મુંબઈના વિધાર્થીનો કમાલ, બનાવ્યું ભારતનું પહેલું સેલ્ફ ડ્રાયવીંગ ઇલેક્ટ્રિક ટ્રેકટર 4 કલાક ચારજિંગ મા 6 કલાક ચાલશે

આજના આધુનિક યુગમાં અનેક પ્રકારની શોધો થઇ રહી છે, જેમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મુખ્ય છે. આ ક્ષેત્રમાં તો રોજ નવી નવી શોધો થતી રહે છે, અને તે બધું વિજ્ઞાનને આભારી છે. આજના સમયમાં વિજ્ઞાન ઘણી પ્રગતી તરફ આગળ વધી રહ્યું છે. આવી જ એક શોધ હાલમાં જ મુંબઈની એક કોલેજના વિદ્યાર્થીઓએ કરી છે. તે શોધ છે ઈલેક્ટ્રીક ટ્રેક્ટરની, જેના વડે ખેડૂતને ખેતી કામમાં ઘણો ફાયદો થઇ શકે છે. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

આ ટ્રેક્ટરને ૪ કલાક ચાર્જીંગ કરી ૬ કલાક સુધી ચલાવી શકાશે :

નવી દિલ્હી ડીવાઈ પાટીલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, આઈઈએસ કોલેજ નવી મુંબઈના વિદ્યાર્થીએ મળીને ભારતનું પહેલું સેલ્ફ ડ્રાઈવિંગ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવ્યું છે. ટ્રેક્ટરને બનાવવામાં મુંબઈના વિદ્યાર્થીએ બીટ્સ પીલાની અને આઈઆઈટી મદ્રાસ, ખડગપુરના વિદ્યાર્થીની મદદ લીધી છે. આ ટ્રેક્ટર સામાન્ય ટ્રેક્ટરથી ત્રણ ગણું પાવરફુલ છે.

ટ્રેક્ટર બનાવવામાં મુંબઈના વિદ્યાર્થીની મદદ કરનારી ઓટોમેટીક પ્રાઈવેટ કંપનીના જણાવ્યા મુજબ, તેને ૪ થી ૫ કલાક ચાર્જ કરીને ૫ થી ૬ કલાક સુધી ચલાવી શકાય છે. આ ટ્રેક્ટરને ચાર્જ કરવા માટે અલગથી ચાર્જરની જરૂર નહી રહે. કંપની ટ્રેક્ટર સાથે જ ચાર્જર આપશે. સાથે જ ટ્રેક્ટરને ૩ ફેસ પાવરની મદદથી ચાર્જ કરી શકાશે. જેમાં ખેડૂત પંપિંગ સેટ ચલાવે છે. તેની વધુમાં વધુ સ્પીડ ૪૦ થી ૫૦ કી.મી. પ્રતિ કલાક છે. ટ્રેક્ટરમાં 5000 આરપીએમ ઉપર 27 hp નો પાવર અને 150 ન્યુટન મીટર તારક જનરેટ થાય છે.

કંપનીએ બહાર પાડી ફંડીંગ :

Ten X2 કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અભિજિત દત્તાના જણાવ્યા મુજબ, હાલમાં આ ટ્રેક્ટર પ્રોટોટાઈપ ફેઝમાં છે. કંપની વર્ષ ૨૦૨૦ની મધ્ય એટલે જુન-જુલાઈ સુધી કોમર્શીયલ રીતે ટ્રેક્ટરને લોન્ચ કરી શકે છે. કંપની પાસે આઈઆઈટી અને આઈઆઈએમની તરફથી રોકાણ માટે કુલ ૩.૪ કરોડનું ફંડ મળી રહ્યું છે. હાલના સમયમાં કંપની ૧.૫ કરોડના ફંડ દ્વારા ઓટોમેટીક રીસર્ચ એસોસીએશન ઓફ ઇન્ડિયા (ARAI) અને iCAT દ્વારા લાયસન્સ મેળવશે, જેથી ટ્રેક્ટરને ઓન-રોડ ચલાવી શકાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.