જાણો માતાજી નો મહિમા, આ મુસ્લિમ દેશમાં રાત દિવસ સળગતી રહે છે દેવી માં ની જ્યોત

 

આમ તો દેવીમાં ના મંદિર દુનિયામાં ઘણી જગ્યાઓ ઉપર છે પણ લાખોની વસ્તી વાળા એક દેશ જ્યાં ૯૫ ટકા વસ્તી મુસ્લિમ હોય ત્યાં દેવીમાં નુ મંદિર હોવું ખરેખર ચોકાવનારી વાત છે. સૌને અચંબિત કરનારી વાત છે કે આ મંદીરમાં સદીઓથી અખંડ જ્યોત સળગતી રહે છે જે લોકોની વચ્ચે એક આશ્ચર્ય નો વિષય બનેલ છે.

અમે વાત કરી રહ્યા છીએ અઝરબેઇજન દેશ ની જ્યાં સુરાખાનીમાં દેવીમાંનુ એક પવિત્ર મંદિર છે. અહિયાં દિવસ રાત એક પવિત્ર જ્યોત સળગતી રહે છે, એવું માનવામાં આવે છે કે આ મંદિર અહિયાં સદીઓથી જેમ ને તેમ ઉભું છે. અઝરબેઇજન ના લોકો તેને અતીશગાહ અથવા ટેમ્પલ ઓફ ફાયર નામથી પણ બોલાવે છે.

અહિયાં સળગી રહી અખંડ જ્યોતની પાછળ કયું રહસ્ય છે તે કોઈ નથી જાણતું , અહિયાં આવવા વાળા તેને દેવીમાંનો ચમત્કાર માને છે. હિંદુ ધર્મમાં અગ્નિને સૌથી પવિત્ર માનવામાં આવે છે એટલે અહિયાં સળગી રહેલ જ્યોતને દેવીમાંનુ પ્રતિક માનવામાં આવે છે. અહિયાં સળગી રહેલ આ પવિત્ર જ્યોત બિલકુલ એવી જ છે જેવી જ્વાલાજી મંદીરમાં સળગી રહેલી અખંડ જ્યોત છે. આ મંદિરને બનાવવામાં જુના સમયની વાસ્તુકલાનો ઉપયોગ કરવામાં આવેલ છે. અહિયાં એક ત્રિશુલ પણ સ્થાપિત છે અને અગ્નિકુંડ માં પવિત્ર જ્યોત સળગતી રહે છે અને મંદીરની દીવાલ ઉપર ગુરુમુખીમાં કોઈ લેખ અંકિત છે.

મંદિર બનાવરાવ્યું કોણે હતું

જુના સમયની વાતો માનીએ તો દેવીમાંનુ આ મંદિર હિન્દુસ્તાની વેપારીઓ એ બનાવરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે હિન્દુસ્તાની વેપારી આ રસ્તેથી વેપાર કરવા માટે આવતા જતા હતા અને તેમણે જ આ પવિત્ર મંદિર નું નિર્માણ કરાવ્યું હતું, તે લોકો આ મંદીરમાં માથું ટેકવા જાય છે. ઈતિહાસકરો નું માનો તો માનો તો આ મંદિર બનાવનારનું નામ બુદ્ધદેવ હતું. તે હરિયાણાના માંજડા ગામના રહેવાસી હતા, જે કુરુક્ષેત્ર ની પાસે જ છે.

ઈરાનથી પણ લોકો અહિયાં પૂજા કરવા માટે આવતા હતા. અહિયાં આવવા વાળા લોકો મંદીરની પાસે બનેલી ઓરડીમાં આરામ કરતા હતા. ઈ.સ.૧૮૯૦ માં અહિયાથી પુજારી જતા રહ્યા. ત્યાર પછી અહિયાં કોઈ પુજારીને આવવાનું વિવરણ ઉપલબ્ધ નથી.

માનવામાં આવે છે કે પછી કોઈ પુજારી અહિયાં પાછા ફરીને નથી આવ્યા. ત્યારથી મંદિર ભક્તોની રાહ જુવે છે, હવે અહિયાં એકાદો માણસ જ તમને દેખાશે. મંદિર અત્યારે સુમસામ પડી રહે છે.

ભલે મંદિર આજે સુમસામ જ કેમ ન પડ્યું હોય પણ અહિયાં સળગતી જ્યોત આજે પણ એકધારી સળગી રહી છે જે લોકોને અચંબિત કરવા માટે કાફી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

,

by