ગુફાઓમાં જીવન પસાર કરી રહેલ છે આ ધાંસુ કલાકાર, એક દ્રશ્યએ અપાવી હતી મોટી ઓળખ

બોલીવુડમાં કામ કરતા કલાકારો વિષે સામાન્ય ધારણા હોય છે કે તે લક્ઝરી જીવન જીવવાથી ટેવાયેલા હોય છે. પાર્ટીઓમાં રોજ સાંજ પસાર થાય છે. મુંબઈ જેવા શહેરમાં આલીશાન બંગલા હશે. પણ અમુક વિરલા છે જે આ બાબત થી એકદમ અલગ છે. તેમની જીવવાની પદ્ધતિ જુદી છે. અલ્હડ અને મસ્તમૌલ, પોતાના સિદ્ધાંતો ઉપર જીવન જીવવાથી ટેવાયેલા છે.

તેમાંથી એક છે ફિલ્મ ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ માં જાદુ કી ઝપ્પી વાળું દ્રશ્ય કરીને સમાચારોમાં આવેલ સફાઈ કર્મચારી બનેલા સુરેન્દ્ર રાજન, જેને સંજય દત્ત જાદુની ઝપ્પી આપે છે. આ પાત્ર નિભાવનાર સુરેન્દ્ર રાજન વિષે ઓછા લોકો જાણે છે, કે સુરેન્દ્ર છેલ્લા ચાર વર્ષથી ઘર બાર છોડીને હિમાલયની તળેટી માં જઈને રહે છે.

પથ્થરોની ગુફામાં રહીને ઝરણાનું પાણી પી રહેલ છે :

શહેર છોડીને હિમાલયની કુદરતી વાતાવરણ માં રહેતા સુરેન્દ્ર રાજન ૭૫ વર્ષના છે, અને છેલ્લા ચાર વર્ષથી ઉત્તરાખંડ ના રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલ હિમાલય ની સૌથી છેલ્લા ગામ ખૂન્નું માં રહે છે. સુરેન્દ્ર હિમાલયમાં પથ્થરોથી બનેલ એક રૂમના ઘરમાં રહે છે. જે તેમણે એક નિવૃત ફૌજી પાસેથી માગેલ હતું.

ફૌજી તે ઘરમાં ચા ની દુકાન ચલાવતો હતો. ગામમાં જવા માટે લગભગ ૧૭ કી.મી પહાડ ચડવો પડે છે. એટલે તે ત્રણ ચાર મહિનામાં શહેર આવીને સાબુ, તેલ જેવી વસ્તુ ખરીદવા આવે છે. ઝરણાથી પાણીની વ્યવસ્થા થઇ જાય છે, બાજુમાં જ એક નદી પણ વહે છે.

૧૬ વર્ષ સુધી કાર જ બની રહેલ ઘર :

લગભગ ૭૦ થી વધુ ફિલ્મોમાં નાના મોટા પાત્ર કરનાર સુરેન્દ્ર એક ચિત્રકાર અને ફોટોગ્રાફર તરીકે ઘણા જાણીતા રહેલ છે અને આ બધા ઉપરાંત તેમનો ધૂની સ્વભાવ બેજવાબદાર રીતે જીવવાની પદ્ધતિ તમને નવાઈ પમાડી દેશે. સુરેન્દ્ર જણાવે છે કે જીવનનું સત્ય ઘણું વહેલા સમજી લીધું હતું અને તેથી મેં મારું જીવન ફરીને પસાર કર્યું.

દેશના દરેક ખૂણા સાથે હંગરી, ઓસ્ટ્રેલીયા જેવા દેશમાં મહિનાઓ સુધી પ્રવાસ કરેલ છે. ફરવાના શોખ ને કારણે ૧૬ વર્ષ સુધી ભાડાનું મકાન પણ ન લીધું. કારમાં જ દેશ આખામાં પ્રવાસ કરતા રહેલ હતા.

તે એકઠું કરી રહેલ છું જે સાથે લઇ જઈ શકું :

સુરેન્દ્ર જણાવે છે, “લોકોને મારું જીવન વિચિત્ર લાગી શકે છે પણ મને લાગે છે કે માત્ર પૈસાની પાછળ દોડવું વિચિત્ર છે. મેં ક્યારેય કેરિયર જેવી વસ્તુ ઉપર વિશ્વાસ નથી કરેલ. મેં ઘણું વહેલા વિચારી લીધું હતું કે માત્ર તે વસ્તુ જ એકઠી કરીશ જે મારી સાથે ઉપર લઇ જઈ શકું. એડવેંચર ના શોખને કારણે મને સર્વાઇવ કરવાની પદ્ધતિની ખબર છે. ત્યાં કુદરતના ખોળામાં મને મારી જરૂરિયાતની તમામ વસ્તુ મળી જાય છે.”