દીકરાની ગર્લફ્રેન્ડની આ ઈચ્છાને મનાઈ ના કરી શક્યા મુકેશ અંબાણી છેલ્લે માનવી પડી વાત

ભારતના સૌથી ઘનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એકવાર ફરી શરણાઈ વાગવાની છે. એમના મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતા 9 માર્ચના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ ખાસ લગ્ન માટે અત્યારથી જ તૈયારીઓ શરુ થઇ ગઈ છે. લગ્ન પહેલા અંબાણી પરિવાર ઘણા બધા રીતિ-રિવાજો પુરા કરવામાં લાગી ગયા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એમના નાના દીકરા અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણીને ડાન્સ કરવા માટે નિવેદન કરતી જોવા મળી રહી છે.

ગયા વર્ષે આકાશ અંબાણી અને શ્લોકા મેહતાએ સગાઈ કરી હતી, અને એ સમયે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરીનો ખુલાશો થયો હતો. બંને જણાને ઘણીવાર સાથે જોવામાં આવ્યા છે. ત્યારબાદ એક ફોટા દ્વારા બંનેની કેમેસ્ટ્રી જોવા મળી, ત્યારબાદ એ નક્કી થઇ ગયું કે બંને વચ્ચે પ્રેમનો સંબંધ છે.

અંબાણી પરિવાર હાલમાં પોતાના દીકરાના લગ્નને લઈને વ્યસ્ત છે. થોડા દિવસ પહેલા મુકેશ અંબાણી પોતાની પત્ની અને દીકરા અનંત સાથે મંદિરમાં ગયા હતા. ત્યારબાદ હાલમાં જ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો જેમાં રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીને ડાન્સ કરવા માટે નિવેદન કરી રહી હતી. રાધિકાની આ વાતને મુકેશ અંબાણી ટાળી શક્યા નહિ અને ડાન્સ કરવા લાગ્યા. મીડિયામાં આવ્યા પછી આ વીડિયોને ડીલીટ કરી દેવામાં આવ્યો હતો.

આ પહેલા મુકેશ અંબાણી અને એમની પત્ની નીતા અંબાણી લગ્ન માટે મહેમાનોને આમંત્રણ આપવા માટે ચેન્નઈ પહોંચ્યા, અને બંને જણાએ ડી.એમ.કે પાર્ટીના ચીફ એમ.કે.સ્ટાલિનને લગ્નમાં આવવા માટે આમંત્રણ આપ્યું. આ વાતની જાણકારી પોતે ડી.એમ.કે ચીફ સ્ટાલિને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.

આકાશ અને શ્લોકાના લગ્નની વ્યવસ્થા ઘણી ખાસ હશે. 9 માર્ચના દિવસે બપોરે 3:30 વાગ્યે મુંબઈના ટ્રિડેંટમાં જાનૈયાઓ ભેગો થશે. વરઘોડો ટ્રિડેંટથી નીકળી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જીયો વર્લ્ડ સેંટરમાં જશે. 6:30 વાગ્યે અહીં મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા થશે. સાંજે 7 વાગ્યે લગ્નનો કાર્યક્રમ શરુ થશે.

10 માર્ચના રોજ આકાશ અને શ્લોકાના લગ્નની ઉજવણી થશે. એનું આયોજન અંબાણી અને મેહતા પરિવાર મળીને કરશે. આ ખાસ આયોજન પણ જીયો વર્લ્ડ સેંટરમાં થશે. આ સમારોહમાં બોલીવુડ, બિઝનેસ અને રાજનીતિ જગતના ઘણા મોટા વ્યક્તિઓ શામેલ થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.