આ દેવતાની પૂજા કરે છે મુકેશ અંબાણી… જેનાથી દિવસ રાત ભરાતો રહે છે તેમનો ખજાનો, પૈસા જ પૈસા

આજના સમયમાં દરેક લોકો પોતાના ગુરુ તરીકે કોઈને કોઈ વ્યક્તિ કે દેવતાઓને માનતા હોય છે, અને તેની પૂજા અર્ચના કરતા હોય છે. તે પછી કોઈ ગરીબ માણસ હોય કે પૈસાદાર દરેક વ્યક્તિ માટે સમાન હોય છે. અને તે હોવું માણસ માટે જરૂરી પણ હોય છે.

કોઈપણ મુશ્કેલી કે સારા કાર્ય માટે તેમને યાદ કરવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેનાથી મનને શાંતિ મળે છે અને મનમાં એક પ્રકારની તાજગી આવી જતી હોય છે. આવી જ એક આસ્થાની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ સામાન્ય વ્યક્તિની નથી પરંતુ ભારતના સૌથી મોટા પૈસાદાર માણસ મુકેશ અંબાણી વિષે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી કોઈ પણ કામ કરતા પહેલા રાજસ્થાનના એક મંદિરમાં આવવાનું નથી ભૂલતા. તે મંદિર છે રાજસમંદમાં આવેલ શ્રીનાથજીનું મંદિર જેની તે પૂજા કરે છે.

માં કોકિલા બેન છે આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ : મીડિયા રિપોર્ટ અનુસાર બર્થડેથી લઈને પ્રોડક્ટ સુધીના લોન્ચિંગમાં મુકેશ અંબાણી પરિવાર દ્વારા મંદિરમાં માથું ટેકવાનું નથી ભૂલતા, તે ભગવાન શ્રીનાથનું મંદિર છે. મુકેશ અંબાણીની માં કોકીલાબેન આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ છે. અંબાણી પરિવાર તરફથી આ મંદિરમાં ઘણું ડોનેશન આપવામાં આવે છે.

અનીલ અંબાણીને પણ છે અહિયાં આસ્થા : મુકેશ અંબાણીની જેમ તેના ભાઈ અનીલ અંબાણીને પણ શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા છે. અંગત અને ધંધાકીય જીવનમાં કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા અનીલ અંબાણી અહિયાં આવવાનું નથી ભૂલતા. રિલાયન્સ પાવરની શરૂઆત પહેલા પણ અનીલ અંબાણી અહિયાં દર્શન કરવા ગયા હતા. ગ્લેમરસ જીવન જીવવા વાળા અનીલ અંબાણીનો પરિવાર ઘણો ધાર્મિક છે.

કૃષ્ણનું બાળ સ્વરૂપ છે શ્રીનાથજી : શ્રીનાથદ્વારા પાસે શ્રીનાથજી ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ છે. આ મંદિર ઉદયપુરથી લગભગ ૫૦ કિ.મી. દુર રાજસમંદ જીલ્લામાં છે. શ્રીનાથજી વિષ્ણવ સંપ્રદાયના ઇષ્ટદેવ છે. રાજસ્થાન અને ગુજરાતના લોકોની તેમનામાં સૌથી વધુ આસ્થા છે.