આ છે દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ, કિંમત જાણીને ઊડી જશે હોશ.

ફ્રેન્ચ ફ્રાઈસ લવરોએ જરૂર જાણવું જોઈએ દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ વિષે, જાણો તે ક્યાં મળે છે?

દુનિયાભરના શેફ દિવસે ને દિવસે કંઈક નવું અને ક્રિએટિવ કરતા રહે છે. ઇન્ટરનેટની દુનિયામાં તેમની ક્રિએટીવીટીના કિસ્સા ઘણી વખત સામે આવતા રહે છે. તેઓ પોતાની અલગ અને અનોખી ડીશને લીધે રાતોરાત પ્રખ્યાત થઇ જાય છે. ક્યારેય કોઈ શેફ લાંબા પિઝા બનાવી પોતાનું નામ બનાવી લે છે, તો કોઈ એવી અજીબોગરીબ ડીશ બનાવી દે છે જેના લીધે તેમના નામે વર્લ્ડ રેકોર્ડ બની જાય છે.

ન્યુયોર્કના બે શેફે પણ આવું જ કંઈક કરી દેખાડ્યું છે. જેના લીધે તેઓ પ્રખ્યાત થઇ ગયા છે. તે બંનેએ મળીને દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર કરી છે. તેમણે પોતાની આ સ્પેશીયલ ફ્રેન્ચ ફ્રાઈસને ‘Creme de la Creme Pomme Frites’ નામ આપ્યું છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ ફ્રેન્ચ ફ્રાઈસ ન્યુયોર્ડમાં આવેલ Serendipty3 રેસ્ટોરેન્ટમાં કામ કરવા વાળા શેફ “જો” અને શેફ “ફ્રેડ્રિક” એ તૈયાર કરી છે. દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવામાં ચીપરબેક બટાકા, લેબ્લાંક ફ્રેન્ચ શૈમ્પેન, ડોમ પેરીગનન શૈમ્પેન, વિનેગર, ગ્વેરાંડ ટ્રફલ મીઠું, ટ્રફલ ઓયલ, ઇટલીમાં બનેલું ચીઝ, ટ્રફલ બટર, ઓર્ગેનિક A2 ગ્રાસ ફેડ ક્રીમ અને ખાવા યોગ્ય ગોલ્ડ ડસ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે.

શેફએ જણાવ્યું કે, ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીને જયારે તેમણે તેને વેચવા માટે મૂકી તો એક કસ્ટમરે તરત તેને 200 અમેરિકન ડોલર એટલે લગભગ 14,854 રૂપિયામાં ખરીદી લીધી. તે પછી આ ડીશનું નામ દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસના રૂપમાં નોંધાયું. આ અમેરિકાની ક્લાસિક ડીશ છે. સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનું નામ ગિનીસ બુકમાં નોંધાયા પછી શેફ “જો” અને શેફ “ફ્રેડ્રિક” ઘણા ખુશ છે.

આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.