મૃત્યુ પછી પણ 7 મહિના ઓનલાઇન હતી મહિલા, આવી રીતે ખુલી મર્ડર મિસ્ટ્રી.

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક અચરજમાં મૂકી દે તેવા હત્યાકાંડનો ખુલાસો થયો છે. અહિયાંના ચર્ચિત ડોક્ટર દીપી સિંહના પહેલા પત્ની રાખી શ્રીવાસ્તવની હત્યાના આરોપમાં યુપી એસટીએફની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપી એ જણાવ્યું કે સાત મહિના પહેલા તેણે રાખીને નેપાળના પોખરામાં પહાડની ખાઈમાં ધક્કો મારી હત્યા કરી નાખી હતી. એટલું જ નહિ પોલીસને ગેર માર્ગે દોરવા માટે ઘણા મહિના સુધી તેના સોસીયલ મીડિયા એકાઉન્ટને અપડેટ કરતો રહ્યો.

આરોપી ડૉ. ડી પી સિંહ એ એસટીએફની પૂછપરછમાં જણાવ્યું કે તે રાખી શ્રીવાસ્તવને છઠ્ઠી વખત મારવામાં સફળ થયો હતો. તે પહેલા તેણે પાંચ વખત તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે હિંમત નહોતો એકઠી કરી શકતો હતો. હત્યાના આરોપી એ એ પણ જણાવ્યું કે રાખી તેને બ્લેકમેલ કરી રહી હતી, તેનાથી તે દુ:ખી થઇ ગયો હતો. તેણે હત્યા પછી ઘણા દિવસો સુધી તેના ઘર વાળાને ગેર માર્ગે દોર્યા હતા. જયારે તેના ઘર વાળા રાખી વિષે પૂછતાં હતા. તો તે ટાળી દેતો હતો. આ આખા હત્યાકાંડનો ખુલાસો રાખીના ખાનગી રીપોર્ટ હાથ લાગ્યા પછી થયો.

શરૂઆતની તપાસમાં પોલીસે રાખીના બીજા પતિ મનીષ સિંહને કસ્ટડીમાં લઇ ને પુછપરછ શરુ કરી, પરંતુ પોલીસને કાંઈ પ્રાપ્ત ન થયું, તપાસ એસટીએફ પાસે પહોચી, તો પોલીસ એ રાખીના પહેલા પતિ ડોક્ટર ડીપી સિંહને પૂછપરછ કરી, ત્યાર પછી કેસનો ખુલાસો થયો.

યુપી એસટીએફના આઈજી અમિતાભ યશ એ ખુલાસો કર્યો કે પોલીસ તપાસમાં ડોક્ટર ડીપી સિંહની ભૂમિકા ઉપર શંકા ગઈ. મોબાઈલ લોકેશન અને કોલ ડીટેલથી તપાસ પછી જાણવા મળ્યું કે જે સમયે તે ગુમ થઇ, તે સમયે તેનું લોકેશન નેપાળમાં હતું. એસટીએફ ટીમ એ નેપાળ માંથી જાણકારી મેળવી તો ત્યાં ૮ જુન ના રોજ એક યુવતીની લાશ મળવાની વાત સામે આવી. એસટીએફ એ તેની ઓળખ રાખી તરીકે કર્યા પછી તપાસની કામગીરી વધારી દીધી.

પોલીસે જણાવ્યું કે રાખી પોતાના પતિ મનીષ સિંહ સાથે ફ્લાઈટ દ્વારા નેપાલ ગઈ હતી. પછી તે નેપાળમાં જ રોકાઈ ગઈ અને મનીષ પાછા ફર્યા. તે દરમિયાન રાખી સાથે વાતચીત પછી ડો. ડીપી સિંહ પણ પોતાના બે કર્મચારી પ્રમોદ સિંહ અને દેશદીપક સાથે નેપાળ પહોચી ગયા હતા. રાખીને લઇને ત્રણે પોખરા ગયા ત્યાં તેને દારુમાં નશીલી દવા ભેળવીને ત્રણે મળીને પહાડ ઉપરથી ધક્કો આપીને તેની હત્યા કરી નાખી.

પોલીસે જણાવ્યું કે ડોક્ટર ડી.પી. સિંહ એ પોતાની પહેલી પત્નીને જણાવ્યા વગર રાખી સાથે લગ્ન કર્યા હતા. પછી જયારે ડૉ. ડીપી સિંહની પહેલી પત્ની ઉષા સિંહને તેના વિષે જાણકારી થઇ તો ઝગડો શરુ થયો. ત્યાર પછી ડોક્ટર એ રાખીથી દુર રહેવા લાગ્યો અને વર્ષ ૨૦૧૬ માં બિહાર માં રહેતા મનીષ સિન્હા સાથે બીજા લગ્ન કરી લીધા. પહેલી પત્ની સાથે ઝગડા પછી જયારે ડોક્ટર એ ફરી રાખી સાથે વાતચીત શરુ કરી, તો તેણે બ્લેકમેલ કરવાનું શરુ કરી દીધું. ત્યાર પછી તેમણે તેની હત્યાનું ષડયંત્ર ઉભું કર્યું અને કામ પૂરું કર્યું.