અજય દેવગને કર્યા મુંબઈ પોલીસના વખાણ, તો ફિલ્મી અંદાઝમાં મળ્યો જવાબ.

મુંબઈ પોલીસના વખાણ કરવા પર અજય દેવગનને મળ્યો એવો જવાબ કે ઇન્ટરનેટ પર મચી ગઈ ધૂમ

કોરોના મહામારીના કારણે દેશમાં આ સમયે મોટું સંકટ આવ્યું છે. વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગેલ છે. આ મુશ્કેલ સમયમાં કોરોના વોરિયર્સ (ડોક્ટર, નર્સેસ, પોલિસ, સ્વાસ્થ્ય કર્મી, સફાઈ કર્મી) જ આપણા ભગવાન છે. આમના વિના આપણે આ જંગને જીતી શકશું નહિ. દેશને આ મુશ્કેલ સમયમાં આ બધા લોકો પોતાના ઘરમાં રહેવાની જગ્યાએ આપણા રક્ષામાં જોડાયેલા છે.

હોસ્પિટલમાં ડોક્ટર્સ દિવસ-રાત લાગેલ છે, તે આ લોકડાઉનને સફળ બનાવવા અને સામાજિક વ્યવસ્થાને બનાવી રાખવા માટે પોલીસ દિવસ-રાત જોડાયેલી છે. ત્યાં આ દિવસોમાં પોલીસની સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઇ રહ્યા છે અને તેમના સમ્માનમાં સોશિયલ મીડિયા પર ઘણી વખત લોકો ફોટોઝ, વિડીયો વગેરે નાખી રહ્યા છે. આ વચ્ચે બોલિવૂડ અભિનેતા અજય દેવગને પોલીસના વખાણ કર્યા છે. તો આવો જાણીએ તેમને શું લખ્યું છે?

અભિનેતા અજય દેવગણએ લોકડાઉનમાં પોતાની જવાબદારીઓ સરસ નિભાવવા માટે મુંબઈ પોલીસના ખુબ વખાણ કરતા ટ્વીટ કર્યું છે અને તેમને આ પોસ્ટની સાથે એક વિડીયો શેયર કર્યો છે. અજય દેવગણ આ પોસ્ટ પછી મુંબઈ પોલીસે પણ જબરજસ્ત રિપ્લાઈ આપ્યો છે. જણાવી દઈએ કે મુંબઈ પોલીસ ઘણી વખત પોતાના શાનદાર ટ્વીટ્સ માટે ઓળખાય છે. આ ટ્વીટ પર મુંબઈ પોલીસે અજયને કેટલીક પ્રખ્યાત ફિલ્મોનું નામ લઈને જવાબ આપ્યો : તેમણે ટ્વીટમાં લખ્યું, ડિયર ‘સિંઘમ’ તમે જે કરી રહ્યા છે, જે ખાખીએ કરવું જોઈએ. જેથી સ્થિતિ સામાન્ય થઇ જાય : ‘વંસ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’.

જણાવી દઈએ કે અજય દેવગને ઘણી ફિલ્મમોમાં પોલીસની ભૂમિકા નિભાવી છે. તેમના પોલીસ રોલ વાળા ફિલ્મો હંમેશા દર્શકોને પસંદ આવે છે. આમાં ગંગાજળ અને સિંઘમ બે મુખ્ય ફિલ્મ છે. આ વર્ષ અજય દેવગનની 100મી ફિલ્મ રિલીઝ થઇ. ફિલ્મનું નામ તાનાજી : ધ અનસંગ વોરિયર હતી, જે બોક્સ ઓફિસ પર હિટ થઇ. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ભવિષ્યમાં તેમની આવનારી ફિલ્મો, બિગ બુલ, છલાંગ, ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, થૈક ગોડ અને મૈદાન વગેરે છે.

જણાવી દઈએ કે કોરોના સંકટ દરમિયાન થોડા સમય પહેલા અજય દેવગણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મજૂરો માટે 51 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેર કર્યું છે. ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ વિભાગોમાં કામ કરવા વાળા લગભગ 5 લાખ મજૂરોના અલગ અલગ યુનિયનોની ફેડરેશન (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સીને ઈમ્પલાઈઝ) લોકડાઉનના કારણે મુંબઈમાં શૂટિંગ બંધ થવાના દિવસથી પોતાના સભ્યોને દરેક રીતે કાર્યક્રમ ચલાવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં મજૂરોને રાશન વેચવાથી લઈને બધી જરૂરી સમાન પહુંચાડવુ વગેરે.

આ સંગઠનના મહાસચિવે જણાવ્યું કે, અજય દેવગણે આ કામ કરનારાઓની મદદ માટે આર્થિક મદદ આપવાનો સંકલ્પ લીધા છે. તેમણે આગળ જણાવ્યું કે અમારી પાસે હજુ પણ લોકોના ફોન આવી રહ્યા છે, જે આ કર્મચારીની મદદ કરવા માંગે છે. તેમણે જણાવ્યું કે જે મદદ માટે સામે આવી રહ્યા છે, અમે તેમને મજૂરોના બેન્ક ખાતા નંબર પણ જણાવી રહ્યા છે. જણાવી દઈએ કે અજય દેવગણ સિવાય અન્ય ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મજૂરો માટે મદદ હાથ આગળ વધાર્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.