પોતાની બહેન કરતા એકદમ અલગ છે મુકેશ અંબાણીની શાળી, શાહરુખ-અભિષેકના બાળકો ભણાવીને ચલાવે છે પોતાનું ઘર

મિલકત અને ઝાકમઝાળમાં રહેવા વાળા મુકેશ અંબાણીની ખ્યાતિની જેટલી વાત કરવામાં આવે એટલી ઓછી છે. તેમજ બીજી તરફ નીતા અંબાણીના શોખની વાત કરીએ તો એમના શોખ ઘણા મોંઘા અને આલીશાન છે. એવામાં નીતા અંબાણી હંમેશા મીડિયાની સામે અને સમાચારોમાં રહે છે. પરંતુ કદાચ તમને ખબર નહિ હોય કે રોયલ લાઈફ જીવતી નીતા અંબાણીની નાની બહેન પણ છે, અને આજે અમે તમને એમના વિષે જણાવીશું.

નીતા અંબાણીની નાની બહેન એટલે કે મુકેશ અંબાણીની શાળીનું નામ મમતા દલાલ છે, જે દેખાવમાં નીતા અંબાણીની જેમ સુંદર છે. મમતા દલાલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે, કારણ કે એમને સરળ અને સાદું જીવન જીવવાનું પસંદ છે. માટે તે અંબાણી પરિવારના સભ્યોથી ઘણી અલગ છે. એવામાં જાણકારી માટે તમને જણાવી દઈએ કે મમતા દલાલ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં શિક્ષિકાના રૂપમાં કામ કરે છે.

રવીન્દ્રભાઈ દલાલ અને પૂર્ણિમા દલાલની બે દીકરીઓ છે. પહેલી દીકરી નીતા દલાલ અને બીજી દીકરી મમતા દલાલ. નીતા દલાલ મુકેશ અંબાણી સાથે લગ્ન કરીને નીતા દલાલથી નીતા અંબાણી બની ગઈ. તેમની બહેન મમતા દલાલ આ દિવસોમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર છે.

ધીરુભાઈ અંબાણી એ સ્કૂલ છે જેને નીતા અંબાણી સંભાળે છે. જે સ્કૂલમાં શાહરુખ ખાન અને અભિષેક બચ્ચન જેવા મોટા કલાકાર પોતાના બાળકોને ભણવા માટે મોકલે છે. અને મમતા દલાલનું કહેવું છે કે તે કયારેય પણ સામાન્ય માણસ અને કલાકારોના બાળકોમાં કોઈ ફરક નથી રાખતી અને બધાને એક સમાન સમજે છે. મમતાએ ઘણીવાર ઈન્ટરવ્યૂમાં એ વાત કહ્યું છે કે એમને બાળકોને ભણાવવું ઘણું ગમે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે એક તરફ નીતા અંબાણી રોયલ જીવન જીવવાનું પસંદ કરે છે, તો બીજી તરફ મમતાને સીધું અને સરળ જીવન પસંદ છે.

ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા પહેલા નીતા પોતે પણ એક ટીચર હતી. જયારે તેમની મુલાકાત મુકેશ સાથે થઇ તો બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના ચાર પાંચ વર્ષ સુધી નીતા પણ એક ટીચર તરીકે કામ કરતી હતી. થોડા સમય પછી પતિના બિઝનેસ પર કામ કરવાનું શરુ કરી લીધું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.