એક એવા ઘરને ઉભું કરી દીધું છે જે પોતાની જગ્યાએ ફરી શકે છે, એન્જીનીયરો આવે છે ટીપ્સ લેવા.

કહેવામાં આવે છે કે પ્રતિભા કોઈ ભણતર ઉપર આધારિત નથી હોતી તે પોતાની અંદરથી જ આવે છે. આજે અમે તમને જે વ્યક્તિ સાથે મુલાકાત કરાવી રહ્યા છીએ તેના ઉપર આ કહેવત બિલકુલ ચરિતાર્થ થાય છે,

આ વ્યક્તિએ ફક્ત 5 માં ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે પરંતુ તેણે એક એવું ઘરને ઉભું કરી દીધું છે જે પોતાની જગ્યા એ ફરી શકે છે એટલે કે કોઈ પણ બિલ્ડીંગ ને તમે તમારી રીતે ફેરવી શકો છો.

આવો જાણીએ આ વ્યક્તિ અને તેણે બનાવેલું આ ઘર વિશે.

આ વ્યક્તિનું નામ છે મોહમ્મદ સહુલ હમીદ, ફક્ત 5 માં સુધી જ અભ્યાસ કરેલ છે હકીકતમાં મોહમ્મદ સહુલ હમીદ નાનો હતો ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી એટલા માટે તે ફક્ત 5 માં ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યો હતો અને ત્યાર પછી પૈસા માટે અન્ય કામ કરવા લાગી ગયો.

થોડા સમય પછી મોહમ્મદ સહુલ હમીદ એ મજુરીનું કામ કરવાનું શરુ કરી દીધું અને મજુરી કરતા કરતા તેને ઘર બનાવવાના કામમાં રસ પડવા લાગ્યો જેને લઈને તેણે ઘર બનાવવાનું કામ શીખી લીધું. ત્યાર પછી મોહમ્મદ સહુલ હમીદ પોતાના કામમાં હજી આગળ વધવા માટે અરબ દેશ જતો રહ્યો અને ત્યાં તેણે લગભગ ૨૦ વર્ષ સુધી તેણે ઘર બનાવવાનું કામ કર્યું તેમ જ ત્યાની નવી ટેકનોલોજીનું જ્ઞાન મેળવ્યું.

ત્યાર પછી જયારે તે પોતાના દેશ આવ્યો તો તેણે નિર્ણય લીધો કે પોતાની કુશળતા થી કોઈ એવું ઘર બનાવવામાં આવે જેને લોકો દુર દુર થી જોવા માટે આવે. બસ શું થયું લાગી ગયો પોતાના કામમાં અને બનાવી લીધું મુવિંગ હાઉસ.

મોહમ્મદ સહુલ હમીદ દ્વારા બનાવેલ આ ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૩ તથા ફર્સ્ટ ફ્લોર ઉપર ૨ બેડરૂમ છે. ફસ્ટ ફ્લોર ને આયરન રોલર ની મદદથી કોઈ બીજી દિશામાં પણ ફેરવી શકાય છે. મોહમ્મદ સહુલ હમીદ તેના આ ઘર વિશે જણાવતા કહે છે કે “હું કઈક નવું કરવા માંગતો હતો એટલા માટે મેં આ મુવિંગ હાઉસ બનાવીને બધાને ખોટા સાબિત કરી દીધા.

આ અનોખા નિર્માણ થી પ્રભાવિત થઈને રાજ્યની અલગ અલગ જગ્યાઓએથી એન્જીનીયરો મોહમ્મદ સહુલ હમીદનું ઘર જોવા આવે છે.” મોહમ્મદ સહુલ હમીદ હાલમાં ૬૫ વર્ષના છે અને તામીલનાડુના પોતાના ગામ મેલાપુદુક્ક્કુદી માં રહે છે.

વિડીયો