ખુબ મોટા મન ના છે મુકેશ અંબાણી ના જમાઈ… માત્ર ૫૦ રૂપિયા માં કરાવડાવે છે દરેક બીમારી નો ઈલાજ-કેન્સર નો પણ

કરોડપતિ અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સમાચારોમાં છે. વાસ્તવમાં આનંદ પીરામલ ડીસેમ્બરમાં દેશની સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીના જમાઈ બનવા જઈ રહ્યા છે. આમ તો આનંદ પીરામલ માત્ર પોતાના લગ્નના સમાચારોથી જ ચર્ચામાં નથી. તે ૧૦ અબજ ડોલરના પીરામલ ગ્રુપના એકઝીકયુટીવ ડાયરેક્ટર છે.

તે ઉપરાંત તે પીરામલ એન્ટરપ્રાઈસીસના નોન એકઝીકયુટીવ ડાયરેક્ટર અને પીરામલ રોયલ્ટીના ફાઉંડર પણ છે. આનંદ પીરામલની ખાસ વાત એ છે, કે તેમનો રસ માત્ર બિઝનેસમાં જ નથી, પણ તે ગરીબોની ચિંતા પણ કરે છે. તેનું ઉદાહરણ છે પીરામલ ઈ સ્વાસ્થ્ય. જેના દ્વારા દેશના સામાન્ય માણસનો ઈલાજ લગભગ ૩૦ થી ૫૦ રૂપિયામાં પણ થઇ જાય છે.

શું છે પીરામલ-ઈ-સ્વાસ્થ્ય : વાસ્તવમાં આનંદ પીરામલએ પોતાના પિતાનો બિઝનેસ જોઈન્ટ કરતા પહેલા પીરામલ-ઈ-સ્વાસ્થ્ય નામથી સ્ટાર્ટઅપ શરુ કર્યુ હતું. ગ્રુપની વેબસાઈટ મુજબ સ્ટાર્ટઅપ્સનો ઉદેશ્ય હતો કે જે વિસ્તારમાં ડોક્ટર્સની સુવિધા નથી, એવા વિસ્તારમાં રહેતા લોકોના ઈલાજમાં અડચણ ન આવે. આ એક રીતે ટી-ટેલીમેડીસનની દેશમાં શરૂઆત હતી.

આ એક એવું સેન્ટર હતું, જ્યાં આવીને સામાન્ય માણસ ટેલીફોન દ્વારા ડોક્ટરને પોતાની બીમારી બતાવીને તેનો ઈલાજ કરાવી શકતા હતા. તેના બદલે ડોક્ટર તેને દવા બતાવે છે, જે તે સેન્ટર ઉપર ઓછામાં ઓછી કિંમતે મળી જાય છે. મીડિયા રીપોર્ટના જણાવ્યા મુજબ એ બધા માટે લગભગ ૩૦ થી ૫૦ રૂપિયા જ ખર્ચ થાય છે.

રાજસ્થાનના ચુરુ જીલ્લા માંથી થયેલી શરૂઆત : પીરામલ-ઈ-સ્વાસ્થ્યની શરૂઆત ૨૦૦૮ માં રાજસ્થાનના ચુરુ જીલ્લાના એક ગામ માંથી થઇ હતી. જ્યાં જરૂર પડે ત્યારે સામાન્ય માણસનો ઈલાજ ન થઇ શકતો હતો. ઈલાજ માટે તેને લાંબો રસ્તો પસાર કરીને શહેર કે તાલુકામાં જવું પડતું હતું. આ એક ગ્રામ્ય સ્ટાર્ટઅપ્સ હતું.

એક પ્રકારનું કોલ સેન્ટર : પીરામલ-ઈ-સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર હેલ્થ કેયર વર્કસ હોય છે. તે દર્દીઓની તમામ સમસ્યા સાંભળ્યા પછી ટેલીફોન દ્વારા ડોક્ટરને તમામ સમસ્યા વિષે વાત કરે છે. જો કોઈ રીપોર્ટ છે તો તેની પણ માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી ડોક્ટર યોગ્ય સલાહ આપે છે. જો દવાઓથી બીમારી ઠીક થઇ શકે છે તો દવા બતાવવામાં આવે છે, જે તે કેન્દ્ર ઉપર જ ઓછી કિંમત ઉપર મળી જાય છે. તે જો બીમારી ગંભીર છે તો તેને કોઈ હોસ્પિટલમાં જઈને ઈલાજ માટે કહેવામાં આવે છે.

૪૦ હજારથી વધુ દર્દીઓનો ઈલાજ : પીરામલ-ઈ-સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા આજે ૪૦ હજાર દર્દીઓનો ઈલાજ થઇ રહ્યો છે. તેના કેન્દ્ર ૨૦૦ થી વધુ ગામમાં છે, જ્યાં ગ્રામીણ કક્ષાની ફાર્મસી પણ છે.

હાવર્ડ માંથી ગ્રેજ્યુએટ છે આનંદ : આનંદ પીરામલએ પેન્સિલવેનિયા યુનીવર્સીટી માંથી અર્થ શાસ્ત્રમાં સ્નાતક અને હાવર્ડ બિઝનેસ સ્કુલમાં એમબીએ કર્યુ છે. હાલમાં પીરામલ એન્ટરપ્રાઈઝના એકઝીકયુટીવ ડાયરેક્ટર છે. આનંદ પીરામલએ ૨૦૧૨ માં પીરામલ રિયલ્ટીની સ્થાપના કરી. આનંદ ગ્રુપ સટ્રેટજી, વેલ્યુ અને ઓર્ગેનાઈઝેશન ડેવલપમેંટમાં સક્રિય છે. તેમણે મુંબઈ અને આજુબાજુની પ્રાઈમ જમીન ખરીદવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે એક ઉત્તમ ટીમ બનાવી અને વર્ડ ક્લાસ ડેવલપમેન્ટ ડિઝાઈન કરી રહ્યા છે. કંપનીના ગ્રોથ માટે આનંદએ ૨૦૧૫ માં ૪૩.૪ કરોડ ડોલર ગોલ્ડમેન સોક્સ અને વારબર્ગ પીનક્સ સાથે લગાવ્યા છે.