જુયો વિડીયો અને વાંચો એક હજાર મોતી ની ખેતી કરી ને વર્ષે ૩ થી ૪ લાખ રૂપિયા કમાઈ શકો છો

નુકશાનીનો સોદો બની રહેલી પરંપરાગત ખેતી વચ્ચે મોતીની ખેતી ખેડૂતો માટે નવી આશા લઈને આવી છે. નજીવા રોકાણ અને જગ્યામાં કામ શરુ કરીને ખેડૂતો વર્ષ ના 3 થી 4 લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે.

ભારતમાં મોતી ખાસ કરીને દક્ષીણ ભારતના તમિલનાડુ રાજ્યના તતુતીકેરન તથા બિહારના દરભંગા જીલ્લામાંથી મળી આવે છે. હાલના સમયમાં સૌથી વધુ મોતી ચીન તથા જાપાનમાં ઉત્પન થાય છે. ફારસની ખાડીમાં ઉત્પન થતા મોતીને બસરાના મોતી કહેવામાં આવે છે જેને સર્વોત્તમ માનવામાં આવે છે. આજકાલ મોતી ઘણા રંગોમાં મળે છે. જેમ કે સફેદ, કાળા, ગુલાબી અને પીળા જેવા અને શ્યામ રંગના મોતીઓ ને (તહીતી) કહે છે. તે કાળા રંગના મોતી મહિલાઓના ગળામાં ખુબ સુંદર લાગે છે. ઓસ્ટ્રેલીયાના આછા પીળા રંગના મોતી દુર્લભ હોય છે. તેને સાઉથ-પી પર્લ ના નામથી ઓળખવામાં આવે છે. અકોયા નામના મોતી સાધારણ હોય છે.

મહારાષ્ટ્ર ના ખેડૂતો સાથે હવે ગ્રામીણ ખેડૂતોમાં પણ આ ખેતી ઝડપ થી વધી રહી છે. મહારાષ્ટ્ર ના નાગપુરમાં મોતીની ખેતી દર ત્રીજા ઘરમાં કરવામાં આવે છે. આને તમે તમારા ઘરના ધાબા પર પણ કરી શકો છો.

આ ખેતીને શિક્ષિત અને ટેક્નિકલ રીતે સજ્જ યુવા પેઢી પણ તેને અપનાવી રહી છે. આ જોઈને હરિયાણા ના ખેડૂતો પણ મોતીની ખેતી તરફ ઝડપથી આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને જીંદ, હિસાર, સિરસા, ડબવાળી, ફતેહાબાદ અને રોહતકના ખેડૂતો એ આ ખેતી શરુ કરી દીધી છે.

50 વર્ગ ફુટ માં બનાવ્યું તળાવ:

મોતીની ખેતી માટે કોઈ વધારાની જમીન ની જરૂર પડતી નથી. તેને ઘરમાં બનાવેલ રૂમ, ધાબા થી લઈને ખેતર સુધીમાં શરૂ કરી શકાય છે. આના માટે 6 ફુટ ઊંડો 5×10 ગણું નાનું તળાવ જોઈએ.

એક હજાર સીપ થી તેની શરૂઆત કરી શકાય છે, જેના પર 5 થી 10 રૂપિયા પ્રતિ સીપના હિસાબથી ખર્ચ થશે. મહિનામાં એક વખત તેને ચારો આપવો પડે છે. વધારાની તાલીમની પણ જરૂર પડતી નથી.

ટ્રેનર તથા આયુર્વેદાચાર્ય, ડૉ. જગન મસ્તાના એ જણાવ્યું છે કે એક સીપ થી ઓછામાં ઓછા દસ મહિનામાં બે મોતી નીકળે છે. જેને બજાર માં સરળતા થી વેચી શકાય છે. એક હજાર સિપની ખેતીથી વર્ષના 3 થી 4 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે.

નાગપુરથી શીખ્યાં પછી અત્યાર સુધી 150 થી વધુ ખેડૂતો ને આ ખેતીની તાલીમ આપી ચુક્યા છે. પોતે પણ આ ખેતી કરી રહ્યા છે.

વિડીયો 

https://youtu.be/9F9aDvyvT_A

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.