માં ની એક શિખામણે બનાવી IPS, આજે પોતે બનાવી રહી છે આઈપીએસ

પોલીસ એકેડમીના મેદાન પર પાસિંગ આઉટ પરેડ થઈ રહી હતી, અને યુવા મહિલા આઈપીએસ અધિકારીના મનમાં એક વાત ચાલી રહી હતી કે, ‘છેવટે અમે કરી દેખાડ્યું, હવે જમીન પર ઉતરીને સમાજ માટે સારું કરવાનું છે.’ તે અધિકારી હતી 2008 ના બેચની આઈપીએસ અલંકૃતા સિંહ. બાળપણથી જ પિતા પાસેથી એક જ શીખ મળી, આત્મસમ્માન સાથે જીવન જીવવાનું છે, સમાજે જે આપ્યું છે તેને સમ્માન સાથે પાછું આપવાનું છે. આઈપીએસ અધિકારી અલંકૃતા સિંહની સ્ટોરી ઘણી રસપ્રદ છે. આવો આજે જાણીએ તેમની શક્તિ અને સંકલ્પની પ્રેરક સ્ટોરી.

તમને આઈપીએસ બનવાની પ્રેરણા કયાંથી મળી?

અલંકૃતા સિંહ : મને મારા પિતા પાસેથી આ પ્રેરણા મળી. અમે બે બહેનો છીએ અને બાળપણથી પિતાએ આ પ્રેરણા આપી હતી કે પોતાના પગ પર ઉભા રહેવાનું છે. આત્મસમ્માન સાથે મજબૂત માણસ બનીને સમાજ માટે કાંઈ કરવાનું છે. દેશ માટે સમર્પિત થઈને સારું કરીને દેખાડવાનું છે. મારા માતા-પિતાએ પ્રેરણા આપી, પ્રોત્સાહિક કરી કે કાંઈક બનવાનું છે.

માં ની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ હોય છે, તમારા જીવનમાં શું રહી?

અલંકૃતા સિંહ : મારા જીવનમાં મારી માં નો સહયોગ ઘણો રહ્યો છે. આજે હું જ્યાં છું એ તેમની શિખામણની અસર છે. તેમણે હંમેશા અમને આગળ વધવાની પ્રેરણા આપી અને સાથે સાથે મજબૂત ચરિત્રવાળી મહિલા બનાવી. માં એ અમારો ટિપિકલ છોકરીઓની જેમાં ઉછેર નથી કર્યો. એવી માનસિકતા અમારા મગજમાં નાખી કે, ઘરનું કામ કરવું જ છોકરીઓની નિયતિ નથી, ઘર સાચવવું જ તમારું ભવિષ્ય નથી.

તમે ભવિષ્યમાં કયા રૂપથી પોતાની ઓળખ દેખાડવા માંગો છો, તમારું સપનું કયું છે?

અલંકૃતા સિંહ : મને એક માણસ હોવાની રીતે જે કરવામાં સૌથી વધારે ખુશી થશે તે એ થશે કે મને જે જીવનમાં મળ્યું છે, જે અવસર મળ્યો છે તે આઇપીએસ બનીને લોકોની સેવા કરવાનો છે. તેના માટે હું ઘણી કૃતજ્ઞ છું. જેટલું સમાજથી મળ્યું છે એટલું પાછું આપી શકીશ. પોલીસમાં સામાન્ય માણસની મદદ કરવાનો મોટો અવસર મળે છે. મારા જીવનનું લક્ષ્ય છે માનવતાની સેવા.

તમે કહ્યું કે – તમે સમાજને પાછું આપવા માંગો છો. કયા રૂપમાં આપવા માંગો છો, કાંઈ વિચાર્યું છે આ વિષે?

અલંકૃતા સિંહ : હા, મારી અંદર હંમેશા રહે છે કે, કઈ રીતે સમાજ માટે કરવાનું છે, બે ત્રણ વાતો મનમાં રહે છે,

મહિલાઓ ઉપર જે ગુના થાય છે તેના પર કામ કરવાનું છે.

બાળકોના વિષય પર ખાસ કરીને કામ કરવાનું છે.

એ રીતના કામ કરવાના છે કે લોકોના જીવનમાં અંદરથી સકારાત્મક પરિવર્તન થાય.

તમે એક અધિકારી છો અને સાથે સાથે એક દીકરાની માં પણ, કઈ રીતે સાંભળશો જવાબદારી?

અલંકૃતા સિંહ : હું અને મારો દીકરો સાથે મળીને એક સપનું જોઈએ છે, જેને હું જરૂર પૂરું કરવા માંગીશ. અમે બંને ઇચ્છીએ છીએ કે, રસ્તા પર રખડતા કુતરા માટે એક જમીનનો ટુકડો લઈને શેલ્ટર હાઉસ બનાવીએ. માણસાઈનો પરિચય ‘બધાની સેવા છે.’

જયારે પહેલી વાર વર્દી પહેરી તો કેવો અનુભવ થયો?

અલંકૃતા સિંહ : ઘણો સારો અનુભવ થયો, જવાબદારીનો અનુભવ થયો. ટ્રેનિંગનો પહેલો એક મહિનો ઘણો મુશ્કેલ હતો. સમાજમાં આપણી પાસે લૈંગિકતા અને અસમાનતાઓ છે, આજે હું તેને યોગ્ય રીતે સમજી શકું છું. ટ્રેનિંગ દરમિયાન અનુભવ કરું છું કે મને આટલો દુઃખાવો કેમ થાય છે, શા માટે આ કામ આટલું મુશ્કેલ લાગી રહ્યું છે.

જે રીતે આજે આપણા સમાજમાં છોકરીઓનો ઉછેર થઈ રહ્યો છે, તેમને રમવા માટે અટકાવી દેવામાં આવે છે, બહાર રમવા જવા પર રોકટોક હોય છે, ઘરમાં રમવાની જ અનુમતિ આપવામાં આવે છે. મારુ ભણતર પણ ગર્લ્સ સ્કુલમાં થયું, ત્યાં પણ રમત-ગમતના અવસર સીમિત હતા, એ કારણે ફિઝિકલ ટ્રેનિંગના સમયે સમસ્યા આવતી હતી. સ્વાભાવિક છે એવામાં દરેકને રમવા માટે પ્રેરિત જરૂર કરવા જોઈએ.

પીઓપી એટલે કે પાસિંગ આઉટ પરેડ કરતા સમયે શું અનુભવ થઈ રહ્યો હતો?

અલંકૃતા સિંહ : અદ્દભુત અનુભવ હતો, જે ટ્રેનિંગના પહેલા દિવસે લાગી રહ્યું હતું કે શું અમે દોરડું ચઢી શકશું, ઘોડે સવારી કરી શકશું, ક્યારેય વિચાર્યું ન હતું કે, આ બધું કરી શકશું. કઈ રીતે એકેડમીએ એક વર્ષમાં અમને બધું શીખવાડ્યું અને અમે પોતાના ઉસ્તાદોની મદદથી બધું કરી દેખાડ્યું. પોતાની અંદરની તે દરેક વસ્તુ સામે નીકળીને આવી ગઈ જે વિચાર્યું પણ ન હતું. તે અનુભવો સુંદર છે.

જે એકેડમીમાંથી તમે તૈયાર થઈને નીકળ્યા, આજે તે એકેડમી સંભાળી રહ્યા છો તેના ડેપ્યુટી ડાયરેક્ટર છો, કેટલી જવાબદારી અને કેટલો ગર્વ?

અલંકૃતા સિંહ : ઘણું સારું લાગે છે, સમયની સાથે તમે આગળ નીકળી શકો છો. યુવા પેઢી પાસેથી ઘણું બધું શીખી શકો છો. એકેડમીમાં તેમની સાથે અનુભવ શેયર કરવાની ઉત્તમ તક મળે છે.

મહિલાઓ અને બાળકો પર જે ગુના વધી રહ્યા છે તેને ટેક્નિકલ માધ્યમથી કઈ રીતે રોકી શકાય છે, અને તેમાં ટ્રેનિંગની ભૂમિકા શું હોઈ શકે છે?

અલંકૃતા સિંહ : પોલીસ ઘણી જૂની સંસ્થા છે અને લાંબા સમયથી સીઆરપીસી અને આઈપીસીની પ્રેક્ટિસ કરી રહી છે, જરૂર છે વધારે પ્રભાવી રીતે કામ કરવાની. મહિલાઓ અને બાળકોને લઈને વધારે સજાગ રહેવાની જરૂર છે. આ પોલીસ માટે પણ મુશ્કેલ પડકાર છે. તેમના પ્રત્યે સંવેદનશીલ થવાની ઘણી જરૂર છે. ખાસ કરીને દુષ્કર્મ પીડિતા સાથે કારણ કે તે સમાજ સાથે લડે છે, સમાજ દ્વારા પીડિત થાય છે અને સમાજ સામે જ લડે છે.

તાન્યા શેરગિલ એક નામ, જયારે કોઈ મહિલા નેતૃત્વ કરે છે તો કેવું લાગે છે?

અલંકૃતા સિંહ : ખુબ સારું લાગે છે અને ભવિષ્ય સારું દેખાય છે. મહિલાઓ દરેક જગ્યાએ નામ કમાઈ રહી છે, જે જગ્યાએ પણ છે સારું કરી રહી છે. બધાથી ગર્વની વાત છે, પોતાના દમ પર આગળ વધી રહી છે. તાન્યાને જોઈને સારું લાગે છે.

‘શક્તિ’ ના મંચથી મહિલાઓ માટે સંદેશ?

અલંકૃતા સિંહ : વધુ પડકારોનો સ્વીકાર કરીને મહિલા આગળ વધી રહી છે. પોતાની સમકક્ષ પુરુષો કરતા વધારે પડકારોનો સામનો કરી રહી છે. મારો સંદેશ આ જ છે કે, બસ હિંમત બનાવી રાખો, પછી જુઓ આપણા માટે કોઈ વસ્તુ અસંભવ નથી. બધું કરી શકો છો બસ જરૂરત છે પોતાના પર વિશ્વાસની.

અલંકૃતા સિંહનો પરિચય :

2008 બેચની આઇપીએસ.

વર્તમાન નિયુક્તિ : ડેપ્યુટી ડાયરેક્ટર, લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડમી, મસૂરી.

મૂળ નિવાસી : બરેલી, ઉત્તર પ્રદેશ.

પિતા : એસએસ ગંગવાર.

માતા : વિનય ગંગવાર.

શિક્ષણ : 2002 માં ઈલાહાબાદ વિશ્વવિદ્યાલયથી ગણિતમાં એમએસસી.

પતિ : વિદ્યાભૂષણમ આઈએએસ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.