વિજ્ઞાન ના આયુગમાં આપણે ભલે ધર્મગ્રંથો ના જ્ઞાન ને ભૂલી ગયા હોઈએ, પણ હકીકતમાં આ આજે પણ આપણા માટે એટલું જ લાભદાયક અને મહત્વનું છે જેટલું જુના સમયમાં હતું. હકીકતમાં સાયન્સ પાસે ભલે આપણી અમુક સમસ્યાનો ઉકેલ છે, પણ ધર્મ ગ્રંથ અને શાસ્ત્ર આપણે ને તે રસ્તો બતાવે છે જેનું પાલન કરીને આપણે એવી સમસ્યાનો ઉકેલ લાવવાથી બચી શકીએ છીએ.
આજે ટેકનીકલી રીતે આપણે ભલે દિવસે ને દિવસે પ્રગતી કરી રહ્યા હોઈએ પણ હકીકતમાં માણસની શરેરાશ ઉંમર પહેલા કરતા ઓછી થઇ ગઈ છે જેનું એક મોટું કારણ છે આપણું જીવનધોરણ, આપની ટેવો. અને ધર્મ ગ્રંથો માં એવી ટેવો બાબતે માણસને ચેતવવામાં આવેલ છે. આજે અમે તમને ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવેક થોડી એવી ટેવો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
લોકો પોતાની અને પોતાના સ્નેહીઓની લાંબી ઉંમર માટે હમેશા ભગવાન પાસે પ્રાર્થના કરે છે, ધર્મ મુજબ બધા કર્મ કાંડ કરે છે, પણ તે એ વાતો ઉપર ધ્યાન નથી આપતા જેની કારણે તેમના જીવન આયુષ્ય ઉપર નકારાત્મક અસર પડે છે. જી હા ધાર્મિક માન્યતાઓ મુજબ મનુષ્યના અમુક કર્મો તેમના માટે હિતકારી નથી હોતા અને કર્મોના ફળસ્વરૂપે વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે. ખાસ કરીને ધાર્મિક માન્યતાઓ માનીએ તો આ કાર્યોથી મૃત્યુના દેવતા યમરાજ નારાજ થાય છે અને તેને કારણે કે એવી ટેવો વહેલા મૃત્યુનું કારણ બને છે.
મુખ્ય હિંદુ ધર્મ માં થી એક મહાભારત માં એવા કાર્યો વિષે વિસ્તારથી જણાવવામાં આવેલ છે જેનાથી મનુષ્યના આયુષ્ય ઉપર નકારાત્મક અસર પડે છે.
મહાભારતના ‘અનુશાશન પર્વ’ મુજબ જે લોકો ‘ધર્મ’ ની નીતિઓનું ઉલંઘન કરે છે, એવા લોકોનું આયુષ્ય ઓછું થઇ જાય છે. અને જે ધાર્મિક મર્યાદાઓનું પાલન કરે છે અને સત્યનો સાથ ક્યારેય નથી છોડતા, એવા મનુષ્ય ૧૦૦ વર્ષ જીવે છે.
વ્યક્તિના વ્યવહાર સાથે તેની ટેવો પણ આયુષ્ય ઉપર અસર કરે છે, જેમ કે વ્યક્તિ હંમેશા નખ ચાવતા હોય છે કે પછી ગંદા રહે છે, તેમનું આયુષ્ય પણ ઓછું થતું જાય છે.
અને મહાભારતના અનુશાશન પર્વ મુજબ અભ્યાસ કરતી વખતે ક્યારે પણ કાંઈ ખાવું ન જોઈએ, કેમ કે તેનાથી યમરાજ નારાજ થઇ શકે છે અને વ્યક્તિ વહેલાસર કાળના ભાગીદાર બની શકે છે.
શાસ્ત્રોનું માનીએ તો આકાશમાં ચડેલા સુરજ તરફ આંખો ઉપાડીને જોવાથી પણ આયુષ્ય ઓછું થાય છે અને આવું કરનાર વ્યક્તિ વહેલા મૃત્યુ પામતા હોય છે.
અને ભોજન સાથે જોડાયેલ એક ધાર્મિક માન્યતા એ પણ છે કે ભોજન કરતા સમયે વચ્ચે ખાવાનું છોડીને એઠા મોઢે ન ઉઠવું જોઈએ અને જો તમે ઉઠી પણ જાવ છો તો ફરી વખત એઠા હાથે ભોજન શરુ ન કરવું જોઈએ, આમ કરવાથી આયુષ્ય ઘટી શકે છે.
ધાર્મિક માન્યતા મુજબ, શનિવાર અને મંગળવાર ના દિવસે ક્યારે પણ વાળ ન કપાવવા જોઈએ. આમ કરવાથી આયુષ્ય ઘટે છે.
સાથે જ શાસ્ત્રોમાં સૂર્યોદય અને સુર્યાસ્ત વખતે સુવું ખરાબ જણાવામાં આવેલ છે, શાસ્ત્રો મુજબ આમ કરવાથી સીધા યમરાજને આમંત્રણ છે. સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે સુવાથી શરીર બીમારીઓ થી ઘેરાય જાય છે અને પરિણામ સ્વરૂપે વ્યક્તિ વહેલા મૃત્યુ પ્રાપ્ત કરે છે.
વાસ્તુશાસ્ત્ર માં પણ ઉંમરને લઈને એવી ઘણી બધી વાતો જણાવેલ છે. જેમ કે મુખ્ય દ્વાર સામે પગ રાખીને ક્યારે પણ સુવું ન જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી યમરાજ નારાજ થાય છે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)