દીકરીના લગ્નના દિવસે થયુ માતાનું મૃત્યુ, પછી નાની બહેને જે કર્યું તે જાણીને બધા કરી રહ્યા છે વંદન

ભારત દેશમાં છોકરાઓને દરેક વસ્તુમાં મહત્વ આપવામાં આવે છે. પછી એ છોકરીના લગ્ન હોય, માતા-પિતાની અર્થીને ખભો આપવાનો હોય કે પછી એમના ઘડપણમાં એમનો સહારો બનવાનું હોય, આ બધું છોકરો કરે છે. પણ જયારે એક છોકરાનું કર્તવ્ય એક છોકરી નિભાવે છે, તો આખી દુનિયા એની હિંમતને સલામ કરે છે. આજે અમે તમને એક એવી જ વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક માં પોતાની મોટી દીકરી આંચલનું નવવધૂ બનવાનું સપનું આંખોમાં લઈને દુનિયા છોડીને જતી રહી, અને એમની બીજી દીકરીએ પોતાની માં નું સપનું પૂરું કર્યુ અને સાથે જ એક ભાઈનું કર્તવ્ય પણ નિભાવ્યું. દીકરીના લગ્નના દિવસે જ થઇ ગયું માં નું મૃત્યુ, ત્યારબાદ જે થયું એ જાણીને તમારી આંખો પણ ભીની થઇ જશે.

દીકરીના લગ્નના દિવસે જ થઇ ગયું માં નું મૃત્યુ :

રાજસ્થાનના શ્રીગંગાનગરના રામસિંહપૂર નિવાસી વેદ પ્રકાશ બાઘલાની બે દીકરીઓ છે. એમની મોટી દીકરી આંચલના લગ્ન 9 ફેબ્રુઆરી એટલે કે શનિવારની રાત્રે હતા. એ દરમ્યાન આંચલની માં સુનીતાની તબિયત અચાનક બગડી ગઈ અને એમને નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બ્લડપ્રેશર ઓછું થવાને કારણે એમની હાલત ખરાબ થઇ ગઈ અને એમનું દેહાંત થઇ ગયું. એ સમયે દીકરી મંડપમાં ફેરા લેતા પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી હતી.

આવી પરિસ્થિતિમાં વેદપ્રકાશે ઘરે કોઈને જણાવ્યું નહિ અને આ ઘટનાને ફક્ત ચાર-પાંચ લોકો વચ્ચે જ રહેવા દીધી. આંચલ પોતાની માં ના મૃત્યુથી અજાણ હતી અને પોતાના સુખી જીવનની કલ્પના કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં નાની દીકરી અંજલીએ પોતાની બહેનના લગ્નની બધી 1જવાબદારી ઉઠાવી, અને પોતાના દુઃખને પોતાની અંદર સમેટીને આંસુઓ સાથે પોતાની બહેનના સાસરીયા વાળા સામે લગ્નના બધા રિવાજો પુરા કરી રહી હતી.

દીકરીઓ સમજે છે જવાબદારીઓને :

સ્ટેજ પર વરમાળાનું આયોજન થયું અને ફેરા પછી અંજલિએ જ કન્યાદાન કર્યુ. ફક્ત એટલું જ નહિ આખીરાત બહેનની ખુશીઓમાં શામેલ રહી અને સવારે બહેનની ડોલીને ખભો પણ આપ્યો. વિદાયના થોડા સમય પછી એમની માં નું શબ એમ્બ્યુલન્સમાં ઘરે પહોંચ્યું, અને ઘરના બધા લોકો પર દુઃખનો પહાડ ટૂટી પડ્યો. સાંજે એ જ છોકરીએ પોતાની માં ની અર્થીને ખભો પણ આપ્યો.

જે રીતે અંજલીએ પોતાની માં ના મૃત્યુના સમાચારને દિલમાં દબાવીને પોતાની બહેનના લગ્ન કરાવ્યા, કન્યાદાન કર્યુ, વિદાઈ કરાવી, અને પછી એ જ સાંજે પોતાની માં ની અર્થીને ખભો આપ્યો, એ કામ ગમે તેવા લોકો નહિ કરી શકે. આના માટે મજબૂત હૈયું જોઈએ. એક રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે જેટલી જવાબદારીઓ છોકરી સમજે છે અને નિભાવે છે, એટલી એક છોકરો કદાચ જ નિભાવી શકે. દરેક વ્યકિતએ એ વાત સમજવી જોઈએ કે જો તમે પોતાના બાળકોને સંસ્કાર આપો છો, તો એ હંમેશા તમને ગૌરવનો અનુભવ કરાવશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.