મોટામાં મોટું દુઃખ ક્ષણ ભરમાં સમાપ્ત કરી દેશે શિવજીનો આ લવીંગ વાળો ઉપાય.

દુઃખ એક એવી વસ્તુ છે, જે દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક જરૂર આવે છે. જયારે તે દુઃખ આવે છે તો આપણું જીવન વેરવિખેર થવા લાગે છે. આપણે ડીપ્રેશનમાં જતા રહીએ છીએ અને એવું વિચારીએ છીએ કે ખરેખર ક્યારે આ દુઃખ માંથી આપણેને છુટકારો મળશે. એવું નથી કે તે દુઃખો માંથી છુટકારો કરવાનો પ્રયાસ નથી કરતા, ઘણી વખત અથાગ પ્રયાસ કરવા છતાં પણ તે દુઃખ આપણો પીછો છોડવાનું નામ જ નથી લેતું.

તેવામાં આપણી છેલ્લી આશા ભગવાન જ હોય છે. રોજના કરોડો લોકો પોતાના દુઃખો માંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરે છે. ભગવાન શિવ દુનિયાના સૌથી શક્તિશાળીઓ માંથી એક છે. કહે છે તેમણે બ્રહ્મા અને વિષ્ણુ સાથે મળીને શ્રુષ્ટિનું સર્જન કર્યું હતું. એ કારણ છે કે ભારતમાં પણ તમને શિવ મંદિર સૌથી વધુ જોવા મળશે.

તમે આ પહેલા ઘણી વખત શિવજીની આરાધના કરી હશે, આમ તો આજે અમે તમને એક અનોખો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે અજમાવ્યા પછી તમારા દુઃખ પલભરમાં દુર થઇ જશે. આ ઉપાય કરવા માટે તમે સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી તૈયાર થઇ જાવ. ત્યાર પછી લાલ રંગના વસ્ત્ર ધારણ કરી લો. હવે શિવજીની મૂર્તિ સામે બે ઘી ના દીવા પ્રગટાવો.

ત્યાર પછી એક લાલ કપડું તેમની સામે પાથરો. આ કપડા ઉપર ૭ લવિંગ રાખો. એક વાત ધ્યાન રાખશો કે આ લવિંગ આખા હોવા જોઈએ. એટલે કે તૂટેલા લવિંગ નહિ ચાલે. આ લાલ કપડા ઉપર પૂજાની સોપારી, નારીયેલ વાળો કળશ અને ૭ અગરબત્તી પણ લગાવી દો.

હવે તમારે વારા ફરતી લાલ કપડામાં રહેલી તમામ વસ્તુની પૂજા કરવાની છે. તેના માટે તમે હળદર, ચોખા, અબીલ અને કુમકુમ વગેરેનો ઉપયોગ કરી શકો છો. હવે શિવજીની આરતી કરો. આરતી પૂરી થયા પછી પહેલી આરતી શિવજીને આપો અને બીજી લાલ કપડા ઉપર રહેલી તમામ વસ્તુને આપો. ત્યાર પછી સાતે લવિંગ તમારા જમણા હાથમાં લો અને મુઠ્ઠી બંધ કરી લો.

હવે આ મંત્રનો ૭ વખત જાપ કરો – ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

ત્યાર પછી તમારી તકલીફ કે દુઃખ શિવજી સામે રાખો. હવે એક લવિંગ તમારા મોઢામાં શિવજીનું નામ લેતા લેતા મૂકી લો. બાકીના ૬ લવિંગ તમે એક ડબ્બીમાં કે કોઈ એવી વસ્તુમાં સાંચવીને શિવજી પાસે જ રહેવા દો. અને બીજા વધેલા લવિંગને તમારે દર સોમવારે ખાવાના છે. એટલે કે ૭ સોમવારમાં આ ૭ લવિંગ તમારે ખાવાના છે. જ્યારે પણ તમે લવિંગ ખાવ તે પહેલા શિવજીનું ધ્યાન કરો અને તેમની સાથે તમારા દુઃખોની ચર્ચા પણ કરો.

સોમવારના દિવસે જ તમારે શિવજીની સવાર અને સાંજના સમયે પૂજા કરવાની છે. તેની સાથે જ તમે સોમવારે ઉપવાસ પણ રાખી શકો છો. આ ઉપાય કુલ ૭ સોમવાર ચાલે છે. તે દરમિયાન તમે કોઈ પણ પ્રકારના નશા કે નોનવેજ પદાર્થનું સેવન ન કરો. જો તમે આ ઉપાય પૂરી વિધિ અને શ્રદ્ધા સાથે કરો છો તો તમને તમારા દુઃખો માંથી છુટકારો જરૂર મળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.