મોટોરોલાનો વધુ એક ફોલ્ડેબલ ફોન લોન્ચ, 5G સાથે 48 મેગાપિક્ચર કેમેરા અને નવા લુક સાથે જાણો બીજી ખાસિયત.

મોટોરોલા રેઝર 5G લોન્ચ, 48 મેગાપિક્ચર કેમેરા અને નવી ડિઝાઇનમાં મળશે, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે ટક્કર. મોટોરોલા રેઝર 5G એકમાત્ર 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરીએંટમાં લોંચ કરવામાં આવ્યો છે. યુએસમાં તેની કિંમત $1,399.99 (લગભગ 1.02 લાખ રૂપિયા) છે, તે ત્રણ કલરમાં ઉપલબ્ધ થશે.

મોટોરોલાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન રેઝર 5G ને નવી ડીઝાઈન અને એડવાંસ્ડ ફીચર સાથે લોંચ કરવામાં આવ્યો છે. તે ગયા વર્ષે બનેલા મોટોરોલા રેઝરનું અપડેટ વર્જન છે. નવું મોડલ 6.2 ઇંચની પ્લાસ્ટિક ઓલેડ (OLED) મેઈન ડિસ્પ્લે અને 48 મેગાપીક્સલના મેઈન કેમેરા સેંસર સાથે આવે છે.

ફોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે, જે તેમાં 5G કનેક્ટેવીટી જોડવામાં મદદ કરે છે. હાલમાં કંપનીએ તેને એક સિંગલ રેમ અને સ્ટોરેજ વેરીએંટ અને ત્રણ કલર ઓપ્શન સાથે લોંચ કર્યો છે. તેમાં 2800 એમએએચ બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે આવે છે.

motorola razr 5g
motorola razr 5g

મોટોરોલા રેઝર 5G : કિંમત અને સુવિધા

મોટોરોલા રેઝર 5G ને એકમાત્ર 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરીએંટમાં લોંચ કરવામાં આવ્યો છે. યુએસમાં તેની કિંમત $1,399.99 (એટલે લગભગ 1.02 લાખ રૂપિયા) છે. તેને ત્રણ કલર ઓપ્શન – બ્લશ ગોલ્ડ, પોલીશ્ડ ગ્રેફાઈટ અને લીક્વીડ મર્કરીમાં રજુ કરવામાં આવશે.

ફોનને સૌથી પહેલા ચીન અને પસંદગીના યુરોપીય બજારોમાં વેચવામાં આવશે. એશિયા પેસીફિક, મીડીલ ઈસ્ટ અને લૈટીન અમેરિકાના પસંદગીના ક્ષેત્રો સહીત અન્ય બજારોમાં તેને થોડા સમય પછી લોંચ કરવામાં આવવાની આશા છે.

આ ફોલ્ડેબલ સ્માર્ટફોન સાથે થશે સરખામણી :

મોડલ : કિંમત

સેમસંગ ગેલેક્સી Z ફ્લીપ (256GB) : 1,08,999 રૂપિયા

સેમસંગ ફોલ્ડ (12GB/512GB) : 1,73,999 રૂપિયા

સેમસંગ Z ફોલ્ડ 2 : કિંમત બહાર પડી નથી.

મોટોરોલા રેઝર 5G : સ્પેસીફીકેશન અને ફીચર્સ.

ડુઅલ-સીમ (નૈનો + Esim) સપોર્ટ કરવાવાળો મોટોરોલા રેઝર 5G ફોલ્ડેબલ ફોન એન્ડ્રોઈડ 10 ઉપર બેસ્ડ માઈ યુએક્સ ઉપર કામ કરે છે. તેમાં 2142 x 876 પીક્સલ રેઝોલ્યુશન અને 21:9 ના એસ્પેક્ટ રેશીઓવાળી 6.2 ઇંચ પ્લાસ્ટિક ઓલેડ (OLED) મેઈન ડિસ્પ્લે છે.

નવા રેઝરમાં એક અપડેટેડ હિંજ ડીઝાઈન છે જે એક ઝીરો-ગેપ-ક્લોઝર ઓફર કરે છે. કંપનીનો દાવો છે કે તેનાથી ફોનની ઈંટરનલ ડિસ્પ્લે સુરક્ષિત રહેશે અને ફોલ્ડ હોવાને લીધે વધુ કોમ્પેક્ટ જોવા મળશે. કંપનીનો દાવો છે કે તેની સ્ક્રીન બે લાખ વખત સુધી ખોલવા બંધ કરવા ઉપર પણ સુરક્ષિત રહેશે.

ફોનમાં 2.7 ઇંચની ગ્લાસ OLED સેકેંડરી ડિસ્પ્લે પણ છે, જેમાં 600 x 800 પીક્સલનું સ્ક્રીન રેઝોલ્યુશન અને 4:3 નો એસ્પેક્ટ રેશિયોનો સપોર્ટ મળે છે. તે ફ્રંટ ફ્લીપ પૈનલની ટોપ ઉપર છે, જેમાં યુઝર નોટીફીકેશન ચેક કરી શકશે, મેસેજના રીપ્લાઈ કરી શકશે, નેવીગેશન ડાયરેક્શન પણ જોઈ શકાશે.

ફોન ઓક્ટા-કોર સ્નૈપડ્રેગન 765G પ્રોસેસર અને એડ્રેનો 620 GPU થી સજ્જ છે, જેને 8 જીબી રેમ સાથે જોડવામાં આવ્યો છે. મોટોરોલા રેઝર 5G માં 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ મળશે, તેને માઈક્રોએસડી કાર્ડથી વધારી નહિ શકાય.

મેઈન કેમેરાથી પણ સેલ્ફી લઇ શકાશે :

કેમેરાની વાત કરીએ તો, મોટોરોલા રેઝર 5G માં 48 મેગાપીક્સલ પ્રાઈમરી શૂટર f/1.7 એપેચર સાથે છે. તે સેંસર ક્વાડ પીક્સલ ટેકનીક સાથે આવે છે, જે ઉત્તમ લો-લાઈટ સેંસીટીવીટી પૂરી પાડે છે. તે ઓપ્ટીકલ ઈમેજ સ્ટેબીલાઈઝેશન (OIS) ને પણ સપોર્ટ કરે છે અને લેઝર ઓટો-ફોકસ ટેકનીકથી પણ સજ્જ છે.

આમ તો મેન સેંસરને ટોપ ફ્લીપ પૈનલ ઉપર સેકેંડરી સ્ક્રીનની ટોપ ઉપર રાખવામાં આવ્યું છે, એટલા માટે તેને ફોનના ફોલ્ડ થવાથી સેલ્ફી કેમેરા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ફોન ઘણા કેમેરા મોડ સાથે આવે છે, જેમાં ગ્રુપ સેલ્ફી, પોર્ટેટ મોડ, સ્પોટ કલર અને ઘણું બધું રહેલું છે.

motorola razr 5g
motorola razr 5g

સેલ્ફી અને વિડીયો કોલ માટે, મોટોરોલા રેઝર 5G માં f/2.2 એપેચર સાથે 20 મેગાપીક્સલનો કેમેરો છે. તેને પ્રાઈમરી ફોલ્ડેબલ સ્ક્રીન ઉપર એક નોચની અંદર રાખવામાં રાખવામાં આવ્યો છે. બંને કેમેરા 60 fps કે 30 fps ઉપર ફૂલ એચડી વિડીયો કેપ્ચર, 120 fps ઉપર સ્લો-મોશન ફૂલ એચડી વિડીયો અને 240 fps ઉપર સ્લો-મોશન એચડી વિડીયો સપોર્ટ કરે છે.

મોટોરોલા રેઝર 5G માં 2800 mAh બેટરી છે, જે 15 વોટ ટર્બોપાવર ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ કરે છે. એક વખત ચાર્જ કરવાથી ફોન 24 કલાક સુધી ચાલી શકે છે.

ફોનમાં રીયર-માઉંટેડ ફિંગરપ્રિન્ટ સેંસર છે, ફોનમાં કનેક્ટેવીટી ઓપ્શનસમાં 5G અને 4G સપોર્ટ બંનેની સાથે વાઈ-ફાઈ 802.11 b/g/n/ac, NFC, GPS/A-GPS, ગ્લોનાસ, બ્લુટુથ 5.0 અને ચાર્જીંગ માટે USB ટાઈપ-C પોર્ટ સામેલ છે.

ફોનમાં અન્ય સેંસરમાં એક્સીલેરોમીટર, મેગ્નેટોમીટર (કંપાસ), ગાયરો, બેરોમીટર, અલ્ટ્રાસોનિક, પ્રોક્સીમિટી, એમ્બીએંટ લાઈટ અને એસએઆર (SAR) સામેલ છે. ફોન ઉપર કોઈ હેડફોન જેક નથી. 192 ગ્રામ વજન વાળો આ ફોન ડાયમેંશન અન ફોલ્ડ થવાથી 169.2 x 72.6 x 7.9 એમએમ અને ફોલ્ડ થાય એટલે 91.7 x 72.6 x 16 એમએમ છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.