બાળપણ ઘણું જ સુંદર હોય છે અને આ ઉંમરમાં બાળક કોઈ પણ પ્રકારના ટેન્શન વગર હસે છે રમે છે. ફિલ્મ માસુમનું એ ગીત ‘છોટા બચ્ચા સમજ કે ના કોઈ આંખ દિખાના રે’ તે ગીત ઘણું ફેમસ થયું હતું. પરંતુ એ ગીતને સાચું સાબિત કર્યું એક ૧૩ વર્ષના બાળક એ અને તેણે મોટા મોટાને ચકિત કરી દીધા છે. અને તમને એક એવા બાળક સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે IAS ના વિદ્યાર્થીઓ ને ભણાવે છે, ૧૩ વર્ષ નો આ બાળક IAS ના વિદ્યાર્થીઓને આપે છે કોચિંગ. યુટ્યુબ ઉપર યુપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ભણાવતો વિડીયો શેર કર્યો. જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.
૧૩ વર્ષનું છે આ બાળક IAS વિદ્યાર્થીઓને આપે છે કોચિંગ :-
૧૩ વર્ષના આ બાળકની સ્માર્ટનેસ એટલી તેજ છે કે તેના અભ્યાસનો વિડીયો ઘણો વાયરલ થાય છે. તે અઘરામાં અઘરા પ્રશ્નોને પણ પોતાની ટ્રીકથી ઉકેલી આપે છે. આ બાળકનું નામ અમર અવાસ્તવિક થોગીતિ છે અને તે તેલંગાનાના એક નાના એવા ગામ મંચેરીયલનો રહેવાસી છે. અમરને તેના પિતા ટ્રેન કરે છે અને અમર યુટ્યુબ ચેનલ ઉપર ભૂગોળના ક્લાસ આપે છે. અમર પોતાની ચેનલ ઉપર દેશ, તેના લોકેશન અને નદીઓને યાદ કરવાની ટ્રીક બતાવે છે. યુટ્યુબ ઉપર અમરના ૨ લાખ ફોલોઅર્સ છે અને તેની શરુઆત ત્રણ વર્ષ પહેલા તેમણે કરી.
થોડા સમય પહેલા અમર એ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા પોતાના એક ઈન્ટરવ્યુંમાં પોતાની આ ચેનલ અને ભવિષ્યની યોજનાઓ વિષે ખુલીને જણાવ્યું. અમરએ જણાવ્યું, જયારે હું પાંચમાં ધોરણમાં હતો ત્યારે મને એટલસ સાથે રમવું ઘણું ગમતું હતું. માતા પિતાજી એ મારા ઈંટરેસ્ટ ને જોઈએ ને મને ભૂગોળ ભણાવવાનું શરુ કરી દીધું. એમ જ એક દિવસ મેં ભૂગોળ ભણાવવાની એક્ટિંગ કરી અને મારી માં એ ફોનમાં રેકોર્ડ કરી લીધું. આ વિડીયો યુટ્યુબ ઉપર શેર કર્યો. તે વિડીયોના રિસ્પોન્સ ઘણા સારા રહ્યા અને ત્યારથી અમે ઘણા વિડીયો પોસ્ટ કરી રહ્યા છીએ.
IAS ઓફિસર બનવા માંગે છે અમર :-
૧૩ વર્ષ ના અમર ૯ માં ધોરણ માં ભણે છે અને તે વિકેંડ ઉપર પોતાના યુટ્યુબ ચેનલ ઉપર એક પોસ્ટ અપલોડ કરે છે. અમર પોતાની ચેનલને આગળ લઇ જવા માંગે છે અને તેના માટે તો વહેલી તકે ઇકોનોમિકસ અને પોલીટીકલ સાયન્સની ટ્રેનીંગ આપવાનો પ્લાન કરી રહ્યા છે અને અમરનું સપનું છે તે આઈએએસ ઓફિસર બનીને દેશની સેવા કરે. પોતાના સપના વિષે અમર જણાવે છે, હું આઈએએસ ઓફિસર બનીને દેશને વધુ આગળ વધારવા માગું છું. આપણા દેશમાં એવા કાયદા છે પરંતુ તેને સારી રીતે અમલ નથી કરવામાં આવતો. જયારે હું આઈએએસ બની જઈશ ત્યારે એ ધ્યાન રાખીશ કે આ કાયદા સારી રીતે અમલ થાય અને તેને ફોલો કરે.
અમરના નાના ભાઈ વિગ્નેશની પણ પોતાની યુટ્યુબ ચેનલ છે અને બન્ને મળીને વિડીયો બનાવવા લાગ્યા છે, તેને બાળકો ઉપર ગર્વ છે અને તેમનું માનવું છે કે બન્ને બાળકો ઘણા ટેલેન્ટ છે અને બીજાની સરખામણીમાં ઘણા જલ્દી વાતો સમજે છે. ફીજીક્સ અને મેથ્સ અમર ના ફેવરીટ વિષય છે અને તેને યુટ્યુબ ઉપર બ્રહ્માંડ સાથે જોડાયેલા વિડિયોઝ જોવા ઘણા પસંદ છે. નવરાશના સમયમાં તે પુસ્તકો વાંચે છે અને તેનું ફેવરીટ પુસ્તક The brief history of time’ અને The Alchemist છે.
જુઓ વિડીઓ :
https://youtu.be/z3oRaZIpDmQ