દીકરી ઈશાને દુલ્હનના શણગારમાં જોઈને ભાવુક થયા મુકેશ-નીતા અંબાણી, કન્યાદાન કરતા સમયે આંખો માંથી નીકળ્યા આંસુ

ભારતમાં તમામ રીત રીવાજોનું ઘણું મહત્વ છે, તેમાં પણ લગ્ન સાથે જોડાયેલી તમામ વિધિ જેવી કે સગાઈ લગ્ન વિદાય જેવી તમામ વિધિનું ખુબ જ મહત્વ હોય છે. અને તેમાં પણ એક રીવાજ એવો હોય છે જે વિધિ ઘણી જ વસમી હોય છે. આ વિધિ સમયે કોઈપણ કન્યાના માતા પિતાનું હ્રદય ભરાઈ આવે છે, અને તે વિધિ છે કન્યા વિદાયની જેમાં કન્યાના માતા પિતાએ પોતાના કાળજાના ટુકડાને બીજા વ્યક્તિના હાથમાં સોંપવી પડે છે. જે પળ ઘણી જ વસમી હોય છે. તે પછી કોઈ ગરીબ હોય કે પૈસાદાર દરેકને માટે એક સમાન જ હોય છે.

ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન પછી, નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પણ એવી જ એક ઘડી માંથી પસાર થવું પડ્યું છે.

ઈશા અંબાણી અને આનંદ પીરામલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વરવધુના શણગારમાં ઈશા અંબાણી કોઈ પરીથી ઓછી લાગી રહી ન હતી. વરવધુ બનેલી ઈશાને જોઈને નીતા અંબાણી અને મુકેશ અંબાણી ભાવુક બની ગયા. બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામીલ સાથે અંબાણીના એંટીલિયામાં થયા. આ લગ્નમાં બિઝનેશ વર્લ્ડ, બી ટાઉન, રાજકારણી અને રમત જગત સાથે જોડાયેલા મહાન વ્યક્તિઓએ હાજરી આપી. તેવામાં મહેમાનોના સોશિયલ મીડિયા ઉપર ગ્રેંડ વિડીંગના ઘણા બધા ઈનસાઈડ ફોટા અને વિડિયોઝ વાયરલ થઇ રહ્યા છે. એ બધાની વચ્ચે કન્યાદાનની વિધિનો વિડીયો સોસીયલ મીડિયા ઉપર સામે આવ્યો છે. આ વિધિ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઘણા ભાવુક જોવા મળી રહ્યા છે.

નીતા અને મુકેશ અંબાણીની સાથે સાથે તેમની દીકરી ઈશા પણ ઘણી ઈમોશનલ જોવા મળી રહી છે. આ વિડીયોમાં સ્પષ્ટ છે કે કન્યાદાનની વિધિ દરમિયાન અમિતાભ બચ્ચન લગ્નમાં આવેલા મહેમાનોને કન્યાદાનની વિધિના મહત્વ વિષે જણાવી રહ્યા છે. વિડીયોમાં અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળી શકો છો. તે કહી રહ્યા છે આ સૌથી ઈમોશનલ પળ છે જ્યારે વરવધુના પિતા વરરાજાને પોતાના જીવનની સૌથી અનમોલ વસ્તુ આપે છે.

ઈશા અંબાણી અને આનંદ પીરામલ બન્ને જ કલર કોર્ડીનેટેડ આઉટફીટમાં જોવા મળ્યા. લગ્નના ફોટોઝ સોશિયલ મડીયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. ઈશાએ લગ્નમાં સફેદ કલરનો લેંઘો પહેર્યો. લેંઘા ઉપર ગોલ્ડન કલરનું ભરત કામ કરવામાં આવ્યું છે. વરવધુના શણગારનો લુક ઘણો આકર્ષક છે. સાથે જ આંનદના લુકની વાત કરીએ તો તે પણ વરરાજાના ગેટઅપમાં હેંડસમ લાગી રહ્યા હતા. આ ભવ્ય લગ્નમાં તમામ સેલીબ્રીટી અને રાજકારણી જોડાયા હતા. બચ્ચન પરિવાર, રેખા, આમીર ખાન, કિરણ રાવ, દીપિકા અને રણવીર, નીક જોનસ અને પ્રિયંકા ચોપડા, શાહરૂખ ખાન ઉપરાંત ઘણા મોટા રાજકારણીઓએ પણ લગ્નમાં ભાગ લીધી હતો. હિલેરી ક્લીન્ટન પણ ઈશાના લગ્નમાં મહેમાન બની છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.