મોટા દંડથી બચાવી શકે છે તમારો સ્માર્ટ ફોન, જાણો કેવી રીતે બચી શકો છો તમે ટ્રાફિકના મોટા દંડથી.

તમે થોડી એવી સાવચેતી અને ડીઝીલોકર (DigiLocker) કે પછી એમપરિવહન એપ (M-PARIVAHAN APP)નો ઉપયોગ કરો, તો ભારે ભરખમ ચલણ અને બીજી માથાકૂટ માંથી મુક્તિ મેળવી શકો છો.

નવી દિલ્હી. જેએનએન. paperless driving possible in India: મહિનાની શરૂઆત એટલે ૧ સપ્ટેમ્બરથી દેશભરમાં સંશોધિત મોટર વાહન અધિનિયમ (motor vehicle act 2019) અમલમાં આવ્યા પછી ટ્રાફિક નિયમોનું ઉલંધન કરીને વાહન ચાલકો ઉપર ભારે ભરખમ દંડ લગાવવામાં આવી રહ્યા છે. દંડની બાબતમાં બેદરકારીમાં ફસાયેલા દિલ્હી-એનસીઆરના જ ત્રણ લોકોના ચલણ અનુક્રમે ૨૩૦૦૦, ૨૪૦૦૦ અને ૩૫૦૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે.

બેદ્ર્કરીને લીધે સ્કુટી ચાલક દિનેશ મદાન નામના વ્યક્તિનું ચલણ ૨૩,૦૦૦ રૂપિયા તો ગુરુગ્રામ (સુભાષનગર)ના રહેવાસી જયનારાયણને ૨૪,૦૦૦ રૂપિયાનું ચલન અને ત્રીજા ઓટો ડ્રાઈવરનું ચલણ ૩૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. આ ત્રણે કેસ દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામના છે, પરંતુ ત્રણેય કેસની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. આ અંગે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે થોડી એવી સાવચેતી અને ડીઝીલોકર (DigiLocker) કે પછી એમપરિવહન એપ (M-PARIVAHAN APP)નો ઉપયોગ કરો તો ભારે ભરખમ ચલણ અને બીજી માથાકૂટ માંથી મુક્તિ મેળવી શકો છો.

ડીઝીલોકર (DigiLocker) કે પછી એમપરિવહન એપ (M-PARIVAHAN APP) કરો ડાઉનલોડ

તેનાથી કોઈ મુશ્કેલી વગર આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે વહન ચાલકોએ પોતાના સ્માર્ટફોનમાં સૌથી પહેલા ડીઝીલોકર (DigiLocker) કે પછી એમપરિવહન એપ (M-PARIVAHAN APP) ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર પછી આગળની પ્રક્રિયા હેઠળ સાઈનઅપ કરવા માટે પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. આ પ્રક્રિયા પૂરી થતા જ તમારા મોબાઈલ

ફોન ઉપર એક ઓટીપી (One Time Password) આવશે. આ ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ કરવાનું રહેશે. પછી તેના આગળના તબક્કામાં લીગીંગ કરવા માટે તમારું યુઝર માન અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ત્યાર પછી તમારું ડીઝીલોકર એકાઉન્ટ બની જશે. ત્યાર પછી નક્કી કરવામાં આવેલા નિયમ હેઠળ તમારે તમારો આધાર નંબર પ્રમાણિત કરવાનો રહેશે.

ત્યાર પછી આધાર ડેટાબેઝમાં પહેલા નોધાયેલા મોબાઈલ નંબર એક ઓટીપી આવશે. ત્યાર પછી ઓટીપી એન્ટર કર્યા પછી આધાર કાર્ડ પ્રમાણિત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ત્યાર પછી તમારું ડીઝીલોકર એકાઉન્ટ બની જશે. હવે તેમાં તમારો આધાર નંબર પ્રમાણિત કરો.

ડીઝીલોકરની ખાસિયત

ડીઝીલોકર બનતા જ તમે તમારી આરસી (certificate of registration), લાયસન્સ અને વીમાની નકલ ડાઉનલોડ કરી શકો છો. એમ કર્યા પછી તમને આ બધી વસ્તુઓ તમારી પાસે રાખવાની માથાકૂટ માંથી મુક્તિ મળી જશે. એટલું જ નહિ, ક્યાય પણ ટ્રાફિક પોલીસને તમે જરૂર પડે ત્યારે આ તમામ કાગળો ડીઝીલોકરની મદદથી દેખાડી શકો છો. તે ઉપરાંત, બીજી જગ્યાએ પણ જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકાય છે.

ખરેખર શું છે ડીઝીટલ લોકર

ડીઝીટલ લોકર અથવા ડીઝીલોકર એક પ્રકારનું વર્ચ્યુઅલ લોકર છે. આ સુવિધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ પહેલા જુલાઈ ૨૦૧૫માં લોન્ચ કર્યું હતું. તે અલગ વાત છે કે તેની સાથે જોડાયેલા નિયમોને ૨૦૧૭માં નોટીફીકેશન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પરિવહન મંત્રાલય તરફથી જણાવવામાં આવી ચુક્યું છે કે એક વખત લોકરમાં પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તે ડોક્યુમેન્ટ પોતાની પાસે દરેક વખતે રાખવાની જરૂર નથી રહેતી.

સબંધિત અધિકારીઓ એટલે કે પરિવહન વિભાગ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ માંગે ત્યારે તમે તેને બતાવીને તમારું કામ ચલાવી શકો છો. અધિકારીઓએ તે માન્ય રાખવું પડશે, કેમ કે સરકાર તેને માન્યતા આપી ચુકી છે.

સેફ રહે છે ડીઝીટલ લોકર

આ સુવિધા મોબાઈલ ફોન ઉપર ઉપલબ્ધ થતા જ તમે ક્યાય પણ અને ક્યારે પણ તમારા ડોક્યુમેન્ટસ તેના દ્વારા જમા કરાવી શકો છો. એટલું જ નહિ, ડીઝીટલ લોકર સ્કીમમાં દરેક ભારતીય શેક્ષણિક, મેડીકલ, પાસપોર્ટ અને પેન કાર્ડ ડીટેલ્સ ફોર્મમાં મૂકી શકો છો.

તે મોબાઈલ ફોનમાં એમપરિવહન એપમાં ગાડીના માલિકનું નામ, રજીસ્ટ્રેશનની તારીખ, મોડલ નંબર, ઇન્શ્યોરન્સની માન્યતા વગેરે જાણકારી રહે છે. તેવામાં વાહન ચાલકો કોઈ પણ પ્રકારના કાગળો સાથે લઈને જ્વાની જરૂર નથી રહેતી. તેને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત છે.

પરિવહન મંત્રાલય આપી ચુકી છે મંજુરી

પરિવહન મંત્રાલય પહેલા જ જણાવી ચુક્યા છે ડીઝીલોકર અને એમપરિવહન એપ ઉપર રહેલા દસ્તાવેજની ઈલેક્ટ્રોનિક નકલને માન્ય ગણવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોના પરિવહન વિભાગો અને ટ્રાફિક પોલીસને તે અંગે નિર્દેશ આપતા જણાવ્યું હતું કે ચકાસણી માટે દસ્તાવેજોની ઓરીજીનલ નકલ ન લેવી.

૧ સપ્ટેમ્બરથી લાગુ પાડવામાં આવ્યા છે નવા મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯

૧ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નિયમ હેઠળ હેલ્મેટ ન પહેરવા કે સીટ બેલ્ટ ન લગાવવા વાળા ઉપર ૧,૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. જો કે પહેલા ૧૦૦ રૂપિયા હતા, જયારે લાયસન્સ વગર ડ્રાઈવિંગ ચલાવવા વાળા ઉપર ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે કે ત્રણ મહિનાની જેલ થઇ શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.