ટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ

ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે. કયારેક પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને તો કયારેક પોતાના અંગત જીવનને લઈને તે સમાચારોમાં રહે છે. મુકેશ અંબાણી હાલમાં જ પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્નને લઈને ઘણા વધુ સમાચારોમાં છવાયેલા રહ્યા. જી હાં, મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ હાલમાં જ લગ્ન કર્યા, જેની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

મુકેશ અંબાણીની પત્ની છે નીતા અંબાણી. નીતાને ખુશ રાખવા માટે મુકેશ અંબાણી કોઈ કસર નથી છોડતા. બિઝનેસમાં વ્યસ્ત હોવા છતાં પણ મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી માટે સમય કાઢે છે. જેટલી વધારે ખાસ એમની લાઈફસ્ટાઈલ છે, એના કરતા વધારે ખાસ એમની લવ સ્ટોરી છે. જે પણ વ્યક્તિ એમની લવ સ્ટોરીને જાણે છે, તે બસ કહી દે છે કે શું ફિલ્મ છે ભાઈ. જી હાં, એમની લવ સ્ટોરી કોઈ ફિલ્મ કરતા ઓછી નથી. અરેન્જ મેરેજ હોવા છતાં પણ મુકેશએ આ લગ્નને લવ મેરેજમાં પરિવર્તન કરી દીધા.

મુકેશના પિતાને પહેલી વારમાં નીતા પસંદ આવી ગઈ હતી :

એ દિવસો દરમ્યાન નીતાના પિતા બિરલા ગ્રુપમાં કામ કરતા હતા. અને એ સમયે બિરલા નિવાસમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં વીસ વર્ષની નીતાએ ભરતનાટ્યમ કર્યુ હતું. ત્યાં હાજર મુકેશના પિતા સંપૂર્ણ રીતે નીતાથી પ્રભાવિત થઈ ગયા હતા. નીતાને ડાન્સ કરતા જોઈને મુકેશના પિતા ધીરુભાઈએ મનમાં ને મનમાં જ વિચારી લીધું હતું, કે આ છોકરી ન તો ફક્ત સુંદર છે, પણ ભારતીય સંસ્કૃતિ એમાં સારી રીતે રહેલી છે. પ્રોગ્રામ પૂરો થયા પછી મુકેશના પિતાએ નીતાનો નંબર લીધો અને ઘરે જઈને સૌથી પહેલા એને ફોન કર્યો, પરંતુ નીતાને એ બધું મજાક જેવું લાગ્યું.

મુકેશના પિતાને નીતાએ કહ્યું કે ‘હું એલિઝાબેથ ટેલર છું’ :

જ્યારે નીતાએ મુકેશના પિતા ધીરુભાઈનો ફોન પહેલી વાર કાપી નાખ્યો, તો એમણે બીજી વાર ફોન કર્યો અને કહ્યું કે ‘હું ધીરુભાઈ બોલી રહ્યો છું.’ તો નીતાએ ગુસ્સામાં આવીને કહ્યું, ‘જો તમે ધીરુભાઈ બોલી રહ્યા છો, તો હું એલિઝાબેથ ટેલર બોલી રહી છું.’ ત્યારબાદ એમણે ફરીથી ફોન કાપી નાખ્યો. પણ મુકેશના પિતાએ જયારે ત્રીજીવાર ફોન કર્યો તો એ સમયે નીતાના પિતાએ ફોન ઉપાડયો અને તે એમનો અવાજ ઓળખતા હતા. ત્યારબાદ મુકેશ અંબાણીના પિતાએ એમના પરિવારને ઘરે બોલાવ્યા અને પછી સંબંધની વાત આગળ વધારી હતી.

ટ્રાફિક રોકીને મુકેશ અંબાણીએ કર્યુ હતું પ્રપોઝ :

મુકેશ અંબાણીની લવ સ્ટોરીનો આ પડાવ ઘણો ફિલ્મી લાગી શકે છે, પરંતુ એ જ હકીકત છે. જી હાં, મુકેશ અંબાણી અને નીતા એક સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે લાલ લાઈટ થઈ તો મુકેશએ કાર માંથી ઉતરીને નીતાને પ્રપોઝ કરી દીધું. એટલું જ નહિ, ત્યારબાદ જયારે લીલી લાઈટ થઈ અને નીતાએ એમને જવા માટે કહ્યું તો તે બોલ્યા કે, ‘જ્યાં સુધી તું હા નહિ કહે ત્યાં સુધી હું અહિયાંથી જઈશ નહિ.’ આ દરમ્યાન લોકોએ પાછળથી હોર્ન વગાડવાનું શરુ કરી દીધું હતું અને ત્યારબાદ નીતાએ કહ્યું કે, ‘હા, હું તારી સાથે લગ્ન કરીશ.’