મોટી દીકરીના લગ્નની વર્ષગાંઠ પર ભાવુક થયા એક્ટર રાજપાલ યાદવ, ફોટો શેયર કરી લખી દિલની વાત.

બોલિવૂડના ફેમસ કોમેડિયન એક્ટર રાજપાલ યાદવ માટે આજે ખુબ ખાસ દિવસ પણ છે અને ખુબ અનોખો પણ છે. હવે તમે વિચારનું શરુ કરી દીધું હશે કે રાજપાલ યાદવ માટે આજે કયો ખાસ દિવસ છે. જણાવી દઈએ કે આજના જ દિવસે રાજપાલ યાદવે પોતાની સૌથી મોડી દીકરી જ્યોતિનું કન્યાદાન કર્યું હતું.

જણાવી દઈએ કે રાજપાલ યાદવની ત્રણ દીકરીઓ છે, થોડા સમય પહેલા જ તે ત્રીજી દીકરીના પિતા બનવ્યા છે. પરંતુ ઘણા ઓછા જ લોકો જાણે છે કે રાજપાલ યાદવે આ દીકરીઓમાં એક તેમણે દત્તક લીધી છે અને આજે તે જ દીકરીના લગ્નની વર્ષગાંઠ છે. એવામાં રાજપાલ યાદવે પોતાની દીકરી અને જમાઈને તેમના લગ્નને એક વર્ષ પુરા થવાની શુભેચ્છા આપી છે.

રાજપાલ યાદવે પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાની દીકરી જ્યોતિ અને જમાઈનો એક ફોટો શેયર કર્યો છે. જેની સાથે રાજપાલ યાદવે પોતાની દીકરી માટે કેટલાક અમુલ્ય શબ્દ પણ લખ્યા. જેણે વાચ્યા પછી દુનિયાના દરેક પિતાના આંખમાં આંસુ આવી જશે.

પોતાના જમાઈ અને દીકરીનો ફોટો શેયર કરી રાજપાલ યાદવ કૈપ્શનમાં લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપતા લખ્યું : “મારી દીકરી અને મારા જમાઈને લગ્નની પહેલી વર્ષગાંઠની શુભકામનાઓ, હું તમે બંનેને ખુબ પ્રેમ કરું છું. તમને ખુશી, સ્વાસ્થ્ય અને અસીમિત પ્રેમના હજુ ઘણા વર્ષો સુધી શુભેચ્છાઓ. લગ્નની વર્ષગાંઠના અભિનંદન : જણાવી દઈએ કે પાછલા વર્ષે રાજપાલ યાદવે પોતાની આ દીકરીના લગ્ન ખુબ ધૂમ-ધડાકાની સાથે કર્યા હતા. જેના ઘણા સમાચાર ચર્ચામાં આવ્યા હતા.