મોટી સફળતા : નાસાએ શોધી બીજી પૃથ્વી, જ્યાં રહેલું છે પાણી, જાણો વધુ વિગત

અમેરિકી સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આકારનો રહેવા યોગ્ય ગ્રહ શોધી કાઢ્યો છે. ખાસ વાત એ છે કે એની સપાટી પર પ્રવાહી પાણી પણ રહેલું છે.નાસાએ અમેરિકન એસ્ટ્રનૉમિકલ સોસાયટીની 235 મી બેઠકમાં આનો ખુલાસો કર્યો. નાસાએ જણાવ્યું કે, આ ગ્રહ આપણા સૂર્યમંડળની નજીક છે. એનું અંતર લગભગ 100 પ્રકાશ વર્ષ છે. આવો જાણીએ આ ગ્રહ વિષે.

નાસાએ ટ્રાંજિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS) અને સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ (Spitzer Space Telescope) ની મદદથી આ ગ્રહ શોધ્યો છે. નાસાના વૈજ્ઞાનિકોએ આ ગ્રહને નામ આપ્યું છે TOI 700D.

આ ગ્રહ સૂર્ય જેવા એક તારા TOI 700 ની ચારેય તરફ ચક્કર લગાવી રહ્યો છે. TOI 700 ની વજન આપણા સૂર્ય કરતા અડધું છે અને તાપમાન 40 ટકા ઓછું છે.

TOI 700 ની ચારેય તરફ કુલ મળીને 3 ગ્રહો ચક્કર લગાવી રહ્યા છે. એમાંથી બે ગ્રહ TOI 700 થી ઘણા દૂર છે, પણ TOI 700D એટલો નજીક છે કે તેના પર જીવન સંભવ છે. અન્ય બંને ગ્રહોમાંથી એક પથરાળ અને બીજો ગેસથી ભરેલો છે.

નાસના વૈજ્ઞાનિકો અનુસાર ડોરાડો સ્વોર્ડફિશ નક્ષત્રમાં આવેલો છે. જે આપણી આકાશગંગાની દક્ષિણમાં સ્થિત છે. જો કે, નાસાના વૈજ્ઞાનિકો અત્યારે TOI 700D ના વાતાવરણ અને સપાટીના તાપમાન અને બનાવટનું મૉડલ તૈયાર કરી રહ્યાં છે. અત્યાર સુધી એ નથી ખબર પડી શકી કે, આ ગ્રહ કઈ વસ્તુનો બનેલો છે.

TOI 700D ગ્રહ આપણી પૃથ્વીની સરખામણીએ 20 ટકા વધારે મોટો છે. તે પોતાના સૂર્ય એટલે કે TOI 700 ની આસપાસ 37 દિવસમાં એક ચક્કર લગાવે છે. તેને પોતાના સૂર્યથી 86 ટકા ઉર્જા મળે છે.

આપણી પૃથ્વીથી આ ગ્રહ સુધી જવામાં લાગશે લગભગ 37.30 લાખ વર્ષ. કઈ રીતે? તો જો આપણે નાસાના યાન ડિસ્કવરીથી 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જઈએ તો એક પ્રકાશ વર્ષ સુધી જવા માટે લાગશે 37,200 વર્ષ. એટલે 100 પ્રકાશવર્ષ દૂર જવા માટે લાગશે 37.30 લાખ વર્ષ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.