મુકેશ અંબાણી લાવશે જિયો પેટ્રોલ પંપ, આવતા 5 વર્ષમાં 4115 નવા સ્ટેશન ખોલવાની યોજના

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લીમીટેડ (આરઆઈએલ) ના પ્રમુખ મુકેશ અંબાણી ભારતમાં જિઓના મોબાઈલ નેટવર્ક પછી હવે ફ્યુઅલ પંપનું વિસ્તરણ કરશે. આ ફ્યુઅલ પંપ જિઓ-બીપી બ્રાંડ નેમ સાથે ખોલવામાં આવશે. એના માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ અને બીપી વચ્ચે એક જોઈન્ટ વેંચર બનાવવામાં આવ્યું છે. જોઈન્ટ વેંચરમાં રિલાયન્સના ૫૧ ટકા શેયર છે, જયારે બાકી ૪૯ ટકા શેયર બીપી કંપનીના છે. આ ૪૯ ટકા શેયરની કિમત ૭૦૦૦ કરોડ રૂપિયા છે.

વેંચર ફયુલ અને મોબિલિટીના કારોબારમાં ઉતરશે :

જાણકારી અનુસાર આ વેંચર ફ્યુલ અને મોબિલિટીના કારોબારમાં ઉતરશે. રિલાયન્સ તરફથી પોતાના હાલના ફ્યુલ નેટવર્ક અને એવિએશન ફ્યુલ બિઝનેસના કારોબારને નવા જોઈન્ટ વેંચરમાં શિફ્ટ કરવામાં આવશે. હાલના સમયમાં કંપનીના લગભગ ૧૪૦૦ રિટેલ આઉટલેટ અને ૩૦ એવિએશન ફ્યુલ સ્ટેશન છે, જેને આવતા ૫ વર્ષમાં વધારીને ૫૫૦૦ રિટેલ નેટવર્ક અને ૪૫ એવિએશન ફ્યુલ સ્ટેશન કરવાની યોજના છે. એટલે કે આવતા ૫ વર્ષમાં જોઈન્ટ વેંચરના ૪૧૧૫ નવા ફયુલ સ્ટેશન ખોલવામાં આવશે.

ફ્યુલ સ્ટેશન સિવાય જોઈન્ટ વેંચર લ્યુબ્રીકેંટ જેવા અન્ય કારોબારમાં પણ ઉતરશે. જણાવી દઈએ કે, બીપી કંપની હાલના સમયમાં બીપી બ્રાંડ નેમ અંતર્ગત લ્યુબ્રીકેંટના કારોબારમાં છે. મુકેશ અંબાણીનું માનીએ તો રિલાયન્સ અને બીપી પોતાની એક્સપર્ટીઝને એક બીજા સાથે શેયર કરીને ભારતીય ગ્રાહકોને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ અને સુવિધાઓ આપશે.

ફ્યુલ પંપના કારોબારમાં ડબલ ડિજિટ ગ્રોથ :

આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક સત્રમાં રિલાયન્સ ડીઝલ અને પેટ્રોલના કારોબારમાં લગભગ ડબલ ડિજિટ ગ્રોથ રહી છે. જો ઇન્ડસ્ટ્રીના હિસાબે વાત કરીએ, તો ડીઝલ અને પેટ્રોલની ખપતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એના કારણે ગ્રોથમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. રિલાયન્સને હાઈ સ્પીડ ડીઝલના કારોબારમાં ૧૪ થી ૧૫ ટકા ગ્રોથ મળ્યો છે, જયારે પેટ્રોલમાં ૧૭ ટકા ગ્રોથ થયો હતો.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.