મોતીઓની ખેતી કરે છે આગ્રાની આ દીકરી, ફોટોમાં જુઓ કેવી રીતે કરવામાં આવે છે મોતીની ખેતી.

આજે અમે તમને એક એવી છોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેની કહાની જાણ્યા પછી તમે પણ આશ્ચર્યચકિત રહી જશો. આજ સુધી તમે એવું સાંભળ્યું હશે કે મોતી શીપમાં મળી આવે છે, પણ આજે અમે તમને જે છોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે મોતીઓની ખેતી કરે છે. નવાઈ પામી ગયા ને તમે.. આ એકદમ સાચું છે. આ છોકરીનું નામ છે રંજના યાદવ. જયારે પહેલી વખત એક ડ્રમમાં કરેલા પ્રયોગથી સાત આઠ મોતી નીકળી આવ્યા તો રંજના યાદવનો ઉત્સાહ વધી ગયો.

હવે રંજના યાદવે ૧૪ ગણું ૧૪ ફૂટના તળાવમાં મોતીની ખેતી શરુ કરી છે. આ તળાવમાં તેમણે લગભગ બે હજાર સીપ નાખ્યા છે, જેમાંથી નવા વર્ષમાં નવેમ્બર સુધી મોતીનો પાક તૈયાર મળશે. રંજના યાદવના જણાવ્યા મુજબ આગ્રામાં મોતીઓની ખેતીનો આ પહેલો પ્રયાસ છે. આ પ્રાસ માત્ર ધગશ દ્વારા શક્ય બન્યો છે.

રંજના યાદવે ડૉ. ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલયની સ્કુલ ઓફ લાઈફ સાયન્સ માંથી એમએસસી કર્યું છે. અભ્યાસ દરમિયાન રંજના યાદવ પર્લ ફાર્મિંગની વિધિસર તાલીમ મેળવી હતી. રંજનાના પિતાનું નામ સુરેશ યાદવ છે. સુરેશ યાદવે પોતાની દીકરીની ધગશ જોઇને મહર્ષિપરમ આવેલા પ્લોટમાં તળાવ બનાવી દીધું.

બે મહિના પહેલા ગુજરાત માંથી મગાવવામાં આવેલી આ તળાવમાં શીપ નાખવામાં આવી. શીપોને તળાવમાં એક મીટર ઊંડી લટકાવવામાં આવેલી જાળીદાર બેગમાં રાખવામાં આવ્યા. રંજના કહે છે કે તેના આ પ્રયાસમાં માનવ પ્રયાસ જોડાયેલ છે પણ મોતી કુદરતી રીતે જ ઉત્પન્ન થાય છે અને માર્કેટમાં તેની ઘણી માંગ છે.

કુદરતી રીતે જ મોતી બને છે, જયારે કોઈ શીપની અંદર રેતી, કીટ વગેરે જતા રહે છે. ત્યારે સીપ તેને ચમકદાર પડથી કવર કરે છે. આ પડ ખાસ કરીને કેલ્શિયમનું હોય છે. મોટી ઉત્પાદનની રીત પણ એકદમ એવું થાય છે. એક સીપની અંદર લગભગ ૪-૬ મીલીમીટર વ્યાસના ‘બીડ કે ન્યુક્લીયર’ નાખવામાં આવે છે અને જયારે મોતી તૈયાર થઇ જાય છે ત્યારે તેની પોલીશ કરાવવામાં આવે છે.

સીપમાં ન્યુક્લીયર નાખતા પહેલા અને પછી સીપને ઘણી પ્રક્રિયાઓ માંથી પસાર થવું પડે છે. મોતી બનાવવા માટે સીપમાં પ્રતિરોધક દવાઓ અને કુદરતી ચારો (એલ્ગી, કાઈ) નાખવામાં આવે છે ત્યાર પછી તેને તળાવમાં નાખવામાં આવે છે. શરુ શરુમાં રોજ પછી એક દિવસ છોડીને નિરીક્ષણ કરવામાં આવે છે. જો સીપ બીમાર થાય છે, તેણે દવા આપવી, મૃત સિપોને તળાવ માંથી દુર કરવા.

તળાવમાં ઓક્સીજનની વ્યવસ્થા. બેગની સફાઈ વગેરે ઘણું જરૂરી છે. અંજના કહે છે કે મોતીઓને પરંપરાગત ગોળ જ નહિ પરંતુ કોઈ પણ આકાર આપી શકાય છે. તેને ડિઝાઈનર મોતી કહેવામાં આવે છે. બસ ન્યુક્લીયર તેવું બનાવવું પડે છે. તેને સર્જરી દ્વારા સીપમાં રાખવાથી કુશળતા અને યોગ્ય દેખરેખ જ મોતીની ગુણવત્તામાં વધારો કરે છે, રંજના યાદવ મોતીની ખેતી શીખવાની ઈચ્છા રાખવા વાળા લોકોને ફાર્મ ઉપર તાલીમ પણ આપી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.