મુંબા દેવીના નામ ઉપર બન્યું છે મુંબઈ શહેર, જાણો શું છે આ મંદિરનું રહસ્ય

આ ભારત દેશ ધાર્મિક દેશ છે અને દરેક જગ્યાએ દેવી દેવતાના મંદિરો આવેલા છે, આવું જ એક મંદિર છે મુંબા દેવીનું. આમ તો મંદિરમાં ભક્તોની ભીડ દરરોજ રહે છે, પરંતુ મંગળવારના રોજ અહિયાં લોકો મોટા પ્રમાણમાં આવે છે. શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે અહિયાં માંગવામાં આવેલી તમામ માનતા પૂરી થાય છે.

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં ઘણા ઐતિહાસિક અને ધાર્મિક ફરવાના સ્થળ છે. જેમાંથી એક મુંબા દેવી મંદિરનું મુખ્ય સ્થાન છે. મુંબા દેવી મંદિરનો મહિમા અપરંપાર ગણાવવામાં આવે છે. મુંબઈ નામ જ મરાઠીનો શબ્દ મુંબા આઈ એટલે મુંબા માતાના નામ માંથી નીકળે છે. આ મંદિરનો ગૌરવશાળી ઈતિહાસ લગભગ ૪૦૦ વર્ષ જુનો છે. આખા મહારાષ્ટ્માં આ મંદિરની ઘણી માન્યતાઓ છે.

કહે છે કે મુંબઈ શરૂઆતમાં માછીમારોની વસ્તી હતી. તે લોકોને મુંબઈમાં કોલી કહેવામાં આવતા હતા. કોલી લોકો એ બોરી બંદરમાં ત્યારે મુંબા દેવી મંદિરની સ્થાપના કરી. કહેવામાં આવે છે કે દેવીની આ કૃપાથી માછીમારોને દરિયા એ ક્યારે પણ નુકશાન નથી પહોચાડ્યું. આ મંદિર પોતાના મૂળ સ્વરૂપ માં તે સ્થળે બન્યું હતું, જ્યાં આજે વિક્ટોરિયા ટર્મિનસ બિલ્ડીંગ છે.

તેનું નિર્માણ વર્ષ ૧૭૩૭ માં થયું હતું. પછી અંગ્રેજોના શાસન દરમિયાન મરીન લાઈન પૂર્વ ક્ષેત્રમાં બજારની વચ્ચે સ્થાપિત કર્યું. આ મંદિરની ત્રણ બાજુ એક મોટું તળાવ હતું. જેણે પૂરીને જમીન બરોબર કરી દેવામાં આવ્યું છે. કહે છે કે આ મંદિર માટે જમીન પાંડુ શેઠ એ દાનમાં આપી હતી.

શરૂઆતમાં મંદિરની દેખરેખ પણ તેના જ પરીવાર વાળા રાખતા હતા. પછીના વર્ષોમાં મુંબઈ હાઈકોર્ટના આદેશ મુજબ મુંબા દેવી મંદિર ન્યાસની સ્થાપના કરવામાં આવી. તે સમયે પણ મંદિર ન્યાસ જ તેની દેખરેખ રાખતા હતા. મુંબા દેવીનું મંદિર ઘણું આકર્ષક છે. તેમાં બિરાજમાન માતાની મૂર્તિ પણ ઘણી ભવ્ય છે.

અહિયાં મુંબા દેવીનું નારંગી ચહેરા અને રજત મુગુટથી સુશોભિત મૂર્તિ સ્થાપિત થઇ છે. ન્યાસ એ અહિયાં અન્નપૂર્ણા અને માતા જગદંબા ની મૂર્તિઓ પણ મુંબા દેવી ની આજુ બાજુ સ્થાપિત કરાવી હતી. કહે છે કે મુંબા દેવી માં મંદિર દરરોજ છ વખત આરતી કરવામાં આવે છે.

આમ તો મંદિર માં ભક્તોની ભીડ દરરોજ રહે છે, પરંતુ મંગળવારના રોજ અહિયાં લોકો મોટા પ્રમાણમાં આવે છે. શ્રદ્ધાળુઓ માં એવી માન્યતા છે કે અહિયાં માંગવામાં આવેલી દરેક માનતા પૂરી થાય છે. મુંબા દેવી મંદિરમાં માનતા માગવા માટે અહિયાંના લાકડા ઉપર સિક્કાને ખીલાથી લગાવવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.