જો તમે કોઈ અજાણ્યાને પોતાની ગાડીમાં લીફ્ટ આપો છો? તો તે તમારું ચલણ કપાવી શકે છે, તે એટલા માટે કે કોઈ પણ અજાણ્યા માણસને પોતાની પ્રાઈવેટ ગાડીમાં લીફ્ટ આપવી ગેર કાયદેસર છે.
તાજી ઘટના મુંબઈમાં રહેવા વાળા નીતિનની છે. તે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. કાર દ્વારા ઓફિસે જાય છે. રસ્તામાં ઘણી વખત તે બીજા જઈ રહેલા લોકોને લીફ્ટ આપતા રહેતા હતા. ૧૮ જુનની સવારે તે પોતાની ઓફિસે જઈ રહ્યા હતા. વરસાદ પણ પડી રહ્યો હતો. રસ્તામાં ઉભા રહેલા બે લોકો એ હાથ દેખાડ્યો. તો તેમણે ગાડી રોકી તેને બેસાડી લીધા. થોડા આગળ વધ્યા તો ટ્રાફિક પોલીસે તેને અટકાવ્યા અને લાયસન્સ માગ્યું. પૂછ્યું કે જે લોકો બેઠા છે તે કોણ છે? નીતિને જણાવ્યું કે એમ જ લીફ્ટ આપી છે. તો પોલીસ વાળા એ કહ્યું ચલણ થશે. કારણ પૂછવાથી જણાવ્યું કે અજાણ્યાને પોતાની ગાડીમાં લીફ્ટ આપવી ગેર કાયદેસર છે. તેમાં મોટર વ્હીકલ એક્ટની કલમ ૬૬/૧૯૨ હેઠળ 2000 રૂપિયાનું ચલણ કરવામાં આવ્યું.
આવા કાયદાથી પેલી કહેવત જેવું થાય “ધરમ કરતા, ધાડ પાડી” બીજાનું સારું કરવા જતા, પોતાનું વેતરાઈ ગયું. બીજી કહેવત પણ આને લાગુ પડે છે. જો તમને એ ખબર હોય તો અવશ્ય કોમેન્ટમાં લખશો. આવા કાયદા ભારત આઝાદ થયો ત્યારે આપણા બંધારણમાં અંગ્રેજોના બનાવેલા ચાલ્યા આવે છે. અત્યારની પરિસ્થિતિ ખુબ બદલાઈ ગયી છે, તો આવા કાયદા રદ થવા જોઈએ? કોમેન્ટ કરો.
કલમ ૬૬/૧૯૨ હેઠળ થયેલા ચલણમાં લાયસન્સ કોર્ટ દ્વારા જ પાછું મળે છે. એટલે નીતિનને પણ કોર્ટના ધક્કા ખાવા પડ્યા. અને પાંચ દિવસ પછી પોતાનું લાયસન્સ પાછું મળ્યું. તેમણે પોતાની ફાઈનની રસીદ ફેસબુક ઉપર નાખી અને પોતાની કહાની જણાવી. તેની આ પોસ્ટ ઘણી શેર થઇ રહી છે.
આ નિયમ અને આ ચલણનું સત્ય જાણવા માટે અમે નવી મુંબઈ ટ્રાફિક પોલીસ સાથે વાત કરી. આ ચલણ નવી મુંબઈ ટ્રાફિક પોલીસ એ જ કર્યું હતું. તેના વિષે જાણકારી આપતા ટ્રાફિક પોલીસ અધિકારી એ. સાવંત એ જણાવ્યું કે પોતાના પ્રાઈવેટ વ્હીકલમાં કોઈ પણ અજાણ્યાને લીફ્ટ આપવી એક ધંધાકીય કારણોસર (Commercial Activity) માનવામાં આવે છે. જેમાં પૈસાની લેવડ દેવદ થઇ હોવાનું માનવામાં આવે છે. ધંધાકીય કારણોસર માટે સરકાર પરમીટ આપે છે. જે ટેક્સી વગેરે માટે હોય છે. એટલા માટે પ્રાઈવેટ ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડવા ઉપર દંડ થઇ શકે છે. અમુક કંડીશનમાં તેમાં છૂટ આપવામાં આવી છે. તેમાં કોઈ અજાણ્યાને મેડીકલ સહાય માટે મદદ કરવા જેવી રહેલી છે.
બે વાતો નવાઈ પમાડનારી છે :-
પહેલી : સરકાર એક તરફ તો પદુષણ અટકાવવા માટે કારપુલિંગને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, બીજી તરફ એવો કાયદો છે, જે કાર પુલિંગ ઉપર દંડ લગાવી શકે છે.
બીજી : આજકાલ ઘણી બધી એપ આવી રહી છે. જેનાથી કારપુલિંગ થાય છે. આ એપ્સમાં કોઈ પ્રાઈવેટ વ્હીકલ પણ રજીસ્ટર કરાવી શકે છે. કાર પુલના પૈસા પણ મળે છે. આ કાયદાથી ખાનગી ગાડીઓની આવા પ્રકારની કાર પુલિંગ ગેર કાયદેસર થઇ જાય છે. તો સરકાર હવે આ નિયમ બદલશે કે પછી એવી એપ ઉપર પ્રતિબંધ લગાવશે.
આવા કાયદાથી પેલી કહેવત જેવું થાય “ધરમ કરતા, ધાડ પાડી” બીજાનું સારું કરવા જતા, પોતાનું વેતરાઈ ગયું. બીજી કહેવત પણ આને લાગુ પડે છે જો તમને એ ખબર હોય તો અવશ્ય કોમેન્ટમાં લખશો. આવા કાયદા ભારત આઝાદ થયો ત્યારે આપણા બંધારણમાં અંગ્રેજોના બનાવેલા ચાલ્યા આવે છે. અત્યારની પરિસ્થિતિ ખુબ બદલાઈ ગયી છે તો આવા કાયદા રદ થવા જોઈએ? કોમેન્ટ કરો. જય હિન્દ…