે સ્થાન આપ્યું છે. પ્રકૃતિના આ લખાણને જોઈને કોઈ પણ ફિદા થઈ જાય છે અને તેના અક્ષર જોયા પછી બધાના મોઢા માંથી બસ એવું નીકળે છે કે, કોઈ આટલું સારું અને આટલા બરોબર અક્ષર કેવી રીતે લખી શકે છે?

પ્રકૃતિ મલ્લા નેપાળના જ ભક્તપુરમાં રહે છે. જયારે તેણીએ 2017 માં આ પેનમેનશીપ સ્પર્ધા જીતી હતી ત્યારે તે આઠમાં ધોરણમાં હતી. તે ભક્તપુરની જ સૈનિક આવાસિય સ્કુલમાં ભણી છે. પ્રકૃતિએ હાલમાં દુનિયાની સૌથી સુંદર હેંડરાઈટીંગની કોઈ સ્પર્ધા તી નથી જીતી પણ તેના વિષે કહેવામાં આવે છે કે, તેના અક્ષર દુનિયાના સૌથી સુંદર અક્ષર માંથી એક છે. તેની હેંડરાઈટીંગ જોઇને પણ એવું જ લાગે છે કે કોઈ આનાથી સુંદર નહિ લખી શકે.

પ્રકૃતિના મોતી જેવા સુંદર અક્ષર વાળા લખાણ માટે દેશમાં ઘણી જગ્યાએ તેને સન્માનિત કરવામાં આવી ચુકી છે. આશ્ચર્યની વાત છે કે તેના લખાણના જે ફોટા શેર થયા તેની જાણ તેને ઘણી મોડેથી થઈ. જાણીતી લીડરશીપ કોચ કીરસ્ટીન ફર્ગ્યુસને પ્રકૃતિની પ્રશંસા કરતા લખ્યું હતું કે, તે નેપાળની 8 વર્ષની છોકરીની હેંડરાઈટીંગ છે, જેને દુનિયાની સૌથી સુંદર હેંડરાઈટીંગ માનવામાં આવે છે. (2017 માં કરેલી ટ્વીટ)

2 કલાક અભ્યાસ : પ્રકૃતિ વિષે કહેવામાં આવે છે કે તે રોજ બે કલાક અભ્યાસ કરે છે એટલા માટે તેનું લખાણ આટલું સારું થયું છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેની હેંડરાઈટીંગ જોયા પછી કહ્યું આટલા સુંદર હેંડરાઈટીંગને તો કમ્પ્યુટરના ફોંટ બનાવીને પ્રોગ્રામ બનાવવો જોઈએ. ઘણા લોકો તેની બારીકાઇને પકડીને કહી રહ્યા છે કે, આ રાઈટીંગમાં એક એક અક્ષર સમાન અંતર સાથે લખવામાં આવ્યા છે. દરેક આલ્ફાબેટને એક જેવા બનાવવામાં આવ્યા છે, કોઈ તેના મીમ્સ બનાવીને કહી રહ્યા છે કે, દુનિયામાં કોઈ આવું લખી જ નથી શકતું.

તેની કરસીવ રાઇટીંગ લોકોને એટલી પસંદ આવી રહી છે કે, તે તેને કૈલીગ્રાફી સાથે કંપેયર કરી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે, હવે સ્કૂલોમાં પ્રકૃતિ જેવા અક્ષર કાઢતા શીખવવું જોઈએ. ઘણા લોકો તો એવા પણ હતા જે એ વાત ઉપર વિશ્વાસ નથી કરી રહ્યા કે, કોઈ હાથથી આટલું સારું લખી શકે છે અને તે તેને કમ્પ્યુટરાઈજ્ડ રાઈટીંગ કહી રહ્યા હતા. પણ ઉપર આપવામાં આવેલા તમામ ફોટા કાગળ ઉપર લખેલા હેંડરાઈટીંગના છે. અને તેના એક એક અક્ષર પ્રકૃતિના હાથથી લખવામાં આવ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.