ટાટાની આ કાર બની દેશની સૌથી વધારે વેચાવા વાળી ઇલેક્ટ્રિક કાર

દેશની જાણીતી કાર નિર્માતા કંપની ટાટાની ઇલેક્ટ્રિક કાર ટાટા ટિગોર ઈવી Tata Tigor EV દેશમાં સૌથી વધારે વેચાવા વાળી ઇલેક્ટ્રિક કાર બની ચુકી છે. ભારતીય બજારની વાત કરવામાં આવે તો 2019 માં એપ્રિલ-ડિસેમ્બરમાં કુલ 1,554 ઇલેક્ટ્રિક કારોનું બુકીંગ થયું છે અને આ પિરિયડમાં ટાટા ટિગોરના કુલ 669 યુનિટ વેચાયા. ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી ટાટા ટિગોરે ઇલેક્ટ્રિક કારોના વેચાણમાં બાજી મારી છે.

પાવર અને સ્પેશિફિકેશન :

પાવર અને સ્પેશિફિકેશનની બાબતમાં Tata Tigor EV માં 72 V 3 ફેઝ AC ઇન્ડક્શન મોટર આપવામાં આવી છે, જે 4500 Rpm પર 30 kW નો પાવર અને 2500 Rpm પર 105 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. મોટરને પાવર આપવા માટે આ કારમાં 21.5 kWh ની બેટરી લગાવવામાં આવી છે. ટ્રાન્સમિશનની વાત કરવામાં આવે તો આ કારમાં સિંગલ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

ચાર્જિંગ સમયની વાત કરવામાં આવે તો આ કારને 11.5 કલાકમાં ફૂલ ચાર્જ કરવામાં આવી શકાય છે. તેમજ ફાસ્ટ ચાર્જિંગની વાત કરવામાં આવે તો આ કારને ફાસ્ટ ચાર્જર દ્વારા ફક્ત 2 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. મહત્તમ સ્પીડની વાત કરવામાં આવે તો આ કારને 80 કિમી પ્રતિ કલાકની સ્પીડમાં ચલાવી શકાય છે. રેંજની વાત કરવામાં આવે તો દાવો કરવામાં આવે છે કે સિંગલ ચાર્જમાં આ કાર 213 કિમી સુધી જઈ શકે છે.

ફીચર્સ :

ફીચર્સની બાબતમાં Tata Tigor EV માં બ્લુટુથ, યુએસબી અને AUX કનેક્ટિવિટી સાથે હરમન 2-DIN ઓડિયો સિસ્ટમ, 14 ઇંચના વ્હીલ, હાઈટ એડજેસ્ટેબલ ડ્રાઈવર સીટ, શાર્ક-ફિન એન્ટેના અને એલઇડી ટેલ લેંપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કલર ઓપશનની વાત કરવામાં આવે તો Tata Tigor EV પિયરલેસેંટ વ્હાઇટ, મિશ્રી બ્લુ અને રોમન સિલ્વર જેવા કલર ઓપશનમાં આવે છે.

સેફટી ફીચર્સ :

સેફટી ફીચર્સની બાબતમાં Tata Tigor EV માં ડ્યુઅલ એયરબેગ, એન્ટી લૉક બ્રેકીંગ સિસ્ટમ જેવા સેફટી ફીચર આપવામાં આવ્યા છે.

કિંમત :

કિંમતની વાત કરવામાં આવે તો Tata Tigor EV ની શરૂઆતી એક્સ શો રૂમ કિંમત 9,54,175 રૂપિયા છે.

ડાયમેંશન :

ડાયમેંશનની વાત કરવામાં આવે તો Tata Tigor EV ની લંબાઈ 3992, પહોળાઈ 1677, ઉંચાઈ 1537, વહીલબેઝ 2450, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 176, બુટ સ્પેસ 255, ટર્નિંગ રેડિયસ 5.1 મીટર, વજન 1590 કિલો અને સીટિંગ કેપેસીટી 5 સીટર આપવામાં આવી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.