શહીદ છોકરાની યાદમાં રડી રહી હતી માં, IAS દીપક રાવતે ઘરે પહોંચીને કહ્યું – માં હું પણ તમારો દીકરો જ છું

હરિદ્વારના જીલ્લાધિકારી દીપક રાવ પોતાના સારા કાર્યો માટે ઓળખાય છે. કોઈપણ દિવસે મીડિયા ઉપર તેમના સારા કાર્યોની ચર્ચા થતી રહે છે. લોકો તેમની ખુબ જ પ્રશંસા કરે છે. તે ફોન ઉપર ફરિયાદનો ઉકેલવા વાળા અધિકારી તરીકે ઓળખાય છે.

આજે અમે તેમનું એ કામ જણાવવા જઈ રહ્યા છીએ, જેના તમે પણ વખાણ કરતા થાકશો નહી. તે એક શહીદના ઘરે ગયા હતા. શહીદની માં ના દીકરા બનીને. ખાસ કરીને દેશની સેવા કરતા મેજર શુભમે ૧૨ વર્ષ પહેલા પોતાનો જીવ સમર્પિત કરી દીધો હતો. પુત્રની યાદમાં પિતા પણ દુનિયા માંથી વિદાય લઇને જતા રહ્યા. બસ હવે ઘરમાં એકલી શહીદ મેજર શુભમની માં રહે છે.

દેશમાં આવનારા મોટા તહેવાર બસ આ એકલી માં માટે તારીખ બનીને રહી ગયા છે. આમ તો ઘરમાં એકલી રહેતી શહીદની માં ને હવે અઘરી પળ નથી લાગતી, કેમ કે તેમને તેની આદત પડી ગઈ છે. પરંતુ અચાનક હરિદ્વાર ડીએમ દીપક રાવત શહીદ મેજર શુભમને ઘરે ગયા.

ખાસ કરીને મેજર શુભમની માં પોતાની વીતેલી ખુશીની પળોમાં ખોવાયેલી હતી. કેમ કે તેનો જન્મ દિવસ ૧૯ તારીખે આવતો હતો. જેને તે પોતાના દીકરા સાથે મનાવવા માંગતી હતી. ૧૨ વર્ષ પછી એવી ખુશીઓ પણ યાદો બનીને રહી ગઈ હતી. કેમ કે દીકરાના શહીદ થયા પછી તેના ઘરમાં ન તો કોઈ તહેવાર ઉજવવામાં આવ્યો હતો, અને ન તો માં નો જન્મ દિવસ. પરંતુ જયારે તેની જાણકારી હરિદ્વાર ડીએમને થઇ, તો તે કનખલમાં રહેતી એકલી શહીદની માં નો જન્મ દિવસ ઉજવવા પહોંચી ગયા.

મળેલી જાણકારી મુજબ જણાવી દઈએ કે શહીદના ઘરમાં કોઈ પ્રકારના જન્મ દિવસને લઇને તૈયારી ન હતી. સાથે જ ન કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવી હતી, કે અહિયાં કોઈ આવવાના છે. પરંતુ અચાનક ડીએમે જઈને એક દીકરાની જેમ માં ને જન્મ દિવસની શુભકામનાઓ આપી. સાથે એક દીકરાની જેમ દરેક સમસ્યામાં સાથે રહેવાની વાત કરી.

એ વાત ઉપર ડીએમ દીપક રાવતનું કહેવાનું હતું કે પીએમ અને સીએમ ત્રિવેન્દ્રએ પહેલેથી જ તમામ અધિકારીઓને કહ્યું, છે કે તમામ શહીદોના ઘરે જઈને તેના હાલચાલ જાણતા રહો. એટલા માટે જયારે તેમને ખબર પડી કે આજે શહીદ મેજર શુભમની માં નો જન્મ દિવસ છે, તો તે પોતાને રોકી ન શક્યા અને તેમને મળવા આવી ગયા. મેજર શુભમ સિંહ સેનાના કમાન્ડર હતા. જે ૨૦૦૫ માં શહીદ થઇ ગયા. તેમણે દેશની સેવા કરતા ઘણા એકાઉન્ટર કર્યા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.