મશરૂમ ઉત્પાદન નું હબ બની રહ્યો છે યુપી નો આ જીલ્લો, ઘણા રાજ્ય માંથી તાલીમ લેવા આવે છે ખેડૂત

સહારનપુરમાં એક સમયમાં શેરડીની ખેતી કરવા વાળા અહિયાંના ખેડૂતોને હવે મશરૂમની ખેતી પસંદ આવવા લાગી છે. એટલું જ નહિ ખેડૂતોની મહેનતે સહારનપુર જીલ્લાને મશરૂમ ઉત્પાદનમાં પ્રદેશમાં નંબર એક ઉપર પંહોચાડી દીધો છે. આજે સહારનપુરમાં ઘણા વિસ્તારના ખેડૂત મશરૂમની ખેતીની તાલીમ લેવા આવે છે.

એક સમય હતો જયારે સહારનપુર જીલ્લાના ખેડૂત આખું વર્ષ શેરડીની ખેતી કરતા હતા. શેરડીની ખેતીમાં ફાયદો તો હતો પરંતુ ખાંડની મિલો દ્વારા સમયસર શેરડીનું ચુકવણું ન થતું હોવાથી ખેડૂતો દુ:ખી થઇ ગયા હતા. તેવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ખેડૂતોને નવો રસ્તો દેખાડ્યો. સહારનપુરના પ્રભારી અને મશરૂમ નિષ્ણાંત ડૉ. આઈ.કે. કુશવાહાએ ખેડૂતને નવો રસ્તો બતાવ્યો.

જીલ્લાના રામપુર મનિહાર વિસ્તારના મદનુકી ગામમાં ડઝનથી વધુ ખેડૂતો મશરૂમની ખેતી કરવા લાગ્યા છે. મદનુકી ગામના ખેડૂત સત્યવીર સિંહએ ૨૦૦૯ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી તેમણે મશરૂમની ખેતીની શરૂઆત કરી. તે જણાવે છે કે વર્ષ ૨૦૦૯ માં મેં મશરૂમની ખેતી ત્રીસ કુંતલ કમ્પોસ્ટની એક નાની એવી ઝુપડી બનાવીને શરુ કરી હતી.

આજે હું વર્ષમાં લગભગ ૬૦૦૦ બેગ્સમાં બટન મશરૂમ ઉગાડું છું, અને આઠ હજાર બેગ આયસ્ટર મશરૂમ ઉગાડું છું. તે આગળ જણાવે છે શરુઆત માં મને તકલીફ પડી હતી, પરંતુ વેજ્ઞાનિક કુશવાહાજી પાસે મેં તાલીમ લીધી હતી, અને હાલમાં પણ તે અમને પુરતો સહકાર આપે છે. સમયે સમયે તે આવીને અમને જણાવતા રહે છે કે કેવી રીતે મશરૂમને ખેતીના રોગોથી બચાવે, કેવી રીતે કમ્પોસ્ટ બનાવે એ તમામ જાણકારી આપતા રહે છે.

પહેલા હું અનાજ, ઘઉં અને શેરડીના પાકની ખેતી કરતો હતો. શેરડીના પૈસા સમયસર મળતા ન હતા. ઘણી જગ્યાએ પ્રાઈવેટ નોકરી પણ કરી. પરંતુ મશરૂમની ખેતીમાં જે ફાયદો છે તે ક્યાંય નથી. આજે એક વર્ષમાં અમે ૧૭-૧૮ લાખનો બિઝનેસ કરીએ છીએ, તેમણે આગળ જણાવ્યું.

અમારા જીલ્લામાં ગયા વર્ષે ચારસો ટન મશરૂમનું ઉત્પાદન થયું. જો કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ છે. મદનુકી ગામમાં આ સમયે સૌથી વધુ મશરૂમનું ઉત્પાદન થાય છે. તેની સાથે જ ત્રીસ બીજા પણ ગામ છે જ્યાં મશરૂમનું ઉત્પાદન થઇ રહ્યું છે. યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ખેડૂત એના વિષે જાણે છે અને અહિયાં તાલીમ લેવા આવે છે. આ સમયે લગભગ છ રાજ્યોના ખેડૂત અહિયાં મશરૂમ ઉત્પાદનની તાલીમ લઇ ચુક્યા છે.

ડૉ. આઈ.કે. કુશવાહા, પ્રભારી અને મશરૂમ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સહારનપુર.

તે સહારનપુર જીલ્લાના ખટકેડી ગામના ખેડૂત અમરીશ કુમાર કહે છે, ગયા વર્ષે મેં તાલીમ લીધી હતી. ત્યાર પછી મેં એક ઝુપડી બનાવીને મશરૂમનું ઉત્પાદન શરુ કર્યુ. છસો બેગ્સથી મેં શરુઆત કરી હતી. તેમને ત્રણ ચાર મહિનામાં બટન મશરૂમમાં ૧,૩૭,૦૦૦ રૂપિયાની કમાણી થઇ. આ વર્ષે પણ અત્યારથી જ મશરૂમની ખેતીની તૈયારી શરુ કરી દીધી છે.

તાલીમ પછી પુરા પાડવામાં આવે છે મશરૂમના બીજ :

કેન્દ્ર ઉપર આયસ્ટર અને બટન મશરૂમની ખેતીની તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહિ ખેડૂતોને મશરૂમના બીજ પણ પુરા પાડવામાં આવે છે. સાથે જ ખેડૂતોને રોગ જીવાણુંથી બચવાની અને કમ્પોસ્ટની સાચી રીત પણ બતાવવામાં આવે છે. તાલીમ લીધા પછી ખેડૂત ફોન ઉપર સતત વેજ્ઞાનિકોના સંપર્કમાં રહે છે, કે કેવી રીતે અને ક્યારે મશરૂમની ખેતી શરુ કરી શકાય છે.

બીજા રાજ્યોના ખેડૂત પણ લેવા આવે છે મશરૂમ ઉત્પાદનની તાલીમ :

કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં દર વર્ષે પાંચ દિવસની મશરૂમ ઉત્પાદન તાલીમના કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં સહારનપુર, બિજનોર, શાહજહાંપુર, શામલી જેવા આજુબાજુના જીલ્લા સાથે રાજસ્થાનથી પણ લોકો પોતાના સાથીઓ સાથે મશરૂમ ઉત્પાદનની તાલીમ લેવા આવતા હતા. તે જણાવે છે અમારા એક સાથી પહેલા અહિયાં મશરૂમની ખેતીની તાલીમ લેવા આવતા હતા, તેમણે ખેતી પણ શરુ કરી દીધી છે. તેના દ્વારા આ સ્થળ વિષે જાણકારી મળી હતી. પાંચ દિવસમાં ઘણું બધું શીખવા મળ્યું, હું તેનાથી પણ મશરૂમની ખેતીની શરુઆત કરી શકું છું.

વધુ જાણકારી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર સંપર્ક કરી શકો છો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,

ભ્રમસાર ખજૂરી બાગ,

નુમાઈશ કેમ્પ પાસે, ન્યુ ગોપાલ નગર, સહારનપુર, ઉત્તર પ્રદેશ.

મોબાઈલ નંબર : ૯૪૧૨૩ ૭૬૧૨૧.