આ દુર્ઘટના નાં ફોટા પણ ભયંકર છે આખી ટ્રેન નાં ડબ્બા ઉપર ડબ્બો એક તો દીવાલ માં ઘુસી ગયો

યુપીના મુજફરનગર માં ખલોતી રેલ્વે સ્ટેશન પાસે શનિવારે ઉત્કલ એક્ષપ્રેક્ષ નો અકસ્માત થયો,તેની બાજુમાં અહમદનગર નામની કોલોની વસવાટ કરે છે. આ મુસ્લિમ વસ્તી છે, જયારે રેલ્વે ના પાટાની બીજી બાજુ ‘જાગત’ નામની કોલોની આવેલી છે.

આ વિસ્તાર હિન્દૂ બાહુલ્ય વિસ્તાર છે. તેની સાથે જ ખતૌલી ગ્રામીણ મુસ્લિમ બાહુલ્ય વસવાટ છે. રેલવે અકસ્માત પછી અહીંયા ધર્મ કે જાતિ ના બધા જ વાડા તૂટી ગયા. મુસ્લિમ અને હિન્દૂ યુવાનોએ સાથે મળીને ટ્રેનમાં ફસાયેલા ઘાયલોને કાઢીને દવાખાને પહોંચાડવાનું કામ શરૂ કર્યું.

ઘાયલ સંતોનું કહેવું છે કે જો મુસ્લિમ યુવાનો સમયસર ન આવ્યા હોત તો બચવું મુશ્કેલ હતું. જણાવી દઈએ, શનિવારના થયેલા આ અકસ્માતમાં 24 માણસોના મૃત્યુ થયેલ છે અને 156 થી વધુ માણસો ઘાયલ થયા છે.

40 થી વધુ ઘાયલોને બહાર કાઢવામાં આવેલ છે.

અહમદનગર નવા વસવાટના મોહમ્મદ રિઝવાન અને અનીસે જણાવ્યું, જે સમયે આ અકસ્માત થયો તે સમયે તે ઘરે થી નમાજ પઢવા મસ્જિદ જઈ રહ્યો હતો. તે સમયે મોટો અવાજ સાંભળીને તે ગભરાઈ ગયો અને તેને લાગ્યું કે આ શું થયું ? પરંતુ જેવું રેલવેના પાટા તરફ જોયું તો તેના હોશ ઉડી ગયા. ટ્રેન ઉંધી થઇ ગઈ હતી અને તે સ્થળે ધુમાડાના ગોટા ઉડી રહ્યા હતા. થોડા સમય પછી નમાજ થવાની હતી પરંતુ મુસલમાન ભાઈ મસ્જિદોમાંથી નીકળ્યા અને
લોકોનો જીવ બચાવવામાં લાગી ગયા.

ટ્રેનના ડબ્બામાંથી ચીચીયારીઓનો અવાજ આવી રહ્યો હતો. બધા લોકો દોડી ગયા અને ઘાયલોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું.રીજવાન નું કહેવું છે કે એક જ ડબ્બામાંથી 40 થી વધુ ઘાયલોને બહાર કાઢ્યા, 5-6 એવા હતા જેમનું મૃત્યુ થઇ ગયું હતું.

આખી સોસાયટી ઘરોની બહાર નીકળીને ધયલોની મદદ કરી રહ્યા હતા.ખતોલી ના મિસ્ત્રીઓ મિકેનિકો પણ પહોંચી ગયા. તેમણે પોતાના સાધને વડે ડબ્બાને કાપીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું.

ભગવાનના દૂત બનીને આવ્યા મુસ્લિમ યુવાનો

આ અકસ્માતમાં ઘાયલ થયેલા સંત હરિદાસે જણાવ્યું, બધું અચાનક બની ગયું. જોરદાર ધડાકા સાથે ના અવાજ પછી ડબ્બા એક બીજાની ઉપર ચડી ગયા. શોર બકોર મચી ગયો. કોઈને કઈ સમજણ ના પડી કે આ શું થયું ? થોડા ભાનમાં આવ્યા તો ડબ્બા એકદમ ઊંધા થઇ ગયા હતા.

લોકો જીવ બચાવવા માટે દેકારો કરી રહ્યા હતા, એવાંમાં નજીકમાંથી મુસ્લિમ વસ્તી ના થોડા યુવકો દોડીને આવ્યા અને એક એક કરી કરીને ડબ્બામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા લાગ્યા. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મોનીદાસ ના જણાવ્યા મુજબ, જો સમયસર મુસ્લિમ યુવાનોએ તેમને ન બચાવ્યા હોત, તો , મૃત્યુ પામનાર ની સંખ્યા આથી પણ વધુ માત્રામાં થઇ હોત .તેઓ કહે છે કે, મુસ્લિમ યુવકો ન આવ્યા હોત તો બચવું મેશ્કેલ હતું.

અમારી દરેક લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારું પેજ જરૂર લાઈક કરજો. અમારી તો પ્રભુને એક જ પ્રાથના છે કે આવા અકસ્માત ભવિષ્યમાં ફરી ન થાય.