આ વાતોથી ખબર પડે છે કે માં તમારી બેસ્ટ ફ્રેન્ડ છે.

જયારે પણ તમને અનુભવ થાય કે તમે ઘણા મોટા થઈ ગયા છો, અને જીવન ઘણું ગંભીર થઈ ગયું છે, તો બસ થોડી ક્ષણ માટે પોતાની માં પાસે બેસી જાવ. તમે ભૂલી જશો કે જીવનમાં કોઈ ટેંશન પણ છે. એક માં માટે 70 વર્ષની ઉંમરનો વૃદ્ધ પણ બાળક જ રહે છે. ભલે તમે ગમે એટલી ઉંમરના કેમ ન થઈ જાવ, માં તમને એટલો જ પ્રેમ કરશે જાણે તમે ખોળામાં રમતા બાળક હોવ. માં ના પ્રેમનો કોઈ કિંમત નથી. આમ તો એ જણાવવાની જરૂર નથી કે માં કઈ રીતે તમારી સંભાળ રાખે છે, પરંતુ છતાંપણ ઘણી વાર એ વાતો પર તમારે વિચાર કરવાની જરૂર છે. એવું જરૂરી નથી કે મધર્સ ડે ના દિવસે જ માં ને યાદ કરવામાં આવે.

તો આજે શું કર્યુ?

ભલે તમે સ્કૂલમાંથી આવી રહ્યા હોવ, કોલેજમાંથી આવી રહ્યા હોવ કે પછી ઓફિસમાંથી આવી રહ્યા હોવ, માં નો એ જ સવાલ રહે છે કે આખા દિવસમાં શું કર્યુ? સ્કૂલ સમયે તમારી ઘણી બધી વાતો રહે છે, પરંતુ કોલેજ અને ઓફિસ વાળી વાતો ઓછી થવા લાગે છે. તમારી વાતો ભલે ઓછી થવા લાગે, પણ તમારી માતાનો આ સવાલ નથી બદલાતો. એમની પાસે બેસો અને પોતાની વાતો શેયર કરો. એનાથી ફક્ત એમને જ નહિ પણ તમને પણ સારું લાગશે.

આ શું પહેરી રાખ્યું છે?

માં ના આવા સવાલ છોકરીઓ માટે જ વધારે હોય છે. તે હંમેશા આ ચિંતામાં રહે છે એની છોકરી ગમે તેવા કપડાં ન પહેરી લે. હકીકતમાં આપણા દેશમાં જો કોઈ પણ છોકરી સાથે કંઈ ખરાબ થાય છે, તો એનો સૌથી પહેલો નિશાનો એની માં ના ઉછેર પર જાય છે. એક માં હંમેશા પોતાના બાળકોનું ધ્યાન રાખે છે. જો કે તે પોતાના દીકરાઓને પણ કપડાંની બાબતમાં નથી છોડતી. જો વાળ ઉભા છે અને શર્ટના કોલર ઊંચા છે, તો તમારે સારું એવું લેક્ચર સાંભળવું પડે છે.

માં છે બેસ્ટ ફ્રેન્ડ :

આ પ્રાકૃતિક રૂપથી મોટી વાત છે કે બાળકો પોતાના પિતા કરતા વધારે પોતાની માં સાથે જોડાયેલા હોય છે. છોકરીઓ તો મોટી થતા થતા પોતાની માં ની બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. તો છોકરાઓ પણ પોતાના દિલની હાલત માં ને જ જણાવે છે. કોઈ છોકરી પસંદ આવી હોય તો સૌથી પહેલા મમ્મીને જણાવે છે. અને પપ્પા સાથે સંબંધની વાત મમ્મી જ કરશે.

ખાવાનું ભૂલતા નહિ :

એક માં માટે સૌથી જરૂરી વાત હોય છે કે એના બાળકોએ ખાવાનું ખાધું કે નહિ. એમને હંમેશા એ વાતની ચિંતા રહે છે, કે કયાંક મારું બાળક પોતાનું ખાવાનું બીજાને ન ખવડાવી દે. તે હંમેશા ટિફિન આપતા સમયે આ વાત જરૂર કહે છે કે પોતાનું ખાવાનું પોતે જ ખાજો, બીજાને ન ખવડાવી દેતા. એમને હંમેશા બાળકોની ફિકર રહે છે. તે પોતે ભલે ઓછું ખાસે, પણ પોતાના બાળકોને હંમેશા સારી રીતે ખાવાનું ખવડાવે છે.

સમસ્યા ઉકેલનાર :

એક માં ના ખાસ હોવાની કોઈ ગણતરી જ નથી થઈ શકતી. માં ની અંદર ઘણા બધા ગુણ છુપાયેલા હોય છે, અને બધી સમસ્યાઓનો ઉકેલ પણ. જયારે તમે એમની પાસે બેસો છો અને પોતાની બધી વાત કહો છો, તો તમારી ઘણી બધી સમસ્યાઓ ચપટીમાં ઉકેલાય જાય છે. જયારે તમારી માં તમારા માટે આટલું બધું કરી શકે છે, તો એ જરૂરી છે કે તમે પણ એમને સમય આપો અને એમનું ધ્યાન રાખો.