મોટાપાથી જીવનભર છુટકારો મેળવો, ફક્ત એક નાની પાણી પીવાની આયુર્વેદિક ફોર્મ્યુલાથી

આપણે ખાધા પછી દોઢ કલાક પછી પાણી પીવાનું છે, તે યાદ રાખો કે દોઢ કલાક પછી જ પાણી પીવાનું છે, પરંતુ પાણી કેવી રીતે પીવાનું છે, તે ખુબ મહત્વની વાત છે, તમે બધા સામાન્ય રીતે પાણી કેવી રીતે પીઓ છો, એક ગ્લાસ પાણી ભરેલો મોઢે લગાડ્યો અને ગટ ગટ કરીને એક સાથે પી ગયા, ગ્લાસ એક વખતમાં જ ખલાશ, ઘણા લોકો મોઢું ખોલીને ઉપરથી પાણી મોઢામાં નાખે છે, અને પાણી સતત ગટ ગટ જાય છે આ બન્ને રીત એકદમ ખોટી છે.

જો તમે ગટ ગટ ગટ ગટ સતત પાણી પીઓ છો તો તમારા શરીરમાં ત્રણ રોગ તો જરૂર આવવાના છે. પહેલા એપેન્ડીક્સ, બીજો હર્નિયા (આતરડું ઉતરવું) અને ત્રીજો Hydrocele. છે હર્નિયા સૌથી વધુ તે લોકોને થાય છે જે પુરું ગટ ગટ કરીને એક વખતમાં જ પાણી પીવે છે અને જે Hydrocele છે તે થોડા ઉંમર લાયક થયા પછી આવે છે સમાન્ય રીતે તે પુરુષોમાં આવે છે, હર્નિયા બહેનો માં પણ આવી શકે છે પરંતુ તે Hydrocele પુરુષોની બીમારી છે. આ ત્રણે રોગ તે લોકોને જરૂર થાય છે જે એક સાથે આખો લોટો કે ગ્લાસ પાણી ગટગટ્ટાવે છે.

એટલે કે એક સાથે ગટ ગટ પાણી પીવું સારું નથી તો તમારા મનમાં સવાલ થશે કે પાણી કેવી રીતે પીવું. તો અમે તમને રાજીવ દીક્ષિતજી એ જણાવેલ રીતો બતાવીએ છીએ. જે પાણી પીવાની સૌથી ઉત્તમ નિયમો છે. આયુર્વેદીકમાં પાણી પીવાની સાચી રીત તેઓએ બતાવેલ છે જે તમે ચા પીવો છો જેમ તમે કોફી પીવો છો અને જેમ તમે ગરમ દૂધ પીવો છો એવીરીતે જ સીપ સીપ કરીને પીવાનું છે. એક સીપ પછી થોડી વાર પછી બીજો સીપ લેવાનો છે.

જો તમે સીપ કરીને પાણી પીવો છો તો હું તમને જેટલા કહો તેટલા સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપવા તૈયાર છું કે જે કોઈ વ્યક્તિ જીંદગીમાં ચીપ કરીને પાણી પીશે, આયુર્વેદ ની ખાતરી છે કે જીંદગીમાં ક્યારેય મોટાપો નહી આવી શકે. ક્યારેય તે વ્યક્તિનું વજન નહી વધે. જેટલું વજન હોવું જોઈએ, જો પાણી સીપ સીપ પીશો તો જિંદગી ભર તેટલું જ વજન રહેશે.

તમે તેના ઉંધા પ્રશ્ન પૂછી શકો છો કે જો વજન વધી ગયું તો, તો તમે બિલકુલ ચિંતા ન કરશો . તમે સીપ કરીને પાણી પી લો ૬ થી ૭ મહિનામાં ૧૦ કિલો વજન તમારું ધટી જશે. આ જે મોટાપો છે, તે ધીરે ધીરે આવ્યો છે, એકદમથી નથી આવ્યો, એટલે ધીમે ધીમે જ ઓછો થશે. તે કુદરત નો નિયમ છે. જો તમે તેની વિરુદ્ધ જઈને વજન ઓછું કરશો તો એક વખત તો ઓછું થઇ જશે પરંતુ જેવી આ વસ્તુને છોડી દેશો એટલે પહેલા થી પણ વધુ મોટાપો થઇ જશે.

હવે તમારા મનમાં એક સવાલ આવશે કે પાણી પીવાથી વજન ઘટી ગયું તો? તેની તમે બિલકુલ ચિંતા ન કરો? જેટલું વધ્યું છે તેટલું જ ઘટશે. ઘટ્યા પછી સ્થિર બની જશે. તમે હમેશા સીપ કરીને પાણી પીઓ. બીજો ફાયદો તે થશે કે જે તમે કાલ થી જ જોશો, જો સીપ કરીને પાણી પીવાની ટેવ પાડી છે તો ઘુટણ નો દુઃખાવો છે તે ૭ દિવસ સતત પાણી પીવાથી ૨૫ % ઓછો થઇ જશે. તેવો જ એડી નો દુઃખાવો છે, કે સાંધાનો દુઃખાવો છે આ તો ૭ દિવસમાં ૧૦૦ % દુર થઇ જશે.

આ જે સાંધાનો દુઃખાવો તમને થાય છે તે ૨૫ થો ૩૦% ૭ દિવસમાં ઓછો થઇ જશે અને સવારે ઉઠતા જ જેને માથા નો દુઃખાવો કે ચક્કર આવે છે, તે ૭ દિવસમાં ત્રણેય દુર થઇ જશે. પહેલું સૂત્ર હતું ભોજન પછી પાણી ન પીવું, દોઢ કલાક પછી પીવાનું છે, અને થોડું પીવું છે તો સવારે જ્યુસ પીવાનું છે, બપોરે લસ્સી કે છાશ પીવાની છે, રાત્રે દૂધ પીવાનું છે અને બીજું સૂત્ર તે છે કે પાણી હમેશા સીપ સીપ કરી ને થોડું થોડું મમળાવી મમળાવી ને પીવાનું છે.

વિડીયો