રસ્તાના કિનારે બેસીને ખુબ રડી હતી મુકેશ અંબાણીની દીકરી ઈશા, આ કારણે છોડ્યો હતો ડાન્સ ક્લાસ.

ઈશા અને આકાશની આ વાત સાંભળી નીતા અંબાણીએ બદલી નાખ્યું હતું ધીરુભાઈ અંબાણી સ્કૂલનુ આખું ટાઈમ ટેબલ.

દુનિયાના સૌથી શ્રીમંત ફેમીલીમાં જોડાયેલા અંબાણી કુટુંબ માત્ર પોતાના બિજનેસ માટે પ્રસિદ્ધ નથી પરંતુ તેમના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં જળવાઈ રહે છે. મુકેશ અંબાણીએ તો બિજનેસમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે, સાથે જ તેમના બાળકો પણ તેના પિતાના રસ્તે ચાલીને બિજનેસની દુનિયામાં પ્રસિદ્ધ થઇ રહ્યા છે. આ કડીમાં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીને ફોર્ચ્યુન ઇંડિયાએ ભારતના સૌથી શક્તિશાળી બિજનેસ વુમેન મહિલાની યાદીમાં સામેલ કરી છે. તે ઈશાની માં એટલે નીતા અંબાણી દેશની સૌથી શક્તિશાળી વુમન છે.

ઈશા તેના ભાઈ આકાશ સાથે રિલાયન્સના રીટેલ અને ટેલીકોમનો બિજનેસ સંભાળે છે. એટલે ગુગલ, ફેસબુક જેવી મોટી ઈંટરનેશનલ કંપનીઓને જીયો પ્લેટફોર્મની ભાગીદારી વેચવા, નેટમેડસ અને ફ્યુચર રીટેલની ભાગીદારી ખરીદવામાં તેની કામગીરી ઘણી મહત્વ ધરાવે છે. ફોર્ચ્યુન ઇંડિયાની આ યાદીમાં 2020 અનુસાર ઈશા 16માં નંબર ઉપર રહેલી છે. તેથી આજે અમે આ લેખમાં ઈશા અંબાણીના જીવનની એક રસપ્રદ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

આ ઘટના પછી ઈશા ડાંસથી દુર થઇ ગઈ : ઈશા અંબાણીએ સ્ટેનફોર્ડ બિજનેસ સ્કુલ માંથી એમબીએનો અભ્યાસ પૂરો કર્યો છે. એમબીએ કર્યા પછી તેણે McKinseyમાં બિજનેસ અનાલીસ્ટના હોદ્દા ઉપર પણ કામ કર્યું છે. સાથે જ તે ઘણા ચેરીટેબલ ઈંવેટસમાં પણ જોવા મળે છે. એટલું જ નહિ પરંતુ ઈશાએ ભારતીય કળાઓને પ્રમોટ કરવા માટે રિલાયન્સ આર્ટ ફાઉન્ડેશનની પણ શરુઆત કરી છે. બિજનેસમાં આવતા પહેલા ઈશાને ડાંસમાં ઘણો રસ હતો. ખાસ કરીને તેની માં ડાંસની ઘણી શોખીન છે અને તેના કારણે જ તે તેની દીકરી ઈશાને પણ ડાંસ શીખવવા માગતી હતી.

ઈશા પણ ડાન્સિંગમાં ઘણી રસ ધરાવતી હતી, પરંતુ તેવામાં તેની સાથે એક અકસ્માત થઇ ગયો અને તેણે હંમેશા માટે ડાંસ છોડી દીધો હતો. આમ તો એક વખત ઈન્ટરવ્યુંમાં નીતા અંબાણીએ એ ઘટનાનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જયારે ઈશા 5-6 વર્ષની હતી તો તે ઘરેથી ડાંસ ક્લાસ માટે નીકળી અને વચ્ચે રસ્તામાં ભટકી ગઈ. નીતાએ જણાવ્યું હતું કે ઈશાને દરરોજ ડાંસ કલાસમાં છોડવા માટે કોઈને કોઈ જતું હતું, પરંતુ તે દિવસે તેને એકલી મોકલવામાં આવી જેથી તેને રસ્તા યાદ રહી શકે. પરંતુ ઘરવાળાનો આ પ્રયત્ન ઘણો મોંઘો પડ્યો, ઈશા વચ્ચે રસ્તો ભૂલી ગઈ અને રોડના કાંઠે બેસીને રડવા લાગી.

નીતા અંબાણી કહે છે કે તે સમયે ઈશાના મનમાં ડર બેસી ગયો હતો કે તે ઘરે પાછી કેવી રીતે જશે. આમ તો આ અકસ્માતે ઈશાને એટલી હદે ડરાવી દીધી કે તે ફરી વખત ડાંસ કલાસ ન ગઈ.

નીતાએ ઈશા માટે બદલી નાખ્યો સ્કુલનું ટાઈમ ટેબલ : નીતાએ પોતાના બાળકોનો ઉછેર ઘણી સારી રીતે કર્યો છે. નીતા હંમેશા એ વાત માને છે કે આવનારો સમય યુવાનોનો જ હશે, તેથી આપણે તેમની સાથે ચાલીને જ કામ કરવું પડશે. આમ તો એક વખત તો નીતાએ તેના બાળકોની વાત માનીને આખી સ્કુલનું ટાઈમ ટેબલ બદલી નાખ્યું હતું. ખાસ કરીને ઈશા અને આકાશ તે સમયે 7માં અને 8માં ધોરણમાં હતા, તો એક દિવસ નીતા, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલનું ટાઈમટેબલ બનાવી રહી હતી.

તે સમયે નીતાએ બધા પીરીયડ 1 કલાકના રાખ્યા હતા. તે સમયે ઈશા અને આકાશે કહ્યું હતું કે છેલ્લી 20 મિનીટમાં તો અમને બધાને ઊંઘ આવવા લાગે છે કેમ કે 40 મિનીટના કલાસ પછી અમારું અટેંશન ઓછું થવા લાગે છે. બાળકોની એ વાત સાંભળીને નીતાએ આખી સ્કુલનું ટાઈમટેબલ બદલી દીધું અને મોટા બાળકો માટે 40 મિનીટનો પીરીયડ અને નાના બાળકો માટે 30 મિનીટ કરી દીધો.

ઈશા અંબાણીએ પીરામલ ઇન્ડસ્ટ્રીના આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે. કહેવામાં આવે છે કે જયારે આનંદ પીરામલે ઈશા અંબાણી સાથે લગ્ન માટે પ્રપોઝ કરી હતી, તો તેણે કહ્યું હતું કે મમ્મીને પૂછીને જણાવીશ. ત્યાર પછી આનંદ હજુ પણ ઈશાને ચીડાવે છે કે ઈશા કોઈ પણ કામ મમ્મીને પૂછ્યા વગર નથી કરતી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.