મોતીની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે છે લાખો રૂપિયા, આવી રીતે કરી શકો છો મોટી ની ખેતી

મોટી એક કુદરતી રત્ન છે જે સીપ માંથી ઉત્પન થાય છે. ભારત સહિત દરેક દેશમાં મોતીઓ ની માંગ વધતી જ રહી છે. પરંતુ દોહન અને પદુષણ ને લીધે તેની સંખ્યા ધટતી જઈ રહી છે. આપણી ઘરની માંગને પહોચી વળવા માટે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાંથી દર વર્ષે મોતીઓની મોટા પ્રમાણમાં આયાત કરે છે, પહેલા મોતી ફક્ત દરિયામાંથી જ મળી આવતા હતા, પછી તેને કૃત્રિમ રીતે સરોવર, તળાવ, નદી વગેરે માં મોતીની ખેતી કરીને પણ બનાવવા લાગ્યા છીએ. મોતી ફારસની ખાડી, શ્રીલંકા, વેનેજુએલા, મેક્સિકો, ઓસ્ટ્રેલીયા તથા બંગાળની ખાડીમાં મળી આવે છે.

ભારતમાં મોતી ખાસ કરીને દક્ષીણ ભારતના તમિલનાડુ રાજ્યના તતુતીકેરન તથા બિહારના દરભંગા જીલ્લામાંથી મળી આવે છે. હાલના સમયમાં સૌથી વધુ મોતી ચીન તથા જાપાનમાં ઉત્પન થાય છે. ફારસની ખાડીમાં ઉત્પન થતા મોતીને બસરાના મોતી કહેવામાં આવે છે જેને સર્વોત્તમ માનવામાં આવે છે. આજકાલ મોતી ઘણા રંગોમાં મળે છે. જેમ કે સફેદ, કાળા, ગુલાબી અને પીળા જેવા અને શ્યામ રંગના મોતીઓ ને (તહીતી) કહે છે. તે કાળા રંગના મોતી મહિલાઓના ગળામાં ખુબ સુંદર લાગે છે. ઓસ્ટ્રેલીયાના આછા પીળા રંગના મોતી દુર્લભ હોય છે. તેને સાઉથ-પી પર્લ ના નામથી ઓળખવામાં આવે છે. અકોયા નામના મોતી સાધારણ હોય છે.

ત્રણ પ્રકારના હોય છે મોતી

કેવીટી – સીપની અંદર ઓપરેશન દ્વારા ફારેન બોડી નાખીને મોતી તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ વીટી અને લોકેટ બનાવવામાં થાય છે. ચમકદાર હોવાને લીધે એક મોતીની કિંમત હજારો રૂપિયામાં હોય છે.

ગોનટ – તેમાં કુદરતી રીતે ગોળ આકારના મોતી તૈયાર થાય છે. મોતી ચમકદાર અને સુંદર હોય છે. એક મોતીની કિંમત આકાર અને ચમક મુજબ એક હજાર થી ૫૦ હજાર સુધી હોય છે.

મેંટલટીસુ – તેમાં સીપની અંદર સીપનું શરીર જ નાખવામાં આવે છે. આ મોતી નો ઉપયોગ ખાવાના પદાર્થો જેવા કે મોતી ભસ્મ, ચવનપ્રાશ અને ટોનિક બનાવવામાં થાય છે. બજારમાં તેની સૌથી વધુ માંગ છે.

આવી રીતે બને છે મોતી

ઘોઘા નામનો એક કીડો જેને માલ્ક્સ કહે છે, પોતાના શરીરમાંથી નીકળતા એક ચીકણું તૈલી પદાર્થ દ્વારા પોતાનું ઘર બનાવે છે. ઘોઘાના ઘરને સીપી કહે છે. તેની અંદર તે તેના દુશ્મનો થી પણ સુરક્ષિત રહે છે. ઘોઘાની હજારો જાત છે અને તેના શેલ પણ જુદા જુદા રંગોમાં જેવા કે ગુલાબી, લાલ, પીળા, નારંગી, ભૂરા તથા બીજા ઘણા બધા રંગના હોય છે તથા તે ખુબ આકર્ષક પણ હોય છે. ઘોઘાના મોતી બનાવવાવાળી કિસ્મ બાઈવાલ્વજ કહેવાય છે તેમાં થી પણ ઓએસ્ટર ઘોઘા સૌથી વધુ મોતી બનાવે છે. મોતી બનાવવા પણ એક મઝાની પ્રક્રિયા છે. હવા પાણી અને ભોજનની જરૂરિયાત માટે ક્યારેક ક્યારેક ઘોઘા જયારે પોતાના શેલનું મોઢું ખોલે છે તો થોડા વિજાતીય પદાર્થો જેવા કે રેતી કણ કીડી મકોડા વગેરે આ ખુલ્લા મોઢામાં જતા રહે છે. ઘોઘો તેની ત્વચામાંથી નીકળતા ચીકણા તૈલી પદાર્થ દ્વારા તે વિજાતીય પદાર્થો ઉપર પડ ચડાવવા લાગે છે.

ભારત સહિત અનેક દેશોમાં મોતીઓ ની માંગ વધતી જઈ રહી છે પણ દોહન અને પદુષણથી તેનું ઉત્પાદન ઘટતું જઈ રહ્યું છે. આપણી ઘરેલું માંગને પહોચી વળવા માટે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાંથી દર વર્ષે મોતીઓની મોટા પ્રમાણમાં આયાત કરે છે. મેરે દેશકી ધરતી, સોના ઉગલે, ઉગલે હીરે- મોતી. હકીકતમાં આપણા દેશમાં વિશાળ દરિયા કિનારાની સાથે અનેક કાયમ માટે વહેતી નદીઓ, ઝરણા અને તળાવ રહેલા છે. તેમાં મચ્છી પાલન સિવાય આપણા બેરોજગાર યુવાનો અને ખેડૂતો હવે આ મોતી પાલન કરીને સારો નફો કમાઈ શકે છે.

કેવીરીતે કરાય છે ખેતી

મોતીની ખેતી માટે સૌથી અનુકુળ સીઝન શરદ ઋતુ એટલે કે ઓક્ટોમ્બર થી ડીસેમ્બર સુધી નો સમય માનવામાં આવે છે. ઓછામાં ઓછું ૧૦ બાય ૧૦ ફૂટ કે મોટા આકારના તળાવમાં મોતીની ખેતી કરી શકાય છે. મોતી સંવર્ધક માટે ૦.૪ હેક્ટર જેવા નાના તળાવમાં વધુમાં વધુ ૨૫૦૦૦ સીપ થી મોતી ઉત્પાદન કરી શકાય છે. ખેતી શરુ કરવા માટે ખેડૂતે પહેલા તળાવ, નદી વગેરે સીપોને ભેગા કરવા પડે છે કે પછી તેને ખરીદી પણ કરી શકાય છે. ત્યાર પછી દરેક સીપમાં થોડું સમારકામ ઉપરાંત તેમાં અંદર ચાર થી છ મીલીમીટર વ્યાસ જેટલી સાધારણ કે ડીઝાઇન વાળું બીડ જેવું ગણેશ, બુદ્ધ, ફૂલ જેવું વગેરે નાખી શકાય છે.

પછી સીપને બંધ કરવામાં આવે છે. તે સીપોને પ્લાસ્ટિકની બેગમાં ૧૦ દિવસ સુધી એન્ટી બાયોટીક અને કુદરતી વાતાવરણ માં રાખવામાં આવે છે. રોજ તેની દેખરેખ રાખવી પડે છે અને મરેલી સીપોને દુર કરવમાં આવે છે. હવે આ સીપોને તળાવમાં નાખી દેવામાં આવે છે . ત્યાર પછી તેને પ્લાસ્ટિક ની બેગમાં મુકીને (એક બેગમાં બે સીપ) વાંસ કે પીવીસી ની પીપ થી ટીંગાડી દેવામાં આવે છે અને તળાવમાં એક મીટરનું ઊંડાઈમાં મૂકી દેવામાં આવે છે. પ્રતિ હેકટરે ૨૦ હજારથી ૩૦ હજાર સીપ ના હિસાબે તેનું પાલન કરી શકાય છે. અંદરથી નીકળતું પદાર્થ નાભીકની ચારેબાજુ જામવા લાગે છે જે છેલ્લે મોતીનું સ્વરૂપ લઇ લે છે. લગભગ ૮-૧૦ મહિના પછી સીપને ચીરીને મોતી કાઢી લેવામાં આવે છે.

ઓછા રોકાણે વધુ નફો

એક સીપ લગભગ ૨૦ થી ૩૦ રૂપિયામાં આવે છે. બજારમાં એક મીમી થી ૨૦ મીમી દીપના મોતી ની કિંમત લગભગ ૩૦૦ રૂપિયા થી લઈને ૧૫૦૦ રૂપિયા હોય છે. આજકાલ ડિજાઈન વાળા મોતીઓને ખુબ પસંદ કરવામાં આવે છે જેની બજારમાં સારી કિંમત મળે છે. ભારતીય બજારના હિસાબે વિદેશની બજારોમાં મોતીઓ મોકલવાથી સારા એવા પૈસા કમાઈ શકાય છે. તથા સીપમાંથી મોતી કાઢી લીધા પછી સીપને પણ બજારમાં વેચી શકાય છે. સીપ દ્વારા ઘર સજાવટ ની વસ્તુ બનાવવામાં આવે છે. જેમ કે સીલીંગ ઝુમ્મર, આકર્ષક ઝાલર, ગુલદસ્તા વગેરે તે હાલના સમયમાં સિપો થી કન્નોજ માં અત્તર નું તેલ કાઢવાના કામમાં પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જેથી સીપને પણ સ્થાનિક બજારમાં તરત વેચી શકાય છે. સીપોથી નદી અને તળાવો નું પાણીનું સુદ્ધીકરણ પણ થતું રહે છે જેનાથી જળ પદુષણની સમસ્યાનો પણ ઘણે અંશે સામનો કરી શકાય છે.

સુકો દુષ્કાળ ની માથાકૂટ રહે ખેડૂતો અને બેરોજગાર વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ એ મીઠા પાણીમાં મોતી ઉત્પાદન વાળા ક્ષેત્રતરફ આગળ જવું જોઈએ કેમ કે મોતીઓ ની માંગ દેશ વિદેશમાં જળવાય રહેવાના કારણે તેની ખેતીનું ભવિષ્ય ઉજળું દેખાય છે. ભારતના ઘણા રાજ્યોના નવયુવાનો એ મોતીમાં ઉદ્યોગને એક ધંધાના રૂપમાં અપનાવ્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ રાલયમાં પણ મોતી ઉત્પાદન ની ખુબ શક્યતા છે. મોતી સંવર્ધક ને લગતી વધુ જાણકારી માટે સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફ્રેશ વોટર એકવાકલ્ચર, ભુવનેશ્વર (ઓરિસા) સાથે સમ્પર્ક કરી શકાય છે. આ સંસ્થા ગ્રામીણ નવયુવાનો, ખેડૂતો અને વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને મોતી ઉત્પાદન ઉપર ટેકનીકલી શિક્ષણ આપવામાં આવે છે.

બીજી વધુ માહિતી માટે આ ની પર ક્લિક કરો >>> મોતીની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે છે લાખો રૂપિયા, આવી રીતે કરી શકો છો મોટી ની ખેતી