‘તેરો લહેંગા’ પર પહાડી છોકરાઓનો ધમાકેદાર હિપહોપ ડાંસ, 76 લાખથી વધારે વાર જોવામાં આવ્યો આ વિડીયો, તમે પણ જુઓ.

‘તેરો લહેંગા’ ગીત પર ફિલ્મી હીરોને ટક્કર આપે એવો હિપહોપ ડાંસ કર્યો પહાડી છોકરાઓએ, વિડીયો જોઈને તમે પણ ફેન થઈ જશો.

ઉત્તરાખંડના ગીતો સાથે, ત્યાંના યુવાનોનો ઉત્સાહ સોશ્યલ મીડિયા પર એવો ને એવો જ રહે છે. આવા જ એક કલાકાર છે અનૂપ પરમાર, જેણે પોતાના મિત્રો સાથે ડાન્સ કરીને લોકોને તેના દિવાના બનાવી દીધા છે.

મુંબઇ – સોશ્યલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે. જેના દ્વારા લોકો પોતાની કળા પ્રદર્શિત કરી શકે છે. ખાસ કરીને તેવા લોકો જે ગઈકાલ સુધી કોઈ મોટા મંચની રાહ જોતા હતા. સોશિયલ મીડિયા એ એક એવું માધ્યમ છે. જે સામાન્ય વ્યક્તિને રાતોરાત ખાસ બનાવે છે. તેથી જ લાખો યુવાનો પોતાનું નસીબ અજમાવવા માટે તેનો ઉપયોગ કરી રહ્યાં છે.

ઉત્તરાખંડ (ભારત) એક નાનું રાજ્ય છે, જ્યાં પ્રતિભાની કમી નથી. ઉત્તરાખંડના ગીતો સાથે, ત્યાંના યુવાનોનો ઉત્સાહ સોશ્યલ મીડિયા પર રહે છે. આવા જ એક કલાકાર અનૂપ પરમાર છે, જેણે પોતાના મિત્રો સાથે ડાન્સ કરીને લોકોને પોતાના દિવાના બનાવ્યા છે.

ઉત્તરાખંડના ગીતો સોશિયલ મીડિયા પર સતત પ્રવર્તે છે. ઉત્તરાખંડના ઘણા યુવાનોએ સોશિયલ મીડિયા દ્વારા ખ્યાતિ મેળવી છે. ઉત્તરાખંડના એક દીકરા અનૂપ પરમારનો એક એવો વીડિયો છે, જેને દરેક પહાડી વ્યક્તિ વારંવાર જોવાનું પસંદ કરે છે.

તેનો ડાન્સ વીડિયો ‘તેરો લહેંગા’ યુટ્યુબ પર સુપરહિટ છે. થોડા જ મહિનામાં આ વીડિયો 76 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયોમાં તેણે પોતાના મિત્રો નિખિલસિંહ, ગુડ્ડુ મહેતા અને અજિત સાથે હિપશોપ ડાન્સ કર્યો છે. યુવાનોમાં આ ડાન્સ ફોર્મનો ક્રેઝ વધી રહ્યો છે. આ વીડિયોમાં પણ અનૂપે કુમાઉની ગીત અને હિપોપ ડાન્સનું મિશ્રણને લોકો સામે રજૂ કર્યું છે. તમે પણ જુઓ –

માણા ગામનો રહેવાસી અનુપ ડાન્સનો શોખીન છે અને તેણે ઘણી વાર ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. અનૂપ પરમારની હવે પોતાની યુટ્યુબ ચેનલ છે, જેમાં તે સમયે-સમયે ડાન્સ વીડિયો શેર કરતો રહે છે.

લોકડાઉનના આ સમયમાં આપણે મોબાઈલ અને ટીવીમાં એકના એક કોરોના વાયરસ વિશેના સમાચાર સાંભળીને કંટાળી જતા હોઈએ છીએ એવા સમયે આપણને કૈક અલગ જોવા સાંભળવાની ઉત્કંઠા થતી હોય છે, આવા સમયે આ વિડીઓ તમને ઘણો સાંભળવો અને જોવો ગમશે.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.