ઇઝરાયલમાં દર વર્ષે ઉજવાય છે Mud Day Race Festival, કીચડમાં દોડીને ઉત્સવ ઉજવે છે હજારો લોકો.

10 કિમી લાંબા કીચડથી ભરેલા ટ્રેક પર રેસ લગાવે છે ઇઝરાયલના લોકો, જાણો મડ ડે રેસ ફેસ્ટિવલની રોમાંચક વાતો.

દરેક દેશની પોતાની સંસ્કૃતી અને પરંપરા હોય છે. તે મુજબ અલગ અલગ રીતે ઉત્સવ તહેવાર પણ ઉજવવામાં આવે છે. ઇઝરાયલમાં આપણા દેશની હોળીની જેમ જ એક તહેવાર ઉજવવામાં આવે છે. પણ તે તહેવારમાં ત્યાંના લોકો રંગોથી નહિ પણ કીચડથી રમે છે. Mud Day Race Festival માં ઇઝરાયલના લોકો કીચડમાં દોડ લગાવીને ઉત્સવ ઉજવે છે.

હજારો લોકો કીચડમાં લગાવે છે રેસ :

ઇઝરાયલમાં ઉજવવામાં આવતા Mud Day Race Festival માં લોકો કીચડથી ભરેલા રોડ ઉપર દોડ લગાવે છે. આ સ્પર્ધાને Mud Race કહેવામાં આવે છે. આ રેસનું આયોજન 10 કી.મી. લાંબા કીચડથી ભેરેલા રોડ ઉપર કરવામાં આવે છે. તેમાં દર વર્ષે લગભગ 6 હજાર લોકો ભાગ લે છે.

કીચડમાં દોડવા માટે બને છે વિશેષ ટ્રેક :

જો તમે વિચારી રહ્યા છો કે Mud Race ઘણી સરળ છે તો તમે ખોટા છો. એના માટે ઘણી તૈયારી કરવામાં આવે છે. મડ રેસ માટે એક વિશેષ ટ્રેક બનાવવામાં આવે છે. આ ટ્રેકને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. દરેક સેક્શનમાં 18 અડચણો હોય છે. ક્યાંક આકરો ઢાળ હોય છે તો ક્યાંક કમર સુધી કાદવનું પાણી.

મુશ્કેલીથી પુરી થાય છે કીચડની સફર :

મડ રેસના આયોજક આ રેસને મુશ્કેલમાં મુશ્કેલ બનાવવાનો પ્રયત્ન કરે છે. આ રેસ દરમિયાન કેટલીક જગ્યા ઉપર બેરીયર તરીકે ટાયર લગાવવામાં આવે છે. તેને કેટલાક લોકો કુદીને પાર કરે છે તો કેટલાક લોકો તેની નીચેથી આળોટીને પાર કરે છે. પાણીમાં ભીના થવા અને ફસાવા છતાં પણ હંમેશા લોકો હસતા રહે છે.

એકબીજાનો સાથ આપવાથી સરળ બની જાય છે રેસ :

આ રેસની શરુઆતમાં ઘણા સ્પર્ધકો એકલા ભાગ લે છે. તે મનમાં તેની રણનીતિ બનાવતા જાય છે. પણ જલ્દી તેમને ખબર પડી જાય છે કે એક બીજાની મદદ કર્યા વગર આ રેસને પૂરી કરવી મુશ્કેલ છે. ત્યાર પછી તે ટીમ એફર્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે.

રેસની વચ્ચે ટીમોમાં વહેંચાઈ જાય છે લોકો :

રેસ દરમિયાન વચ્ચે રસ્તામાં જ ટીમો બનવા લાગે છે. જે સ્પર્ધકના બુટ જેટલી વધુ વાર સુધી સુકા રહેશે કે તેમાં જેટલું ઓછું કીચડ હશે, તેની આગળ વધવાની શક્યતા એટલી જ વધુ રહેશે. ભારે અને લપસી જતા બુટ વારંવાર સાફ કરવા પડે છે. રેસના છેલ્લા તબક્કામાં પહોંચેલા સ્પર્ધકોને મંજીલ દેખાવા લાગે છે.

મડ રેસ જીતવા માટે લગાવે છે દોડ :

મડ રેસ ફેસ્ટીવલ જીતવા માટે ઘણા પડાવ પાર કરવા પડે છે. તેના છેલ્લા પડાવમાં એક તળાવ પાર કરવાનું હોય છે. 10 કી.મી.ની મડ રેસ જીતવા માટે કુહાડીની મદદ લેવામાં આવે છે. તેનાથી ચડાણ અને લપસણી સપાટી પાર કરવી સરળ બની જાય છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.