સૌથી પૈસાદાર હોવા છતાંપણ મુકેશ અંબાણી આ કાર ખરીદવામાં છે નિષ્ફળ, જાણો એ કારની કિંમત

આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે, કે તેમની પાસે પોતાની એક કાર હોય જેથી એ વ્યક્તિ પોતે મન થાય ત્યારે ક્યારે પણ, ક્યાય પણ ફરવા માટે જઈ શકે. પરંતુ વાત જયારે સામાન્ય લોકોની આવે છે તો સામાન્ય લોકો પાસે બજેટ નાનું હોવાને કારણે તેઓ નાની અને સસ્તી કારો ખરીદે છે. અને જો વાત મોટા-મોટા પૈસાદાર લોકોની કરીએ તો તે લોકો કરોડોની કારનું કલેક્શન પોતાની પાસે રાખે છે.

આજ સુધી તમે તમારા જીવનમાં ૧૦-૨૦ કરોડની કારો વિષે જ સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી કાર વિષે જણાવવાના છીએ. જેને તો ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી પણ ખરીદી નથી શકતા. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે તે કાર કેટલી મોંઘી છે અને મુકેશ અંબાણી એ કારને કેમ નથી ખરીદી શકતા, તો આવો જણાવીએ તમને તે કાર વિષે અને સાથે-સાથે તે કારની કિંમત વિષે પણ.

તમને એ વાત તો પહેલાથી ખબર હશે કે રોલ્સ રોયસ દુનિયાભરમાં મોંઘી અને લકઝરી કાર બનાવવા માટે જાણીતી છે. રોલ્સ રોયસ દ્વારા બનાવવામાં આવેલી દરેક કાર ફીચરની બાબતમાં દુનિયાભરની કારોથી અલગ હોય છે. તેની સાથે-સાથે તેનો લુક પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે. રોલ્સ રોયસ દ્વારા બનાવવામાં આવેલી તમામ કાર એકદમથી કસ્ટમાઈઝ હોય છે. જેના કારણે જ નો તમે એક જ મોડલની બે કારો સરખાવશો તો તેમાં તમને ફરક જોવા મળશે. એવું જણાવવામાં આવે છે કે રોલ્સ રોયસ કંપની દ્વારા બનાવવામાં આવેલી દરેક કાર કોઈ રોબોટ નહિ પરંતુ માણસના હાથે બનાવવામાં આવે છે.

હાલના દિવસોમાં જ રોલ્સ રોયસએ દુનિયાની સૌથી મોંઘી કાર દુનિયા સામે બહાર પાડી હતી. ‘સ્વેપટેલ’ નામની આ કારની વાત કરીએ તો તે કારની અંદર ૬.૭૫ લીટરનું V12 એન્જીન લગાવવામાં આવ્યું છે, જો કે ઘણું વધુ મજબુત છે. આ કારને એક ખાસ ગ્રાહક માટે તૈયાર કરવામાં આવી છે. એક ખાસ ગ્રાહક માટે તૈયાર કરવાને કારણે આ કારની અંદર જાત જાતનું કસ્ટમાઈઝેશન આપણને જોવા મળે છે. જો એ કારની બોડીની વાત કરીએ તો આ કારની બોડીને ફેંટમ-Vlll કૂપે ના એલ્યુમીનીયમ ફ્રેમ બનાવટ ઉપર તૈયાર કરવામાં આવી છે. દુનિયાની આ વિશેષ કાર દેખાવમાં ઘણી જ વધુ ઉત્તમ જોવા મળે છે.

જો આ કારના ઈંટીરીયરની વાત કરીએ તો આ કારના ઈંટીરીયરમાં ટાઈટેનીયમ ઘડિયાળ, મેકેસ્સાર ઈબોની લાકડા નું કામ, પાલ્ડો વુડ ઈંટીરીયર અને સીટર્સ ઉપરાંત બીજી વસ્તુમાં ઉત્તમ પ્રકારનું લેધર આપવામાં આવ્યું છે. જો વાત કરીએ આ કારની કિંમતની તો કારની કિંમત લગભગ ૮૪ કરોડ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કાર મુકેશ અંબાણી સરળતાથી જ ખરીદી શકે છે. પરંતુ આ કાર એક ખાસ વ્યક્તિ માટે બનાવવામાં આવી છે જેને કારણે મુકેશ અંબાણી ધારે તો પણ આ કારને નથી ખરીદી શકતા.