પ્રવાસ માં માથા નો દુખાવો,ઉલટી,ગભરામણ જેવી તકલીફો થાય તો આ ટિપ્સ તમને રાહત આપશે

કેટલાક લોકો નેં કાર માં મુસાફરી દરમિયાન માથા નો દુખાવો,ઉલ્ટી,ગભરામણ જેવી તકલીફો થતી હોય છે.આવામાં તેઓ મુસાફરી નો આનંદ લઇ શકતા નથી અને આખો સમય પોતાની તબિયત ના લીધે ચિંતિત રહે છે. જો તમને પણ આ તકલીફ રહેતી હોય તો આ ટિપ્સ તમારા માટે મદદરૂપ બનશે.

– કાર માં હંમેશા આગળ વળી સીટ પર બેસવું. પાછળ બેસવા ના કારણે ઝટકા વધારે અનુભવાય છે જેના કારણે ચક્કર આવવા અને ઉલ્ટી થાય છે.તેથી આ તકલીફો થી બચવા માટે આગળ ની સીટ પર બેસવું એ તમારા માટે ફાયદાકારક થશે.

– પોતાના રૂમાલ માં કેટલાક ટીપા મિન્ટ(ફુદીના) તેલ ના છાંટી ને સૂંઘતુ રહેવું. તેનાથી તમને આરામ મળશે. ફુદીના ની ચા પણ આમાં ફાયદાકારક છે.

– જયારે પણ કાર માં મુસાફરી કરવાની હોય ત્યારે તેના પેહલા ઘરે થી વધારે ખાઈને ન નીકળવું. સ્પાઈસી, જંક ફૂડ ખાવાથી બચો કારણ કે તેનાથી તમને મુસાફરી માં ખુબ જ ઉલ્ટી થશે.

– કાર માં મુસાફરી દરમિયાન મુંઝવણ થવા માંડે ત્યારે પોતાની સાથે કે બીજા સાથે વાતો કરવા મંડો. એનાથી તમારા મગજ નું ધ્યાન તબિયત પરથી બીજે દોરવાઈ જશે એનાથી તમને સારું લાગશે.

– કાર માં મુસાફરી કરતા પહેલા તમે આદુ ચાવી શકો છો.તેના સિવાય તમે ઘરે થી નીકળતા પહેલા આદુ વાળી ચા પી શકો છો તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે.

તમારો પણ કોઈ મિત્ર ગાડી કે બસ માં બેસતા જ ઉલ્ટી કરે છે? તો તેને પણ કહો આ ઘરેલુ નુસખા………

આદુ – આદુ માં એંટીમેયનીક ગુણ હોય છે.એંટીમેયનીક એક એવો પદાર્થ છે જે ઉલ્ટી અને ચક્કર આવવા થી બચાવે છે.મુસાફરી માં ગભરામણ થાય ત્યારે આદુ ની ગોંળી અથવા આદુ ની ચા પીવી. તેનાથી તમને ઉલ્ટી નહિ આવે. જો થઇ શકે તો આદુ પોતાની સાથે જ રાખવું. જયારે ગભરામણ થાય તયારે તેને થોડું થોડું ખાવું.

ડુંગળી નો રસ

મુસાફરી માં થવાની ઉલટીયો થી બચવા માટે મુસાફરી માં જતા અડધા કલાક પહેલા 1 ચમચી ડુંગળી નો રસ અને 1 ચમચી આદુ નો રસ મેળવીને પીવો જોઈએ.તેનાથી તમને મુસાફરી દરમિયાન ઉલટીયો નહિ આવે.પણ જો મુસાફરી લાંબી હોય તો રસ સાથે પણ લઇ શકાય છે.

લવિંગ નો જાદુ

મુસાફરી માં તમને ગભરામણ જેવું લાગે તો તરત જ લવિંગ ને મોઢામાં મૂકીને ચૂસવું. આવું કરવાથી તમને ગભરામણ નહિ થાય.

મદદરૂપ છે ફુદીનો

ફુદીના પેટ માં માંસપેશીયો ને આરામ આપે છે અને આવી રીતે ચક્કર આવવા અને યાત્રા દરમિયાન તબિયત ખરાબ લાગવાની સ્થિતિ ને સમાપ્ત કરે છે.ફુદીના નું તેલ પણ ઉલ્ટી ને રોકવા માં ખુબ જ મદદરૂપ છે.તેના માટે ફુદીના થોડા ટીપા રૂમાલ પર છાટવા અને મુસાફરી દરમિયાન તેને સૂંઘતુ રેહવું.

સૂકા ફુદીના ને ગરમ પાણી માં ગરમ કરી ચા બનાવી. તે મિશ્રણ ને સરખી રીતે હલાવી તેમાં 1 ચમચી મધ નાખો. જતા પેહલા આ મિશ્રણ ને પીવું.તે ઉલ્ટી અને ગભરામણ ને રોકે છે.

લીંબુ નો કમાલ

લીંબુ માં આવેલ સાઇટ્રિક એસિડ ઉલ્ટી અને ગભરામણ ને રોકે છે. એક નાના વાટકા માં ગરમ પાણી લઇ તેમાં 1 ચમચી લીંબૂ નો રસ અને થોડુ મીઠું નાખો. તેને ભેળવીને પીવું. તમે ગરમ પાણી માં લિમ્બુ ના રસ સાથે મધ નાખીને પણ પી શકો છો .તે મુસાફરી માં આવતી મુસ્કેલીઓને દૂર કરવા નો અસરકારક ઉપાય છે.

આંકડા ના પર્ણ

મિત્રો એક વાર આયુર્વેદ ની ખુબ મોટી વર્કશોપ થઇ, તેમાં આ વિષે ઘણા લોકોએ ઉપાય આપ્યા , તેમના કેટલાક કામ આવે તો કેટલાક નહિ.પરંતુ તે વર્કશોપ માં એક વૈદ્ય એવા પણ હતા જેણે આંકડા ના પર્ણ થી ઈલાજ બતાવ્યો જે અચૂક છે. તેમણે તેનો ઉપયોગ ઘણા લોકો પર કરેલો છે.

આ આંકડા ના પણ નો ઉપયોગ કેવીરીતે કરવો એની વધુ જાણકારી માટે આ વિડિઓ જુઓ.

વિડીયો