નાના મોટા માણસ નથી મિર્ઝાપુરના મુન્ના ભૈયા, બનાવી લીધી છે કરોડોની સંપત્તિ, ફરે છે આ લકઝરી કારમાં.

મિર્ઝાપુરના મુન્ના ભૈયા અસલ જીવનમાં પણ છે કરોડોની સંપત્તિના માલિક, માધુરી દીક્ષિતની આ ફિલ્મથી કર્યું હતું ડેબ્યુ.

મોટા મોટા સુપરસ્ટાર્સ અને કલાકારો વચ્ચે હંમેશા ઘણા એવા કલાકારો પણ પ્રશંસકોનો પ્રેમ મેળવે છે જે અજાણ્યા હોય છે કે ઇન્ડસ્ટ્રીમાં નવા હોય છે. એવું જ એક નામ છે દિવ્યેન્દુ શર્મા. જો તમે આ નામ વાંચ્યા પછી આ અભિનેતાને ઓળખી નહિ શક્યા હોય તો જણાવી દઈએ કે, અમે તમને વેબ સીરીઝ મિર્ઝાપુરના મુન્ના ભૈયાની વાત કરી રહ્યા છીએ.

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ પસંદ કરવા વાળા દર્શકોએ વેબ સીરીઝ મિર્ઝાપુરને ઘણો પ્રેમ આપ્યો છે. આ વેબ સીરીઝે ઘણી ખ્યાતી મેળવી છે અને તેણે દર્શકોની ઘણી પ્રસંશા મેળવી છે. તેના દરેક પાત્ર પ્રસંશક વચ્ચે ઘણા લોકપ્રિય છે. તેમાં દિવ્યેન્દુ શર્માએ મુન્ના ત્રિપાઠી ઉર્ફ મુન્ના ભૈયાના પાત્રથી જોરદાર લોકપ્રિયતા અને સફળતા પ્રાપ્ત કરી હતી.

દિવ્યેન્દુ શર્માએ ઓછા સમયમાં જ પોતાની ઉત્તમ કામગીરીથી સારી એવી ખ્યાતી મેળવી લીધી છે. આ વેબ સીરીઝમાં દિવ્યેન્દુ શર્માએ પોતાની કમાલની એક્ટિંગથી દરેકને ચકિત કરી દીધા હતા. ત્યાં સુધી કે તેમના કામની ફિલ્મ સમીક્ષકોએ પણ ઘણી પ્રશંસા કરી હતી.

જે દર્શકોએ વેબ સીરીઝ મિર્ઝાપુર જોઈ છે તે એ વાતથી સારી રીતે માહિતગર છે કે દિવ્યેન્દુ શર્માએ તેમાં કાલીન ભૈયાની કરોડોની સંપત્તિ સંભાળી છે. કદાચ તમને એ વાતનો અંદાજો નહિ હોય કે, અસલ જીવનમાં પણ દિવ્યેન્દુ શર્મા પોતે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અને તેમની પાસે ઘણી લકઝરી ગાડીઓ પણ છે. તે એક સુંદર જીવન જીવે છે. તો આવો આજે તમને મુન્ના ભૈયા એટલે દિવ્યેન્દુ શર્માની અમીરી વિષે જણાવીએ.

દિવ્યેન્દુ શર્માએ મિર્ઝાપુરમાં કામ કરવા માટે કુલ 50 લાખ રૂપિયા ફી લીધી હતી. તે હિસાબે તેમના દરેક એપીસોડની ફી 5 લાખ રૂપિયા થઇ. અભિનેતા એક માસમાં 10-15 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. ફિલ્મોની સાથે જ તે જાહેરાતો માંથી પણ સારા એવા પૈસા કમાઈ લે છે.

દિવ્યેન્દુ શર્મા પાસે છે 14 કરોડ રૂપિયાની સંપત્તિ : અત્યાર સુધી દિવ્યેન્દુ શર્માએ વ-ર્જિ-ન મોબાઈલ, બિરલા સન લાઈફ જેવી ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તે એક ફિલ્મ માટે સારી એવી ફી લઇ રહ્યા છે. અને તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રીપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની પાસે કુલ 14 કરોડ રૂપિયાની સંપત્તિ છે. દિવ્યેન્દુ શર્મા પાસે મોંઘી અને લકઝરી ગાડીઓ પણ છે. તેમની પાસે BMW ઉપરાંત પણ ઘણી ગાડીઓ છે.

દિવ્યેન્દુ શર્માને માધુરી દીક્ષિતની વર્ષ 2011 માં આવેલી ફિલ્મ ‘આજા નચ લે’ માં એક નાનો એવો રોલ મળ્યો હતો અને તે ફિલ્મથી તેમની ફિલ્મી કારકિર્દીની શરુઆત થઇ હતી. ત્યાર પછી તે વર્ષ 2011 માં કાર્તિક આર્યનની ફિલ્મ પ્યાર કા પંચનામામાં જોવા મળ્યા હતા.

દિવ્યેન્દુ શર્માએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથામાં કામ કર્યું છે જે ઘણી સફળ રહી હતી. ત્યાર પછી તે બત્તી ગુલ મીટર ચાલુ અને ડેવિડ ધવનની ચશ્મે બદ્દુરમાં જોવા મળ્યા હતા. તે દિલ્હી વાલી જાલિમ ગર્લફ્રેન્ડ, ઇક્કીસ તોપો કી સલામી, 2016 ધ એંડ, બદનામ ગલી, ઓડ કપલ, શુક્રાણુમાં પણ જોવા મળી ચુક્યા છે. તેમની આવનારી ફિલ્મનું નામ બ્રહ્માસ્ત્ર છે. વર્ષ 2022 માં રીલીઝ થનારી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવા કલાકાર મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

પરણિત છે દિવ્યેન્દુ શર્મા : દિવ્યેન્દુ શર્માનો જન્મ 19 જુન 1983 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. 38 વર્ષના થઇ ગયેલા દિવ્યેન્દુ શર્મા પરણિત છે. તેમણે પોતાની કોલેજની ખાસ મિત્ર આકાંશા શર્મા સાથે લગ્ન કર્યા હતા. દિવ્યેન્દુ શર્માની જેમ તેમની પત્ની આકાંશા સમાચારોમાં નથી રહેતી. તેમને લાઇમલાઇટમાં રહેવાનું પસંદ નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.